GSTV

રાજ્યમાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત, હવે આવતી કાલથી શરૂ થશે ડોર ટુ ડોર પ્રચાર

Last Updated on February 19, 2021 by Pravin Makwana

રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે. મહત્વનું છે કે, આજે પ્રચારનો અંતિમ દિવસ હતો. ત્યારે આજ રોજ સાંજના પાંચ વાગતા જ ચૂંટણી પ્રચારના પડઘમ રાજ્યમાં શાંત થઇ ગયા છે. આવતી કાલથી રાજકીય પક્ષો ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરશે. આજે પ્રચારના અંતિમ દિવસે ભાજપ, કોંગ્રેસ, આપ સહિતના રાજકીય પક્ષો અને અપક્ષોએ રેલીઓ યોજી મતદારોને આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. આવતી કાલથી ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરશે. આ સાથે જ બૂથ મેનેજમેન્ટની તૈયારીમાં લાગી જશે તેમજ મતદારોને મતદાન કેન્દ્ર સુધી લઇ જવાનું પણ આયોજન કરાશે. મહાનગરપાલિકા જીતવા માટે ભાજપ-કોંગ્રેસે મરણિયા પ્રયાસો શરૂ કર્યાં છે.

ચૂંટણી પંચના નિયમ અનુસાર 48 કલાક પહેલાં ચૂંટણી પ્રચાર બંધ થઇ જાય છે

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી આગામી તા. 21 ફેબ્રુઆરીના રોજ રવિવારે યોજાવાની છે. ત્યારે ચૂંટણી પંચના નિયમ અનુસાર 48 કલાક પહેલા દરેક રાજકીય પક્ષે તેનો ચૂંટણી પ્રચાર બંધ કરી દેવાનો હોય છે. ત્યારે મહત્વનું છે કે, આજ સાંજના પાંચ વાગ્યાથી ચૂંટણી પ્રચારના પડધમ શાંત થઇ ગયા છે.

આવતી કાલથી રાજકીય પક્ષો શરૂ કરશે ડોર ટુ ડોર પ્રચાર

નોંધનીય છે કે, ગુરૂવાર અને આજ રોજ શુક્રવારના સવારથી જ તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી દીધું હતું. તમામ પક્ષના આગેવાનોએ કાર્યકર્તાઓ સહિત અનેક વિસ્તારોમાં ખૂબ મોટી સંખ્યામાં રેલીઓ યોજીને પ્રચાર કર્યા હતાં તેમજ જાહેર રોડ પર સભાઓ પણ ગજવી હતી. શહેરના તમામ માર્ગો પર રાજકિય પક્ષોના કાર્યકરો ઉતરી આવ્યાં હતાં. પરંતુ આજે પ્રચારનો અંતિમ દિવસ હોવાથી ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે. હવે આવતી કાલથી રાજકીય પક્ષો ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરશે. આમ, મહાનગરપાલિકા જીતવા માટે ભાજપ-કોંગ્રેસે મરણિયા પ્રયાસો કર્યાં છે. ભાજપે તો અત્યારથી જ દાવો કરી દીધો છે કે, બધીય મનપામાં કેસરિયો લહેરાશે.

READ ALSO :

Related posts

આવ ભાઇ હરખા! ટેરર ફંડિંગમાં પાકિસ્તાનને સાથ આપનાર આ દેશ પણ ગ્રે લિસ્ટમાં, FATFમાં મોદી સરકારને મોટી સફળતા

Bansari

અગત્યનું/ પોલીસ ભરતી અને પોલીસના ગ્રેડ-પે અંગે મોટા સમાચાર, ગૃહ રાજ્યમંત્રીએ આપ્યું મહત્વનું નિવેદન

Bansari

ત્રિપાંખિયો જંગ/ દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટાચૂંટણીનો પૂરજોશમાં પ્રચાર, શિવસેનાએ જાહેર કર્યો ઢંઢેરો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!