GSTV
Home » News » રૂપાણી સરકારનો માસ્ટરસ્ટ્રોક : ગેરકાયદે સોસાયટીઓ કરી દીધી કાયદેસર, 100ના સ્ટેમ્પ પરના મકાનને પણ ફાયદો

રૂપાણી સરકારનો માસ્ટરસ્ટ્રોક : ગેરકાયદે સોસાયટીઓ કરી દીધી કાયદેસર, 100ના સ્ટેમ્પ પરના મકાનને પણ ફાયદો

ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્રના બીજા દિવસે ગૃહમાં ગુજરાત જમીન મહેસુલ તૃતીય સુધારા બિલ સર્વાનું મતે પસાર થયુ છે. જેનાથી ખાનગી જમીન પર બનેલી ગેરકાયદેસર સોસાયટી કાયદેસર કરાશે. મનપા અને નગરપાલિકા વિસ્તારમાં આ અધિનિયમ લાગુ પડશે. બીયું પરમિશન કે એનએ કર્યા વિનાની સોસાયટી કાયદેસર કરાશે. સરકારે આજે એક બિલ પાસ કરી દીધું છે.

જેમાં ખાનગી જમીનમાં બનેલી ગેરકાયદેસર સોસાયટીઓ પણ કાયદેસર થઈ જશે. રૂપાણી સરકારે આ સૌથી મોટો માસ્ટર સ્ટ્રોક માર્યો છે. અમદાવાદ સહિક રાજ્યભરમાં 100 ના સ્ટેમ્પ પેપર પર ઘરો વેચાણ થઈ રહ્યાં છે. હવે આ મિલકતો પણ કાયદેસર થતાં આ મિલકતોના ભાવ વધી જશે. જૂના મકાનો છે. તેમાં એનએ અને બિયુ પરમીશનની સમસ્યાઓ છે. આજે પસાર થયેલા બિલને પગલે ગેરકાયદેસર મિલકતો પણ બીયુ અને એનએ વવિના કાયદેસર કરી મિલકત ધારકો માટે મોટો નિર્ણય લીધો છે.

આ બિલથી વર્ષો પહેલા 100ના સ્ટેપ આધારે મકાન ખરીદનાર લોકોને પણ ફાયદો થશે. જોકે આ તમામ બાબતો કાયદેસર કરતા પહેલા રાજ્ય સરકાર અગાઉના વેરા વસુલ કરશે. કોંગ્રેસ ધારાસભ્યોએ ગામડાના સરકારી વાડાને પણ રેગ્યુલાઈઝ કરવાનું સૂચવ્યું હતુ. આજે વિધાનસભામાં ત્રણય બિલ ચર્ચા બાદ સર્વાનુંમતે પસાર થયા.

જમીન મહેસુલ તૃતિય સુધારા બિલ ૨૦૧૯

  • ખાનગી જમીન પર બનેલી ગેરકાયદેસોસાયટી કાયદેસર થશે
  • મહાપાલિકા અને નગર પાલિકા વિસ્તારમાં અધિનિયમ લાગુ થશે
  • બીયુ પરમીશન કે એનએ કર્યા વિનાની સોસાયટી કાયદેસર થશે
  • ૧૦૦ ના સ્ટેમ્પ પેપરના આધારે મકાન ખરીદનાર લોકોને થશે લાભ

માંડવાળ ફીમાં સમયમર્યાદા વધારાઈ

કાયદાના અમલમાં સામાન્ય લોકોને હક્ક રેકર્ડ પર નોંધવામાં પડતી સમસ્યા જેવી કે માંડવાળ ફી અને અન્ય રકમોને 90 દિવસમાં ભરવા અંગેની જોગવાઈ કરવામાં આવેલી હતી. હવે આ જોગવાઈમાં ફેરફાર કરીને 365 દિવસમાં 4 હપતામાં જ નાણાં ભરી શકાય તેવી નવા બિલમાં જોગવાઈ કરાઈ છે. જેને પગલે નાના ક્ષેત્રવાળી જમીનોના મિલકતધારકો પણ હવે સરળ 4 હપતામાં અને 365 દિવસ જેટલી લાંબી મુદતમાં પોતાની રકમ સરકારમાં ભરપાઈ કરી મિલકતને રેકર્ડ ઓફ રાઈટના નામોમાં દાખલ કરી સરળતાથી પ્રોપર્ટી કાર્ડ મેળવી શકશે.

મેવાણીએ ગૃહમાં સુધારા બિલની કોપી સળગાવી

ગુજરાત વિધાનસભાના  ત્રિદિવસીય સત્રના બીજા દિવસે સરકારે મહત્વના બિલ પસાર કર્યા છે. તો સાથે જ પ્રશ્નોત્તરી કાળ સમયે દેવામાં વધારો, દીપડાની દહેશત, કેનાલમાં ગાબડા સહિતના મુદ્દે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આ ઉપરાંત સત્રમાંથી બરતરફ કરાયેલા અપક્ષ ધારાસભ્યે જીગ્નેશ મેવાણીએ ગૃહમાં બુધવારે રજૂ થનારા બિલની કોપી આજે જ સળગાવી વિરોધ દર્શાવ્યો હતો. આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં  ગુજરાત જમીન મહેસુલ સુધારા બિલ, ગુજરાત રાજ્ય ઉચ્ચ શિક્ષણ પરિષદ સુધારા બિલ અને જીએસટી સુધારા બિલ પસાર થયા છે.

READ ALSO

Related posts

અમદાવાદ બે જૂથ વચ્ચે પથ્થરમારો. પોલીસનો કાફલો ઘટના સ્થળે

Nilesh Jethva

નેતા વિપક્ષ ધાનાણીએ એક બાદ એક ટ્વીટ કરી ડોનાલ્ડ ટ્રમ્પ પાસે કરી આ માગ

Nilesh Jethva

વર્ષ ૨૦૦૮થી ગુજરાતીઓ અમેરિકા પાસે કરી રહ્યા છે આ માગ, શું ડોનાલ્ડ ટ્રમ્પ આપશે ભેટ ?

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!