Last Updated on April 7, 2021 by Dhruv Brahmbhatt
ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ સરકારે હાઈ પાવર કમિટિની બેઠક બાદ કોઈ નિર્ણય કરવાના સંકેત આપ્યા છે. જો કે ગુજરાત સરકાર કોઈ પ્રકારની જાહેરાત કરે તે પહેલાં શહેરના કેટલાક વિસ્તાર જ્યાં કોરોના સંક્રમણ વધુ છે તે વિસ્તારને પતરા-વાંસથી બેરીકેટીંગ કરીને બંધ કરી દેવાની કામગીરી મ્યુનિ.તંત્રએ શરૂ કરી દીધી છે. અચાનક જ પાલિકાએ રોડ બંધ કરવાની કામગીરી કરતાં આગામી નજીકના દિવસોમાં સરકાર કરફ્યુ મુદ્દે મોટી જાહેરાત કરે તેવી ચર્ચા લોકોમાં જોરશોરમાં થઈ રહી છે.

સુરત મ્યુનિ.ના રાંદેર ઝોનમાં શાકભાજી માર્કેટમાં હાલ વધુ ભીડ થતી અને અને ભીડ કંટ્રોલ કરવા માટે પોલીસ જવાનો પણ બેસાડવામાં આવે છે તેમ છતાં આજે અચાનક જ શાક માર્કેટના બન્ને તરફ પતરાની બેરીકેટીંગ કરી દેવામાં આવ્યા છે અને આ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત અડાજણ એલપી સવાણી સ્કુલથી પાલ તરફ જતાં રસ્તાને પણ એલ.પી. સવાણી સ્કલ નજીક બેરીકેટીંગ થી બંધ કરી દેવાયો છે. શહેરના અનેક વિસ્તાર જ્યાં સંક્રમણ વધુ છે ત્યાં બેરીકેટીંગ કરી દેવાની કામગીરી થઈ રહી છે.
સરકારે કોઈ જાહેરાત કરી નથી પરંતુ મ્યુનિ. તંત્ર જે રીતે રસ્તા પર બેરીકેટીંગ કરી રહી છે તેના કારણે સુરતીઓમાં એવી ચર્ચા થઈ રહી છે કે, સરકાર આગામી નજીકના દિવસોમાં શહેરમાં કરફ્યુ કે અન્ય કોઈ મોટી જાહેરાત કરવા જઈ રહી છે. જો સરકાર જાહેરાત નહીં કરે તો જે વિસ્તારમાં સંક્રમણ વધુ છે તે વિસ્તારમાં પોલીસ કરફ્યુ પણ લાદી દેવામાં આવે તેવી શક્યતા લોકો વ્યક્ત કરી રહી છે. સુરત પાલિકા અને પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તે જોતાં નજીકના દિવસોમાં સુરતમાં લોક ડાઉન કે કરફ્યુ જાહેર કરવામાં આવે તેવી ચર્ચા સાથે જ સુરતીઓ જીવન જરૂરિયાતની વસ્તની ખરીદી કરી રહ્યાં છે.

લોકડાઉન કે કરફ્યુના ડરે લોકોએ અનાજ-શાકભાજી અને દવાઓ સાથે નાસ્તાનો સ્ટોક પણ કરી લીધો છે. લોકો એવી ચર્ચા કરી રહ્યાં છે કે સખ્ત કરફ્યુ કે લોક ડાઉન હશે તો જ સંક્રમણ અટકશે નહીં તો આ સંક્રમણને ચઈન તુટી શકે તેમ નથી. મોટા ભાગના લોકો કરફ્યુ માટે માનસિક રીતે તૈયાર થઈ રહ્યાં છે ત્યારે આગામી દિવસોમાં સરકાર કેવા પ્રકારનો નિર્ણય કરે છે તેના પર સૌની નજર રહેશે.
READ ALSO :
- કાર્યવાહી / અમદાવાદમાં 50 ટકા સ્ટાફ બોલાવવાના આદેશનું ઉલ્લંઘન કરનાર 4 ઓફિસ સીલ
- ચોંકાવનારી ઘટના / આ રાજ્યના એરપોર્ટ પર 300 મુસાફરો કોરોના ટેસ્ટ વિના જ થઇ ગયા રફુચક્કર
- એલર્ટ / દેશમાં સર્જાઇ શકે ઇટલી જેવી સ્થિતિ, આ તારીખથી રોજના નોંધાઇ શકે છે કોરોનાના 33થી 35 લાખ કેસ
- હેલ્થ ટિપ્સ / શું તમે દરરોજ રોમાન્સનો લાભ ઉઠાવી રહ્યાં છો, તો જાણો શું છે તેના અદભુત ફાયદાઓ
- આણંદમાં કોરોના સંક્રમણ બેકાબુ / વધુ એક MLA કોરોના પોઝિટિવ આવતા થયા હોમ આઇસોલેટ
