GSTV

હતા ત્યાં ને ત્યાં / કિસાન સૂર્યોદય યોજનાનું સુરસુરિયું, ખેડૂતોને ફરી રાત ઉજાગરા કરવાનો વારો આવ્યો

Last Updated on October 26, 2021 by Zainul Ansari

ગીર જંગલની બોર્ડર પરના ગામડાઓમાં જંગલી ખૂંખાર પ્રાણીઓના ત્રાસને લીધે દિવસે વીજળી આપવાની યોજના હાલ ખોરંભે ચડી ગઈ છે. વીજ કટોકટીના કારણે હવે ખેડૂતોને જંગલી પ્રાણીઓના જોખમ વચ્ચે રાત્રે ખેતી કામ કરવા મજબૂર બનવું પડશે.

વીજ

જૂનાગઢ, ગિરસોમનાથ અને અમરેલીના ગીર જંગલ આસપાસના ખેડૂતોને દિવસે વીજળી મળે તે માટે વડાપ્રધાને ગત વર્ષે ૨૪ ઓક્ટોબરના રોજ કિસાન સૂર્યશક્તિ યોજનાનું ઉદઘાટન કર્યું હતુ. તાજેતરની વીજ કટોકટીના લીધે હાલ ખેડૂતોને દિવસે વીજળી આપી શકાય તેમ ન હોવાથી હવે અગાઉની જેમ રાત્રે વીજળી આપવાનું શરૂ થયું છે. આમ કિસાન સૂર્યોદય યોજનાનું સુરસુરીયું થઈ ગયું અને ખેડૂતોને રાત ઉજાગરા શરૂ થઈ જતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે.

ખેડૂતો હવે રાબેતા મુજબ રાત્રે ઉજાગરા કરવા મજબૂર બનવું પડશે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે ખેતીવાડીમાં આપવામાં આવતા વીજ પુરવઠાની સાથોસાથ ઉદ્યોગોને આપવામાં આવતાં વીજ પુરવઠામાં પણ થોડો ઘણો કાપ લાદવામાં આવે. ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર ખેડૂતોને જંગલી જાનવરોના મુખમાં ધકેલી અને ઉદ્યોગોને તમામ સુવિધાઓ આપે છે.

વિસાવદર બગસરા ધારી પંથકમાં દિવસે વીજળી આપવાની યોજના શરૂ થઇ તે પહેલાં એક વર્ષમાં 22-22 લોકોના વન્ય પ્રાણીઓએ જીવ લીધા છે. જેથી સમગ્ર ખેડૂત સમાજમાં ભયનો માહોલ હતો અને ગીર બોર્ડર પરના ખેડૂતો વર્ષોથી માંગણી કરી રહ્યા હતા કે અમને દિવસે વીજળી આપો, જેથી જંગલી પ્રાણીઓના શિકારનો ભોગ ન બને. અંતે સરકાર દિવસે વીજળી આપવા મજબૂર થઈ અને એક વર્ષ દિવસે વીજળી આપી. પરંતુ પાછી હતી એ જ પરિસ્થિતિ કરી દેતાં વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ ભારોભાર રોષ વ્યક્ત કરી ઉર્જા મંત્રીને ખેડૂતોને દિવસે વીજળી આપવાની માંગ કરી છે.

ગીર જંગલ આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને રાત્રીના વન્ય પ્રાણીઓનો સામનો ન કરવો પડે અને રાત ઉજાગરા ન થાય તે માટે ૧૧૯૯ ફીડરોને ૫૭ ગ્રુપમાં વિભાજીત કરી કિસાન સૂર્યોદય યોજના શરૂ કરવામાં આવી હતી. ગત ૨૪ ઓક્ટોબરના રોજ વડાપ્રધાને રોપ-વે અને કિસાન સૂર્યશક્તિ યોજનાનું એક સાથે ઇ- ઉદઘાટન કર્યું હતું. હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ થોડા દિવસો પૂરતો જ આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનો પીજીવીસીએલના ઉચ્ચ અધિકારી દાવો કરી રહ્યા છે.

હાલ વીજ કટોકટી સર્જાઈ છે તેનો ખેડૂતો ભોગ ખેડૂતો બની રહ્યા છે. રવીપાકના વાવેતર સમયે જ વીજ ધાંધીયા અને ખૂંખાર જંગલી પ્રાણીઓના જોખમથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે.

Read Also

Related posts

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari

ગીર સોમનાથ / સફેદ માખીના રોગ સામે મળશે રક્ષણ: સુત્રપાડાના ખેડૂતે શોધ્યો રામબાણ ઈલાજ, નાળિયેરના ઉત્પાદનમાં પણ થશે વધારો

Zainul Ansari

ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં દરોમાં થશે ફેરફાર? શું સામાન્ય નાગરીકોને થશે લાભ!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!