GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

રાજ્યમાં કોરોનાના સતત 13 મા દિવસે રેકોર્ડબ્રેક 900ને પાર, ફક્ત જુલાઈમાં જ થયા 10 હજાર લોકો પોઝીટીવ

રાજ્યમાં કોરોના મહામારીના આંક સતત વધી રહ્યા છે. રાજ્યમાં સુરતમાં સંક્રમણનો આંક 8 હજારને પાર થયો છે. જ્યારે વડોદરામાં પણ મહામારીના આંક 3 હજારને પાર થઈ ચૂક્યા છે. રાજયમાં જુલાઈ મહિનામાં કોરોના કાબૂ બહાર થઈ ગયો છે. જૂન મહિનાના અંતમાં 500થી 600 જેટલા પોઝીટીવ કેસ આવતા તે વધીને આજે 900ને પાર કરી હજાર તરફ આગળ વધી રહ્યા છે. ગુજરાતમાં સતત નવા નવા રેકોર્ડ સાથે કોરોના સંક્રમણના આંક વધી રહ્યા છે. રાજ્યમાં કોરોના મહામારી કહેર બની રહી છે. રાજયમાં અમદાવાદમાં કોરોના સંક્રમણ 23 હજારને પાર થયું છે તો સુરતમાં 8 હજારથી વધુ લોકોને કોરોનાથી સંક્રમણ થઈ ચૂક્યું છે. વડોદરામાં પણ કોરોના મહામારીનો આંક 3 હજારને પાર થયો છે. તો ગાંધીનગરમાં પણ મહામારીનો આંક 1 હજાર નજીક પહોંચી ગયો છે.

સુરતની બદલાઈ ગઈ સૂરત, પોઝીટીવ કેસ 8 હજારને પાર

રાજ્યમાં કોરોના મહામારી ફક્ત અમદાવાદ પૂરતી સીમિત ન રહેતાં હવે રાજકોટ, ભાવનગર, મહેસાણા, ભરૂચ, જામનગર વલસાડ બનાસકાંઠા, ખેડા, આણંદ જૂનાગઢ સહિતના વિસ્તારોમાં કોરોના મહામારીના 300થી વધુ કેસ થઈ ચૂક્યા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં હવે કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં કોરોના મહામારીએ જુલાઈમાં આખી સુરત જ બદલી નાંખી છે. સુરતમાં કોરોના મહામારીના આજે વધુ 287 નવા પોઝીટીવ કેસ આવ્યા છે. સુરતમાં સૌથી વધુ 9 જુલાઈના 300થી વધુ પોઝીટીવ કેસ આવ્યા હતા. સુરત બાદ અમદાવાદમાં પણ કોરોના સંક્રમણનો આંક 23259 થયો છે. અમદાવાદમાં સતત મોતના આંક ઘટી રહ્યા છે.

રાજ્યમાં એક્ટિવ કેસ વધીને 11 હજાર થયા

રાજ્યમાં રિકવરી રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. અને એક્ટિવ કેસની ટકાવારી પણ 25 ટકાથી વધી ગઈ છે. રાજ્યમાં સતત વધતા કેસને પગલે એક્ટિવ કેસ 11 હજાર થઈ ગયા છે. આટલા કેસ તો છેક મે મહિનામાં નોંધાયા હતા. 18 મે સુધી રાજ્યમાં 11 હજાર લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. જુલાઈ મહિનામાં 10 હજાર નવા પોઝીટીવ કેસ સામે ફક્ત 200 જેટલા લોકોના જ રાજ્યમાં મોત નિપજ્યા છે. અર્થાત રાજ્યમાં કોરોનાને કારણે થતા મોતની સંખ્યા સતત ઘટી છે.

READ ALSO

Related posts

ગુજરાત સરકારે આજે જાહેર કરેલી શું છે કિસાન સહાય યોજનાના અને ખેડૂતોને કેવી રીતે મળશે લાભ

Bansari

BIG NEWS: ગુજરાતમાં ખરીફ પાક માટે ફ્રી વીમા યોજના, રૂપાણી સરકારની સૌથી મોટી જાહેરાત

pratik shah

અંદમાનને મળી ક્નેક્ટિવિટીની ભેટ, PM મોદીએ કહ્યું – પર્યટક સ્થળ તરીકે મળશે ઓળખાણ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!