GSTV

ગુજરાતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ન નીકળી પણ ભાજપના ભગવાનની નીકળી, રૂપાણી સરકારનું દિલ દરિયાદિલ

કોરોનાના સંક્રમણ વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે શક્તિ પ્રદર્શન કરવા યોજેલી રેલીને કારણે વિપક્ષને ભાવતુ રાજકીય ભોજન મળી રહ્યુ છે. ટૂંકમાં, પાટીલે કર્યુંને ભાજપ ભોગવી રહ્યું છે તેવો ઘાટ સર્જાયો છે.સત્રના ત્રીજા દિવસે ફરી આ મુદ્દો ગુંજ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે તો એવી ટિપ્પણી કરી કે, હિન્દુઓની કહેવાતી સરકારમાં ભાજપના ભગવાનની યાત્રા નિકળી, હજારોની ભીડ એકઠી થઇ ત્યારે કોરોનાનો ચેપ લાગ્યો નહીં.

પણ જયારે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવાની હતી ત્યારે કોરોનાના ચેપનો ડર લાગ્યો હતો. વાહ રે,ભાજપ સરકાર. ભગવાન માટે કાયદો ને ભાજપ માટે કાયદો નહીં. આવું કેવું ! પરમારે એવો ય કટાક્ષ કર્યો કે,ભાજપના રાજમાં વ્હાઇટ કોલર માફિયાનો દબદબો વધ્યો છે જે કોરોનાની જેમ દેખાતા જ નથી.

રૂપાણી સરકારનું દિલ દરિયાદિલ છે

ભારે વરસાદને પગલે ખેતીને થયેલાં નુકશાનના મુદ્દે વિપક્ષે કૃષિમંત્રીને નિશાને લીધા હતા. કૃષિમંત્રી આર.સી.ફળદુએ બે ચાર વાર એવો ઉલ્લેખ કર્યો કે, ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા મુખ્યમંત્રીએ મોટુ મન રાખ્યુ છે.પણ જયારે પાકવિમા મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ સવાલ પૂછ્યો ત્યારે કૃષિમંત્રીએ મૌન રહેવાનુ જ પસંદ કર્યુ હતું. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઇ જોશીએ એવી ટકોર કરીકે,સાહેબ, બોલવુ અલગ છેને,મોટુ મન રાખવુ અલગ છે. આ ટિપ્પણી સાંભળી કૃષિમંત્રી ફળદુએ પણ વળતો જવાબ આપ્યો કે, રૂપાણી સરકારનુ દિલ દરિયાદીલ છે.ખેડૂતો તો સરકારથી રાજી છે.માત્ર કોંગ્રેસ જ દુઃખી છે.

જેલમાં જઇ આવ્યા છતાંય ભાજપને અભિનંદન, વાહ ભૈ વાહ

ભાજપના ધારાસભ્ય પરષોતમત સાબરિયા સિંચાઇ કૌભાંડમાં જેલમાં જઇ આવ્યા હતાં ત્યાર બાદ કેસરિયો ખેસ ધારણ કરી લીધો હતો.એટલે જ ગૃહમાં ટુંકી મુદતના પ્રશ્નોતરી કાળ વખતે સાબરિયાએ સવાલ પૂછ્યો તે પહેલાં ખેડૂતો માટે જાહેર કરાયેલાં રાહત પેકેજને લઇને રૂપાણી સરકારને અભિનંદન આપ્યા હતાં. તે જ વખતે વિપક્ષના કોઇક ધારાસભ્યએ એવો ટોણો માર્યો કે,જેલમાં જઇ આવ્યા છતાંય ભાજપ સરકારને અભિનંદન. આમ,પક્ષપલટુઓને ગૃહમાં ય મ્હેણા ટોણા સાંભળવા પડે છે.

એક મંત્રીએ જમાડવાનુ બંધ કર્યુ ને,ધારાસભ્યોએ ટિફીન લાવવા પડયાં

મૂળ કોંગ્રેસી પણ રૂપાણી સરકારના એક મંત્રીએ કોરોનાના કારણે નહીં, પણ સરકારની સૂચનાથી વિધાનસભા સત્રમાં ધારાસભ્યોને જમાડવાનુ બંધ કર્યુ છે જેના લીધે ભાજપના ધારાસભ્યો હવે ટિફીન લઇને આવતા થયાં છે તો ઘણાં ધારાસભ્ય એમએલએ ક્વાર્ટસ જઇને જમે છે. ગત વિધાનસભામાં આ મંત્રીની ચેમ્બરમાં ધારાસભ્યોનો જમણવાર ચર્ચાનોવિષય બન્યો હતો.

યે અંદર કી બાત હૈ , મંત્રી વિભાવરી દવેએ ખોલ્યો એક રાઝ

ઝીરો ટકા વ્યાજથી એક લાખ મહિલાઓને લોન આપવા સરકારે નક્કી કર્યુ છે ત્યારે ગૃહમાં મંત્રી વિભાવરી દવે ઉદાહરણો ટાંકીને આખીય યોજનાની વિસ્તૃત સમજ આપવા પ્રયાસ કર્યો હતો. તેમણે એક એવુ ય રાઝ ખોલ્યું કે, સામાન્ય રીતે કોઇપણ પરિવારમાં પતિ ગમ તેટલુ કમાય પણ સ્ત્રી જ ઘરનુ અસરકારક રીતે મેનેજમેન્ટ કરી શકે છે.ઘરનુ સંચાલન કરવાની આવડતને કારણે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનુ સંચાલન કરવા નિર્મલા સિતારમનને નાણાં મંત્રીનો કારભાર સોંપ્યો છે.

સોફા પર બેઠેલાં ધારાસભ્યોને પ્રેક્ષક ગેલેરીમાં બેસતા ફાવતુ નથી

કોરોનાના કારણે વિધાનસભા ગૃહમાં પ્રેક્ષક ગેલેરીમાં ધારાસભ્યોને બેસવાની વ્યવસ્થા કરાઇ છે. જો કે, મોટાભાગના ધારાસભ્યોની ફરિયાદ છેકે, પ્રેક્ષક ગેેલેરીમાં ખુરશીઓ વચ્ચે ઓછી જગ્યા હોવાથી બેસતા ફાવતુ નથી. ઉભા થઇને બોલતા ફાવતુ નથી. ટેબલ ન હોવાથી કાગળિયા ખોળામાં લઇને બેસવુ પડે છે. પણ અત્યારે સમયને માન આપવુ પડે તેમ છે. ધારાસભ્ય કચવાટા મને બેસવા મજબૂર છે.

READ ALSO

Related posts

લાહોરની ગલીઓમાં લાગ્યા અભિનંદન અને મોદીના પોસ્ટર, પાક.ગૃહમંત્રીએ આ નેતાને ભારત મોકલી આપવાની શિખામણ આપી

Pravin Makwana

ઓનલાઇન મેડિસીનના વેચાણના કારણે સ્થાનિક દવા વેપારીઓને ભારે નુકસાન

Nilesh Jethva

બિહાર ચૂંટણી: રાજનાથ સિંહે ગજવી સભાઓ, કહ્યું હું મોઢું ખોલીશ તો એમની પોલ ખુલી જશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!