GSTV
Home » News » ગુજરાત લોકસભા : આ બેઠકો પર છે ટક્કર અને અહીં થશે ભાજપ-કોંગ્રેસની વન વે જીત

ગુજરાત લોકસભા : આ બેઠકો પર છે ટક્કર અને અહીં થશે ભાજપ-કોંગ્રેસની વન વે જીત

satta bazar bjp congress

ગુજરાતમાં રેકોર્ડબ્રેક મતદાને ભાજપ અને કોંગ્રેસના સમીકરણો બદલી નાખ્યા છે. રૂપાણીએ મતદાન બાદ તુરંત જ પ્રેસ કોન્ફરન્સ કરી 26માંથી 26 સીટો જીતવાનો દાવો તો કરી દીધો છે પણ આ વર્ષે સ્થિતિ ટફ છે. દેશના તમામ સરવે અને આઈબીના રિપોર્ટ 5થી 6 બેઠકો કોંગ્રેસને જતો હોવાનો દાવો કરી રહ્યાં છે. દિલ્હી અને મુંબઈનું સટ્ટા બજાર પણ ભાજપને 19થી 20 બેઠકો મળે તેવી સંભાવના વ્યક્ત કરી સટ્ટો લઇ રહ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસના કદાવર નેતાઓ તો 15 બેઠકોના દાવાઓ કરી રહ્યા છે  પણ આ અંદાજો બિલકુલ સાચા ઠરે તેવી સંભાવના નથી. સટ્ટા બજારમાં ભાજપની 19 સીટ માટે 30 પૈસા, 20 સીટ માટે 55 પૈસા અને 22 સીટ માટે 85 પૈસાનો ભાવ ખૂલ્યો છે. સટ્ટા બજાર કોંગ્રેસને 7 સીટો પર રસાકસી હોવાથી આ બેઠકો પર ભાવ લઈ રહ્યું છે. ભાજપ પણ સારી રીતે આ જાણે છે એટલે જ મોદીએ છેલ્લા તબક્કામાં અન્ય રાજ્યોને બદલે ગુજરાતમાં ફોક્સ કરી ગુજરાતમાં સભાઓ કરી છે. અમિત શાહ પણ ખુદ કબૂલી ચૂક્યા છે કે, 26માંથી 26 બેઠકો જીતવી એ અઘરી બાબત છે. ગુજરાતમાં 64 ટકા મતદાને અનેક સમીકરણો નવા રચશે એ નક્કી છે. ભાજપને સૌથી વધારે નુક્સાન એ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી પડશે એ નક્કી છે. કોંગ્રેસ વિધાનસભાની દ્રષ્ટીએ તો 11 લોકસભાની બેઠક પર મજબૂત હતી પણ ઘર ફૂટે ઘર જાય તેમ કોંગ્રેસમાં બળવાખોરોને પગલે ભાજપને આ વર્ષે ફાયદો થયો છે એ પણ નક્કી છે. 

મહેસાણા : ઉ. ગુજરાતમાં દૂધસાગર, બનાસ ડેરી ફેક્ટર મોટો ભાગ ભજવી શકે. એ.જે. 84 ગામ પ્રમુખ હોવાની સાથે દૂધસાગર ડેરીએ બીજો પ્લસ પોઈન્ટ છે.  84 ગામ ઉપરાંત આંજણા, ઠાકોર પણ કૉંગ્રેસ તરફ ઝૂકી શકે.  શારદાબેનનો એક જ પ્લસ પોઈન્ટ મોદીની સભા પછી બદલાયેલો પવન અને અનિલભાઈ પટેલની શાખ, જયશ્રીબેનને સાઈડ લાઈન કરવાની સાથે 84 સમાજના એ. જે. પટેલને તક મળી હોવાથી મહેસાણામાં સમીકરણો ચેન્જ થઈ શકે છે. મહેસાણામાં પાટીદાર વોટબેંક એ મહત્વનું ફેક્ટર છે. 

બનાસકાંઠા: ટક્કર છે, બંનેને તક  છે. વાવ, થરાદ, ધાનેરા, ડીસા સુધીના પટ્ટામાં પરબત પટેલની થઈ છે ફેવર. જ્યારે પરથી ભટોળ માટે ચૌધરી સમાજના ઉમેદવાર હોવાનો ફાયદો, બનાસકાંઠા બે ભાગમાં વહેંચાયું છે. શંકર ચૌધરી આ બેઠકને જીતાડવાની લાલચ પણ ભાજપને ફાયદો કરાવી શકે છે.

પોરબંદર : પોરબંદરમાં ટિકિટની ભવાઈ વચ્ચે આખરે રમેશ ધડૂક પર ભાજપે આ સીટ પર ભરોસો મૂક્યો છે. આ સીટ પર રાદડિયા પરિવારની નારાજગી પક્ષને નડી શકે છે. જવાહર ચાવડા ભાજપમાં હોવાની સાથે લલિત વસોયાની પોરબંદર બેઠક પર ઓછી કામગીરી કોંગ્રેસને નડશે. માડમ હાલમાં કોંગ્રેસના ધારાસભ્ય હોવા છતાં આહિર સમાજ વન વે ભાજપ તરફ વળી શકે છે. પાટીદાર ઇફેક્ટ જ લલિત વસોયા માટે પ્લસ પોઇન્ટ છે.

