GSTV

દેશના 60% કોરોના કેસ 5 શહેરોના : ગુજરાતનું શહેર દેશમાં બીજા ક્રમાંકે, સૌથી ભયંકર ખરાબ હાલત આ શહેરની

ભારતમાં કોરોનાવાયરસ કેસની કુલ સંખ્યા 1.25 કરોડને વટાવી ગઈ છે. તેમાંથી 51,784 સારા થઈ ગયા છે. 3,720 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 80 ટકાથી વધુ મૃત્યુ 5 શહેરના છે. કોરોના ગીચ શહેરનો વૈભવી રોગ બની ગયો છે. મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને દિલ્હી રાજ્યોના શહેરોએ દેશને સૌથી વધું કોરોના આપ્યો છે. હાલમાં અમદાવાદ એ દેશમાં બીજા નંબરનું શહેર છે જ્યાં સૌથી વધારે કોરોનાના કેસો છે.

કોરોના

દેશના 5 શહેરોમાં 60 ટકાથી વધુ કેસ દિલ્હી, મુંબઇ, ચેન્નાઈ, અમદાવાદ અને થાણે છે. ગુજરાતમાં ત્રીજા સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે. ગુજરાતમાં કુલ કેસ 13,268 છે. આમાંથી 9,724 કેસ 80 ટકા ફક્ત અમદાવાદના છે. શહેરમાં અત્યાર સુધીમાં 3,658 લોકો સારવાર બાદ સાજા થયા છે જ્યારે મૃત્યુઆંક 645 પર પહોંચી ગયો છે. અમદાવાદમાં સક્રિય કેસની સંખ્યા 5,421 છે. ગુજરાતના કુલ બનાવોમાં અમદાવાદ સૌથી આગળ છે. જો વસતી પ્રમાણે ગણતરી કરવામા આવે તો અમદાવાદ દેશનું પ્રથમ શહેર બની ગયું છે જ્યાં રાજ્યના સૌથી વધું બનાવો બન્યા હોય.

મહારાષ્ટ્ર, કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત, કુલ 44,582 કેસ છે. તેમાંથી, 27,251 ફક્ત મુંબઈના છે, એટલે કે રાજ્યના 61 ટકાથી વધુ કેસો મુંબઈ શરેહના છે. આટલું જ નહીં, દેશના કુલ કોરોના કિસ્સાઓમાં 21.8 ટકા એકલા મુંબઇના છે. આનો અર્થ એ છે કે દેશના દરેક પાંચમાં ચેપગ્રસ્ત મુંબઈ શહેરનો છે. મુંબઈમાં અત્યાર સુધીમાં 5,769 દર્દીઓ સાજા થયા છે જ્યારે 909 લોકો મૃત્યુ પામ્યા છે.

મહારાષ્ટ્ર સૌથી ગંભીર રાજ્ય બની ગયું છે

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 12,319 કેસ નોંધાયા છે. દેશના કુલ કેસમાંથી માત્ર 10 ટકા કેસ દિલ્હીના છે. અહીં 5,897 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થયા છે જ્યારે 208 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

તમિળનાડુ દેશમાં બીજું સૌથી વધુ કોરોનાથી પ્રભાવિત રાજ્ય છે. અહીં કુલ 14,753 કેસ છે. તેમાંથી મોટાભાગના રાજધાની ચેન્નઇમાં છે. અત્યાર સુધીમાં 9,370 કેસની પુષ્ટિ થઈ છે. તેમાંથી 5,527 સક્રિય છે જ્યારે 3,773 ઉપચાર બાદ સાજા થયા છે. ચેન્નાઇમાં 70 લોકોના મોત થયા છે. થાણેમાં અત્યાર સુધી 5,717 લોકોને કોરોનાથી ચેપ લાગ્યો છે. તેમાંથી 84 લોકોનાં મોત નીપજ્યાં છે. 1,172 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થયા છે જ્યારે 4,461 હજુ સારવાર હેઠળ છે.

Related posts

મિત્રની યાદમાં 18 જેટલા સેવાભાવી યુવાનો 7 વર્ષથી ફ્રીમાં આપી રહ્યા છે કૃત્રિમ ઓક્સિજનની સેવા

Nilesh Jethva

ગિલગિત-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન કરાવી રહ્યું છે ચૂંટણી, ભારતે કર્યો વિરોધ

Mansi Patel

પરેશ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતવ ભરતસિંહ સોલંકીને મળવા પહોંચ્યા હોસ્પિટલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!