GSTV
Ahmedabad Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

ગુજરાતમાં DGPનો આદેશ : ચૂંટણીમાં સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજિયાત, શું ભાજપના નેતાઓ પાળશે?

ચૂંટણી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે કોરોના અંગે જાહેર કરેલી સોશિયલ ડીસ્ટન્સ, ટોળાં ભેગા થવા પર પ્રતિબંધ, માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ થાય તેની અસરકારક અમલવારી કરાવવા ડીજીપીએ વિડિયો કોન્ફરન્સથી સૂચના આપી છે.

ચૂંટણી

ડીજીપીએ રાજ્યના તમામ પોલીસ એકમોના વડાઓને આપી આ સુચનાઓ

આગામી તા. 21 ફેબુ્રઆરીએ સાત મ્યુનિસિપલ કોર્પોરેશન અને તા. 28ના રોજ 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને બે પેટાચૂંટણી યોજાનાર છે. ચૂંટણી દરમિયાન કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ડીજીપીએ રાજ્યના તમામ પોલીસ એકમોના વડાઓ સાથે વિડિયો કોન્ફરન્સ યોજી આવશ્યક સુચનાઓ આપી હતી.

ડીજીપી આશિષ ભાટિયાએ આદર્શ આચારસંહિતાનો અત્યારથી અમલ થાય તે માટે પૂર્વ તૈયારી શરૂ કરવા પોલીસ અધિકારીઓને સૂચના આપી છે. અગાઉ ચૂંટણીમાં કોઈ બનાવ કે ગુના બન્યાં હોય તે અંગે તકેદારી રાખવા અને આવશ્યક અટકાયતી પગલાં ભરવા આદેશ કરાયો છે.

ચૂંટણી

ચૂંટણીના આયોજનને લઇને કરાયા આ આદેશ

તમામ બૂથની મુલાકાત લઈ પૂરતો ફોર્સ ફાળવવા, ચૂંટણી વિભાગના સંકલનમાં રહી પોલીસ સ્ટેશન અને તેના લોકેશન નક્કી કરવા, પોલીંગ બૂથોની સંવેદનશીલતાનું આકલન કરવા, પોલીસ ફોર્સ ઉપરાંત કેટલી પેરામીલીટરીની જરૂરિયાત રહેશે તેનું આયોજન કરવા સૂચના અપાઈ છે.

આચાર સંહિતાના અમલ દરમિયાન જાહેર રેલી, સભા, લાઉડ સ્પીકરની પરમિશનની પરમિશન સ્થાનિક પરિસ્થિતિ અનુસાર પારદર્શક નીતિ રાખીને આપવાની રહેશે. રાજ્યની સરહદો પર અને આંતરત જિલ્લા ચેકપોસ્ટ કાર્યરત કરવા, લાઈસન્સવાળા હથિયારો કબજે કરવા, દારૂ-જુગાર અટકાવવા, રીઢા ગુનેગાર અને ટ્રબલ મેકર સામે કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે.

Read Also

Related posts

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda

અમદાવાદ / AMCએ વડાપાઉંના સ્ટોલને 44 હજારનો દંડફટકારી કરી દીધું સીલ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

બેટ દ્વારકા /  મેગા ડિમોલેશનમાં ડ્રગ ડીલર રમજાનનું મકાન કરાયું જમીનદોસ્ત

Hemal Vegda
GSTV