GSTV
Gujarat Government Advertisement

ગુજરાતના આ બોલરની ટીમ ઇન્ડિયા દ્વારા ઇંગ્લેન્ડના પ્રવાસ માટે પસંદગી, જાણો કોણ છે આ ખેલાડી

Last Updated on May 7, 2021 by Dhruv Brahmbhatt

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ અને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝ માટે BCCI એ ટીમ ઇન્ડિયાની જાહેરાત શુક્રવારના રોજ કરી દીધી છે. એક નામ જરૂર કેટલાંક ક્રિકેટ ફેન્સને હેરાન કરી મૂકે તેવું છે કે, જેને સ્ટેન્ડ બાય તરીકે ઇંગ્લેન્ડની ટૂર પર લઇ જવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેનું નામ છે અરજન નગવસવાલા (Arzan Nagwaswalla), જેઓ સ્થાનિક ક્રિકેટમાં ગુજરાત માટે રમે છે. ભારતીય ટીમમાં ઇજાના કારણે બહાર થયેલા રવિન્દ્ર જાડેજા, હનુમા વિહારી, મોહમ્મદ શમી અને ઉમેશ યાદવની વાપસી થઇ છે. કેએલ રાહુલ અને ઋદ્ધિમાન સાહાનું નામ પણ ટીમમાં છે પરંતુ ફીટ હોવાં બાદ જ તેઓને ઇંગ્લેન્ડથી લાવવામાં આવશે.

23 વર્ષના અરજન ગુજરાતની ટીમનું પ્રતિનિધિત્વ કરે છે

ટીમ ઈન્ડિયા અભિમન્યુ ઇશ્વરન, પ્રસિદ્ધ કૃષ્ણા, આવેશ ખાન અને અરજન સહિતના ચાર સ્ટેન્ડ બાય ખેલાડીઓ સાથે ઇંગ્લેન્ડ જશે. 23 વર્ષના અરજન લેફ્ટ આર્મ મીડિયમ પેસર છે કે જે ગુજરાતની ટીમનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓએ હાલમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટમાં પોતાના પ્રદર્શનથી તમામને પ્રભાવિત કર્યા હતાં. તેઓએ ટુર્નામેન્ટના પ્રથમ જ દિવસે મહારાષ્ટ્ર વિરૂદ્ધના મુકાબલામાં માત્ર 19 રન આપીને 6 વિકેટ લીધી હતી કે જેનાથી ગુજરાતને 29 રનથી મેચ જીતવામાં મદદ મળી.

અરજને અત્યાર સુધીમાં કુલ 16 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે

અરજનએ ટુર્નામેન્ટમાં 14.6ના સરેરાશથી કુલ 9 વિકેટ ઝડપી હતી. તેઓએ અત્યાર સુધીમાં કુલ 16 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે અને કુલ 62 વિકેટ લીધી છે. આ સિવાય 15 t 20 મેચોમાં તેમનું નામ 21 વિકેટ છે. તેઓએ વિજય હજારે ટ્રોફીમાં પણ કમાલનું પ્રદર્શન કર્યું હતું. ટુર્નામેન્ટના પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં ગુજરાતને મળેલી જીતમાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું હતું. તેઓએ આંધ્ર વિરૂદ્ધ તે મેચમાં 28 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય, સુરતમાં હૈદરાબાદ વિરૂદ્ધ રમવામાં આવેલ મુકાબલામાં 36 રન બનાવીને 3 વિકેટ પોતાના નામે કર્યા હતાં, જેના મુકાબલે ગુજરાત 12 રનથી જીત્યું હતું.

ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની સીરીઝની પ્રથમ ટક્કર 4 ઓગસ્ટથી શરૂ થશે. બીજી ટેસ્ટ 12 ઓગસ્ટથી, ત્રીજી ટેસ્ટ 25 ઓગસ્ટથી, ચોથી ટેસ્ટ મેચ ઓવલ મેદાન પર 2 સપ્ટેમ્બરથી જ્યારે પાંચમી અને અંતિમ ટેસ્ટ મેનચેસ્ટરમાં 10 સપ્ટેમ્બરથી શરૂ થશે.

ઇંગ્લેન્ડ ટેસ્ટ સીરીઝ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે ભારતીય ટીમ – વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઇસ કેપ્ટન), શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, ઋષભ પંત, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર અને ઉમેશ યાદવ.

ફીટ હોવા પર જગ્યા મળશે – કે.એલ રાહુલ અને ઋદ્ધિમાન સાહા.

સ્ટેન્ડબાય ખેલાડી – અભિમન્યુ ઇશ્વરન, પ્રસિદ્ધ કૃષ્ણા, આવેશ ખાન અને અરજન નગવસવાલા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt

પેટ્રોલના સતત ભાવ વધારા બાદ હવે મળી શકે છે રાહત, સરકારે ઓઇલ કંપનીઓ સાથે ગોઠવી બેઠક

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!