GSTV

વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થતાં પહેલા તમામ ધારાસભ્યના કોરોના ટેસ્ટ ફરજીયાત

Last Updated on September 20, 2020 by

ગાંધીનગરમાં 21 સપ્ટેમ્બરથી ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રપ્રસાદ ત્રિવેદીએ ટૂંકા સત્રમાં સોશિયલ ડિસ્ટન્સ ઉપરાંત કોવિડ-19નો રેપિડ એન્ટિજન ટેસ્ટ ફરજિયાત કરવાના આદેશ કર્યા છે અને મંત્રીઓ, ધારાસભ્યા માટે અલગ બેઠક વ્યવસ્થા સાથે કેટલાક કડક નિયમો પણ બનાવ્યા છે. આ ઉપરંત પહેલી વાર કોઈ પણ મંત્રીના મુલાકાતીને વિધાનસભામાં પ્રવેશ નહીં અપાય. કોરોના મહામારીને કારણે સંજોગો બદલાતા આ વખતે વિધાનસભામાં અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.

વિધાનસભાનું ચોમાસુ સત્ર

  • આ વખતે બહારના કોઈ મુલાકાતીને વિધાનસભામાં પ્રવેશ અપાશે નહીં
  • સત્ર શરૂ થતાં પહેલા તમામ ધારાસભ્યના કોરોના ટેસ્ટ કરવામાં આવશે
  • ધારાસભ્યો પક્ષની બેઠકમાં હાજર ન રહે તો પ્રથમ દિવસે એક કલાક પહેલાં આવી ટેસ્ટ કરવી શકશે
  • ધારાસભ્યો તેમના વિસ્તારમાં કોરોનાનો ટેસ્ટ કરવી સર્ટિફિકેટ લઈને આવી શકશે
  • સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે ૯૨ ધારાસભ્ય નીચે હશે, ૭૯ ધારાસભ્યોને ગેલેરીમાં સ્થાન
  • ધારાસભ્યોના કોઈ અંગત વ્યકિત, મુલાકાતી કે તેમના ડ્રાઈવરને અંદર પ્રવેશ નહીં અપાય
  • વિધાનસભામાં અધિકારીઓ ધારાસભ્ય અને પત્રકારોને જ પ્રવેશ મળશે
  • વિધાનસભામાં ૨૫ પત્રકારો જ બેસી શકશે
  • સત્રના અંતિમ દિવસે બે શ્રેષ્ઠ ધારાસભ્યોને ૧,૧૦૦ ગ્રામ ચાંદીની પ્લેટ સાથેનો એવોર્ડ અપાશે

કોરોના મહામારી વચ્ચે ગાંધીનગરમાં વિધાનસભાનું ચોમાસુ સત્ર મળવા જઈ રહ્યું છે. 21થી 25 સપ્ટેમ્બર સુધી ટુંકાગાળાનું સત્ર મળવાનું છે. આ સત્ર દરમિયાન કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ, ચુસ્ત પાલન કરાવવામાં આવશે. વિધાનસભા ગૃહમાં ચાલનારી કામગીરીમાં ભાગ લેનારા રાજ્ય સરકારના તમામ મંત્રીઓ અને અલગ-અલગ રાજકીય પક્ષના ધારાસભ્યો માટે અલગ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના સત્રની કામગીરીમાં અધ્યક્ષ સિવાયના ભાજપ, કોંગ્રેસ એનસીપી અને અપક્ષના કુલ 171 સભ્યો ગૃહમાં હાજરી આપશે, જે પૈકી 92 જેટલા સભ્યો – મંત્રીઓ ઉપરાંત રાજકીય પાર્ટીના સિનિયર ધારાસભ્યો વિધાનસભા ગૃહમાં બેસશે, જ્યારે 79 ધારાસભ્યોની બેઠક વ્યવસ્થા વિધાનસભા અલગ-અલગ ચાર ગેલેરીમાં ગોઠવવામાં આવી છે. જેમાં ગેલેરી 1માં 26 ધારાસભ્યો, ગેલેરી 2માં 21, ગેલેરી 3માં 13 અને ગેલેરી 4માં 19 ધારાસભ્યોની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

