GSTV

અમોઘ શસ્ત્ર/ ગુજરાતમાં રસીકરણની ઘટી રહેલી ગતિ ચિંતાનો વિષય, સોમવારે ટોપ 12ના રાજયોમાં પણ ન થયો સમાવેશ

રસીકરણ

Last Updated on July 27, 2021 by Bansari

કોરોના સામેના મહાયુદ્ધમાં વેક્સિનેશન અમોઘ શસ્ત્ર છે. અન્ય રાજ્યોમાં જ્યાં વેક્સિનેશનનું પ્રમાણ સતત વધારવામાં આવી રહ્યું છે ત્યાં ગુજરાતમાં વેક્સિનેશનનું પ્રમાણ આશ્ચર્યજનક રીતે ઘટી રહ્યું છે. રાજ્યમાં રવિવારે ૩.૨૨ લાખ જ્યારે સોમવારે માત્ર ૧.૭૫ લાખને કોરોના રસી આપવામાં આવી હતી. આમ, એક જ દિવસમાં રસીકરણમાં અડધાથી પણ વધુનો ઘટાડો નોંધાયો છે. સોમવારે એક જ દિવસમાં સૌથી વધુ રસીકરણ થયું હોય તેવા ટોચના ૧૨ રાજ્યોમાં પણ ગુજરાતનો સમાવેશ નથી.

રસી

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં કેટલુ રસીકરણ

સોમવારે આંધ્ર પ્રદેશ-મધ્ય પ્રદેશમાંથી ૧૦ લાખથી વધુ લોકોને કોરોના રસીથી સુરક્ષિત કરાયા હતા. જેની સરખામણીએ ગુજરાતમાં માત્ર ૧,૭૫,૯૭૧ વ્યક્તિને કોરોના રસી આપવામાં આવી હતી. જેમાં ડાંગમાંથી સૌથી ઓછા ૫૦૪, નવસારીમાંથી ૯૦૭ને જ કોરોના રસી અપાઇ હતી. સોમવારે વડોદરા કોર્પોરેશનમાંથી સૌથી વધુ ૧૪૨૭૪, સુરત કોર્પોરેશનમાંથી ૧૨૦૪૪, અમદાવાદ કોર્પોરેશનમાંથી ૧૦૪૯૭, ગીર સોમનાથ-દેવભૂમિ દ્વારકામાંથી ૭૧૯૧ને કોરોના રસી આપવામાં આવી હતી. રાજ્યના મોટાભાગના જિલ્લામાં રસીકરણનું પ્રમાણ ૫ હજારથી ઓછું જ નોંધાયું હતું.

રસીકરણ

રાજ્યમાં કુલ ૩.૧૮ કરોડ લોકોએ લીધી કોરોના રસી

ગુજરાતમાં અત્યારસુધી કુલ ૨.૪૨ કરોડને કોરોના રસીનો પ્રથમ ડોઝ જ્યારે ૭૫.૧૬ લાખ લોકો બીજો ડોઝ લઇ ચૂક્યા છે. આ સાથે જ રાજ્યમાં કુલ ૩.૧૮ કરોડ લોકો કોરોના રસી લઇ ચૂક્યા છે. કુલ સૌથી વધુ રસીકરણમાં ઉત્તર પ્રદેશ ૪.૫૧ કરોડ સાથે મોખરે, મહારાષ્ટ્ર ૪.૧૭ કરોડ સાથે બીજા, ગુજરાત ત્રીજા, રાજસ્થાન ૩.૦૫ કરોડ સાથે ચોથા અને કર્ણાટક ૨.૯૧ કરોડ સાથે પાંચમાં સ્થાને છે. જોકે, અન્ય રાજ્યોમાં જે રીતે રસીકરણની ગતિ વધી રહી છે એ જોતાં ગુજરાત હવે કેટલો સમય સૌથી વધુ રસીકરણમાં ટોપ-૩માં સ્થાન જાળવી રાખે છે તે કહેવું મુશ્કેલ છે.

રસી

ગુજરાતમાંથી ૧૮-૪૪ વયજૂથમાંથી સૌથી વધુ ૧.૭૮ કરોડ, ૪૫-૬૦ વયજૂથમાંથી ૧.૪૮ કરોડ, ૬૦થી વધુ વયજૂથમાં ૧.૦૯ કરોડ લોકો દ્વારા કોરોના રસી લેવામાં આવી છે. જાણકારોના મતે, ગુજરાતમાં રસીકરણની ઘટી રહેલી ગતિ ચિંતાનો વિષય છે. હવે ત્રીજી લહેરનું જોખમ તોળાઇ રહ્યું છે ત્યારે હકીકતમાં મોડી રાત સુધી રસીકરણ કરવામાં આવવું જોઇએ. જેના સ્થાને ગુજરાતમાં માત્ર સવારે ૧૦થી સાંજે ૬ સુધી જ રસી આપવામાં આવે છે અને તે પૂરતું નથી.

Read Also

Related posts

દંગલ: કંગના રનૌત Vs જાવેદ અખ્તર: બદનક્ષીના કેસમાં આવ્યો ટ્વિસ્ટ, કંગનાએ કર્યો કાઉન્ટર કેસ, કોર્ટમાં થઈ હાજર

pratik shah

Uttarakhand Cloud Burst / વાદળ ફાટતા ચમોલીમાં ભારે તબાહી, ભૂસ્ખલનથી ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે બંધ

Dhruv Brahmbhatt

Vodafone-Ideaના ધાંધિયા: આટલા કલાક બંધ રહેશે ઇન્ટરનેટ, લાખો યુઝર્સને આવી રહી છે આ સમસ્યા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!