GSTV
Trending ગુજરાત

વંદે ગુજરાતમાં અધિકારીઓ મંત્રીઓને ગાંઠતા નથી, ખબર છે કે ફરી મંત્રી નથી બનવાના

એક તરફ ભાજપના મંત્રીઓ અને સિનિયર પદાધિકારીઓ ચૂંટણીના ટેન્શનમાં છે. વડાપ્રધાન સહિત કેન્દ્રીય મંત્રીઓની મુલાકાતો વધી રહી છે ત્યારે જિલ્લામાં કામો થતા નથી, મતવિસ્તારોમાં વિસ્તારકો (ભાજપના જે તે બેઠકોના પ્રભારીઓ) દ્વારા પેન્ડિંગ કામોનું પ્રેશર મંત્રીઓ પર આવે છે, પરંતુ સચિવાલયના અધિકારીઓ તદ્દન નિર્લેપ ભાવે નિસ્પૃહતાથી ફાઈલોનો અભ્યાસ કરી નોટિગ્સ પર નોટિંગ્સ કરી રહ્યાં છે. સચિવાલયના સૂત્રો કહે છે કે, અધિકારીઓ હવે ઉતાવળે ફાઈલ ચાલુ કરીને નિરાંતે પતાવવા ઇચ્છતા નથી.

વિવાદાસ્પદ ફાઈલોમાં નિર્ણય લેતા તમામ અધિકારીઓ ડરે છે. રખે ને કાલે ઉઠીને એન્ટી કરપ્શન બ્યુરો કે વિજિલન્સ કે સીબીઆઈની તપાસ કે કેગનો નકારાત્મક અહેવાલ નડે તો? ટૂંકમાં મોટાભાગના અધિકારીઓ નિયમ મુજબની જ કાર્યવાહી કરવામાં માને છે અને ઉછીનો વહીવટ જો આવ્યો હોય તો, સલુકાઈથી બાય બાય ચારણીની માફક ફાઈલો એક વિભાગથી બીજા વિભાગમાં ફેરવ્યા કરે છે. આઈએએસ ઓફિસરોની સાઈડલાઈન ટી ક્લબમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે મોટેભાગના મંત્રીઓની ટિકિટ કપાવવાની છે એટલે બિનજરૂરી મહત્વ આપવાની કે ટેન્શન રાખવાની જરૂર નથી.

એક કિસ્સામાં એક હતાશ મંત્રીએ ટેલિફોન પર એક અધિકારીને જોરથી તાડૂકતાં કહ્યું હતું કે, મારું કામ આ સરકારમાં નહીં કરો તો આવતી ટર્મમાં જે વિભાગમાં હશો ત્યાં આવીને હું હેરાન કરીશ. એવું નહીં માનતા કે મારી ટિકિટ કપાવવાની છે કે હું ચૂંટાવાનો નથી. સામેના છેડે રહેલા અધિકારીએ હસતાં હસતાં વાતને વાળી દીધી. એણે કહ્યું કે સાહેબ કાલ કોણે દીઠી છે? પરંતુ મંત્રીજી ગુસ્સામાં ટેબલ પર અને હવામાં મુક્કા ઉછાળતા હતા. જ્યારે મંત્રીની ચેમ્બર અને ચેમ્બરની બહાર બેઠેલા પીએ અને પીએસ મનમાં મુસ્કુરાઈ રહ્યાં હતાં.

READ ALSO

Related posts

સુરત/ અલ્પેશ કથીરિયાના ભાઇએ કરી મારામારી, હોબાળો મચાવતા ઉઠાવી ગઇ ક્રાઇમ બ્રાન્ચ

Bansari Gohel

લહેરા દો…ગુજરાતનું અનોખુ રાષ્ટ્રપ્રેમી ગામડું, જયાં દૈનિક ફરકાવવામાં આવે છે રાષ્ટ્રધ્વજ

Binas Saiyed

મોંઘવારીનો માર/ અમૂલે દૂધના ભાવમાં એક ઝાટકે કર્યો આટલા રૂપિયાનો વધારો, આવતી કાલથી થશે લાગુ

Bansari Gohel
GSTV