બીજી તરફ, આ સત્રમાં અધ્યક્ષે એવો નિર્ણય કર્યો છે કે વિધાનસભાની કાર્યવાહી દરમિયાન મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત રાજ્ય પ્રધાનમંડળમાં મંત્રીઓના કોઈપણ મુલાકાતીને વિધાનસભામાં પ્રવેશ આપવામાં નહીં આવે. એટલું જ નહીં, ધારાસભ્યોના અંગત મદદનીશ તેમના ડ્રાઈવર કે અન્ય કોઈપણ વ્યક્તિને વિધાનસભામાં પ્રવેશ આપવામાં નહીં આવે. વિધાનસભામાં અધિકારીઓ ધારાસભ્ય અને પત્રકારોને જ પ્રવેશ મળશે. વિધાનસભામાં 25 પત્રકારો જ બેસી શકશે ત્યારે તેમની વ્યવસ્થાની જવાબદારી માહિતી વિભાગને સોંપાઈ છે.

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધનને પગલે શો પ્રસ્તાવ લવાશે

21મી સપ્ટેમ્બરે ચોમાસુ સત્રના પહેલા દિવસે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધનને પગલે શો પ્રસ્તાવ લવાશે. ત્યારબાદ 24 પ્રકારના વિવિધ કાયદાઓ અને કાયદાઓમાં સુધારા વિધેયક લાવશે, જેમાં ભૂમાફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ, પાસાના સુધારા, ગુંડા નાબૂદી ધારા, મહેસૂલ રજિસ્ટ્રેશન એક્ટમાં સુધારા જેવા સુધારા વિધેયક લાવશે. ઉપરાંત લોકડાઉન અને અનલોકમાં કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવવામાં આવશે. ચોમાસુ સત્રમાં પાંચ દિવસ માટે દરરોજ 10 કલાક વિધાનસભાની કામગીરી ચાલશે. પ્રવર્તમાન કોરોનાની સ્થિતિને કારણે સમગ્ર વહીવટી તંત્ર અને સચિવોને વિવિધ જિલ્લામાં સંક્રમણ અટકે તેની જવાબદારી આપવામાં આવી છે, તેથી સચિવો પણ સંકલનમાં જિલ્લાના હેડક્વાર્ટરમાં ફરજ પર છે ત્યારે વિધાનસભા અધ્યક્ષને વિનંતી કરાઈ છે કે તરાંકિત પ્રશ્નોતરી ના આવે, અધ્યક્ષ સૂચવશે તો ટૂંકી મુદતના પ્રશ્નોનો સમાવેશ થઈ શકે છે. આ વર્ષે પ્રથમ વખત શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ પણ આપવામાં આવનાર છે. ત્યારે તેના માટે એક બેઠક પણ મળશે. સત્રના અંતિમ દિવસે બે શ્રેષ્ઠ ધારાસભ્યોને 1,100 ગ્રામ ચાંદીની પ્લેટ સાથેનો એવોર્ડ અપાશે.

READ ALSO

Related posts

પ્રચાર ભૂખ/ બેકારી – મોંઘવારી વચ્ચે ગુજરાતમાં ભાજપનો અન્નોત્સવ, કરોડોનું આંધણ કરશે સરકાર

Bansari

VIDEO: બાબા કા ઢાબાને ફેમસ કર્યા બાદ ગૌરવ વાસને હવે આ કાકાને ફેમસ કર્યા, પાંદડા પર આઈસ્ક્રીમ વેચતો વીડિયો થયો વાયરલ

Pravin Makwana

વાર્યા નહીં, હાર્યા વળ્યા/ રસી નહીં લીધી હોય તે જે વેપારીની દુકાન પોલીસ બંધ નહીં કરાવે, ચેકિંગ પણ નહીં: મળી આ છૂટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!