GSTV
Home » News » સરકારી કર્મચારીએ મોતને વ્હાલું કર્યું, મરતાં પહેલાં ભાજપ સરકારના પ્રધાનો અને અધિકારીઓ પર કર્યા જોરદાર આક્ષેેપ

સરકારી કર્મચારીએ મોતને વ્હાલું કર્યું, મરતાં પહેલાં ભાજપ સરકારના પ્રધાનો અને અધિકારીઓ પર કર્યા જોરદાર આક્ષેેપ

જૂનાગઢમાં સરકારી કચેરીમાં કર્મચારીએ આપઘાત કર્યો છે. એલઆરડીની પરીક્ષામાં અન્યાય થવાના કારણે કર્મચારીઓ ગળોફાંસો ખાઈ મોતને વ્હાલુ કર્યુ છે. આરઘાત કરનાર શખ્સ સહાયક વિદ્યુત શાખાનો હતો. કર્મચારીના બન્ને પુત્રો એલઆરડીમાં પાસ થયા હતા.

મૃતકના આક્ષેપ

  • એલઆરડીની પરીક્ષામાં પાસ કર્યા બાદ જાતિ પ્રમાણપત્ર ન મળ્યા
  • ગાંધીનગરની આદિ જાતિ કમિશનર કચેરીએ પ્રમાણપત્ર ન આપ્યા
  • પુરાવા કરવા છતાં અનૂસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર ન અપાયા
  • પુરાવાની ખરાઈ ન કરી અને રીઝલ્ટ કરી દેવાયું જાહેર
  • ભાજપ સરકારના પ્રધાનો અને અધિકારીઓએ લીધો મારો જીવ
  • રાજકીય દબાણમાં આવી રીઝલ્ટ બહાર પાડ્યું
  • ભાજપ કંપની સરકાર હજારો ગરીબ માણસોનો ભોગ લઈ રહી છે
  • ભાજપ કંપની સરકાર કોઈ કાર્યવાહી નહીં કરે, ભગવાન નક્કી ન્યાય આપશે
  • હું મારા બંને દીકરાઓની વેદના જાઈ ન શક્યો
  • મોઢે આવેલો કોળિયો સરકારે ઝૂંટવી લીધો
  • મૃતકના બંને પુત્રોને ખોટા સરનામે નોટિસ મોકલી પુરાવા રજૂ કરવા હેરાન કરાયા
  • આદિ જાતિ વિભાગના પૂર્વ કમિશનર વસાવા અને વિજિલન્સ અધિકારીઓએ આપ્યો માનસિક ત્રાસ
  • કાયમી માલધારી હોવા અંગે પુરાવા આપ

આ ઉપરાત મૃતકે લખેલી સ્યુસાઈડ નોટમાં ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.તેમા જણાવવામાં આવ્યુ હતુ કે, વનમંત્રી ગણપત વસાવા અને તેનો વિભાગ આપઘાત માટે જવાબદાર છે. આ સાથે તેમમે ભાજપને કદી સમર્થન ન આપવા રબારી સમાજ અને ગરીબ લોકોને અપીલ કરી હતી.

શું લખ્યું અંતિમ ચીઠ્ઠીમાં ?

ભાજપ કંપની સરકાર હજારો ગરીબ માણસોનો ભોગ લઈ રહી છે. મારા મૃત્યુ માટે ઉપર દર્શાવેલ પ્રધાનો તથા અધિકારીઓ જવાબદાર હોવા છતાં આ ભાજપ કંપની સરકાર કોઈ કાર્યવાહી કરશે નહી. પરંતુ ઉપરવાળો ભગવાન નક્કી ન્યાય આપશે. હું મારા બંને દીકરાની વેદના જાઈ ના શGયો. મોઢે આવેલ કોળિયો આ સરકારે ઝૂંટવી લીધો.સરકાર ગરીબોને મારી નાખશે. ગદારો , ભગવાન ન્યાય આપવા માટે બેઠો છે. મારા રબારી સમાજને વિનંતી કે ભાજપ સરકાર પ્રધાન પદ આપે તો પણ તે નકારજો અને ભાજપને કયારેય મત આપશો નહી. – માંજર મુંજા હુણ

પોલીસ લોક રક્ષક દળની ભરતી 2018-19માં લેખિત અને શારીરિક પરીક્ષા પાસ કરી હોવા છતાં અનૂસુચિત જનજાતિ પ્રમાણપત્રની ખરાઈ માટે આદિજાતિ કમિશ્નરની કચેરીમાં ગાંધીનગર પૂરતા પૂરાવા રજૂ કર્યા હોવા છતાં કોર્ કાર્યવાહી કરાઈ ન હતી.

READ ALSO

Related posts

ટ્રમ્પે બાહુબલીનો એડિટેડ વીડિયો RE-Tweet કરી કહ્યું, ‘ભારતના મિત્રોને મળવા આતૂર છું…’

Mayur

નમસ્તે ટ્રમ્પ: ‘હિસાબ’ની સ્થિતિ વધુ ગૂંચવાઈ, આગેવાનો સ્પષ્ટ જવાબ આપવાથી દૂર રહેવા માંડ્યા

Arohi

ડોનાલ્ડ ટ્રમ્પની ગુજરાત યાત્રાની તૈયારીઓનો સંપૂર્ણ ખર્ચ કોણ ભોગવશે? ખુદ મુખ્યમંત્રીએ સસ્પેન્સ પરથી ઉઠાવ્યો પડદો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!