સુરેન્દ્રનગર : ભાજપે આ સીટ પર ઉમેદવાર બદલીને મહેન્દ્ર મુજપરાને ટિકિટ આપી છે. આ બેઠક આઈબીના સરવે પ્રમાણે કોંગ્રેસને ફાયદો કરાવશે પણ આ સોમાભાઈને ટક્કર આપવા ભાજપે તડજોડના ઘડેલા સમીકરણો આ બેઠક પર અસર કરી શકે છે. સોમાભાઈનો આ બેઠક પર દબદબો હોવા છતાં આ બેઠક પર બંને ઉમેદવારો માટે તક છે.

ગાંધીનગર : ગાંધીનગર સીટ એ વર્ષોથી ભાજપનો ગઢ ગણાય છે. આ બેઠક પર અત્યારસુધી અડવાણી જીતતા આવ્યા છે. આ વર્ષે અમિત શાહ આ બેઠક પરના ઉમેદવાર હોવાથી આ બેઠક વન વે ભાજપના ખાતામાં જશે. સી. જે. ચાવડાએ કોંગ્રેસના ઉમેદવાર તરીકે બલિનો બકરો બની ગયા છે. જેઓ ગાંદીનગર વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતા હોવા છતાં અમદાવાદના નારણપુરાથી લઇને સરખેજ, ઘાટલોડિયા અને સાણંદ સુધીનો વિસ્તાર એ ભાજપનો ગઢ ગણાય છે. આ બેઠક પર ભાજપ કેટલા મતની સરસાઈ મેળવે છે એ ગણિત અત્યારથી મંડાઈ રહ્યાં છે.

આણંદ : આણંદમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સાંઠગાંઠ થઈ હોવાની ઉમેદવારની જાહેરાત સમયથી જ ચર્ચાઓ થઈ રહી છે. અહીં સ્થાનિક સાંસદ મજબૂત દાવેદાર હોવા છતાં ભરતસિંહ સોલંકી સામે મિતેશ પટેલને ઉતારી ભાજપે આ બેઠક પર ફોકસ ઘટાડ્યું છે. આ બેઠક ભરતસિંહ સોલંકી મજબૂત દાવેદાર ગણાય છે. આઈબીના રિપોર્ટમાં પણ ખુલાસો થયો છે કે આ બેઠક પર કોંગ્રેસનો દબદબો રહેશે. 

સાબરકાંઠા: ટક્કર છે, બંનેને તક. દિપસિંહ સામે એન્ટિ ઇન્કમ્બસીના માહોલ વચ્ચે કોંગ્રેસના ગણિતો ઊંધા પડી શકે છે.

પાટણ : કૉંગ્રેસ જીતી શકે છે. ભરતસિંહ ડાભીના સમાજ કરતાં જગદીશ ઠાકોરનું પાટણ સીટ પર ઠાકોર સમાજનું પ્રભુત્વ, અગાઉ પણ જીતી ચૂક્યા છે. દૂધ સાગર ડેરી ફેક્ટર પણ અસર કરી શકે છે.

અમરેલી : સખત કડક મૂકાબલો છે. આ વર્ષે સૌથી નીચું મતદાન કોંગ્રેસની ફેવરમાં ગણાતું હોવા છતાં પણ નારણ કાછડિયા પરેશ ધાનાણીને ટક્કર આપશે. પ્રથમ નજરે તો ભાજપને ફાયદો થવાના ગણિત. અંડર કરંટ કોંગ્રેસને નડી શકે છે.

Junagadh Lok Sabha

જૂનાગઢ : જૂનાગઢમાં રાજેશ ચૂડાસ્માને ટિકિટમાં બબાલ વચ્ચે પુજાભાઈ વંશ એ મજબૂત ઉમેદવાર છતાં મોદીની સભા બાદ થોડા સમીકરણો બદલાયા છે. જવાહર ચાવડાનો આ સીટ પર ભાજપને લાભ થઈ શકે છે. પૂજાભાઈની ધારાસભ્ય તરીકે સરસ કામગીરી છતાં રાજેશ ચુડાસ્માને પણ ફરી આ બેઠક પર તક મળી શકે તેવી સંભાવના વચ્ચે આ બેઠક પર ટફ ફાઈટ રહેશે.

Related posts

ખુલ્લેઆમ નિયમો તોડતા ભાવનગરવાસીઓએ ટ્રાફીક પોલીસ સાથે જે જે કર્યું તે સાંભળી હસી હસી લોટપોટ થઈ જશો

Mayur

VIDEO : નર્મદા ડેમની બદલાઈ રોનક, અદભૂત સજ્યા શણગાર

Karan

વડોદરામાં પોલીસ નિયમ તોડનારને દોડી દોડીને પકડી રહી છે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!