GSTV

ગુજરાતમાં જીતુ વાઘાણી હાંસિયામાં ધકેલાયા, રાજ્યના 30 નેતાઓના લિસ્ટની યાદીમાંથી પણ થયા બાકાત

જીતુ

રાજ્યમાં યોજાનારી વિધાનસભાની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના તમામ બેઠકના ઉમેદવારો જાહેર કરી દીધા છે. જોકે, જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ તેની તૈયારીઓ પૂરજોશમાં આગળ વધી રહી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ બેઠકો પર પ્રચારની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

ભાજપે જાહેર કરેલી યાદીમાંથી જીતુ વાઘાણીનું નામ બાકાત

BJP

આ પ્રચાર પ્રસાર કરવા માટે ભાજપે જાહેર કરેલી યાદીમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખનું નામ બાકાત રખાતા ભારે કુતૂહલ જોવા મળ્યું છે. ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખનું કદ વેતરાયું હોવાની ચર્ચાઓએ જોર જગાવ્યું છે.રાજ્યના 30 નેતાઓના લિસ્ટની યાદીમાં મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ અને નાયબ મુખ્યમંત્રી સહિતના નેતાઓનાં નામ છે પરંતુ ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનું નામ પાર્ટીએ બાકાત રાખ્યું છે.

ભાજપની યાદીમાં આ નામો શામેલ

ગુજરાત

ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરેલી યાદીમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટટેલ, પરષોત્તમ રૂપાલા, આર.સી. ફળદુ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ભીખુભાઈ દલસાણિયા, ભરતસિંહ પરમાર, મનસુખ માંડવિયા, ભારતીબેન શિયાળ, આઈ.કે. જાડેજા, ગોરધનભાઈ ઝડફિયા, શંભુનાથજી ટુંડિયા, ઋત્વિજ પટેલ, જ્યોતિબેન પંડ્યા, સૌરભ પટેલ, ગણપત વસાવા, કુંવરજી ભાઈ બાવળિયા, જવાહર ચાવડા, રમણ પાટકર, વિભાવરી બેન દવે, ધર્મેન્દ્રસિંહ જાડેજા મોહન કુંડારિયા, વિનોદ ચાવડા, કે.સી. પટેલ, રમણલાલ વોરા, દિલિપ સંઘાણી, હિરા સોલંકી, અલ્પેશ ઠાકોરનો ભારતીય જનતા પાર્ટીએ સમાવેશ કર્યો છે.

Read Also

Related posts

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાનાં નવા દર્દીઓની સંખ્યા 1136 થઈ તો 1201 થયા સાજા અને 7 લોકોનાં થયા મોત

Mansi Patel

અમદાવાદ મહાનગરપાલિકાએ હર્ડ ઇમ્યુનીટીને લઇને ત્રીજો સર્વે કર્યો શરૂ, થોડા દિવસોમાં જ જાહેરાત થશે રિપોર્ટ

Nilesh Jethva

BIG BREAKING: બિહાર કોંગ્રેસ મુખ્યાલય સદાકત આશ્રમમાં IT રેડ, મળી આવી લાખોની રોકડ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!