GSTV

કોરોના બાદ અતિવૃષ્ટિમાં મોતના આંકમાં પણ ગુજરાત દેશમાં ટોપ થ્રીમાં, સરકાર અધિકારીઓને ભરોસે

ગુજરાતમાં એક તરફ કોરોના કેર વર્તાવી રહ્યો છે અને દરરોજ અનેક લોકોના તેનાથી મૃત્યુ થઇ રહ્યા છે. બીજી તરફ આ વખતે ભારે વરસાદે પણ ૧૯૦ વ્યક્તિનો ભોગ લઇ લીધો છે. ચોમાસાની સિઝનમાં આ વખતે ૪૧.૩૮ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૧૨૬.૫૦% વરસાદ નોંધાઇ ચૂક્યો છે અને અનેક જિલ્લાઓ હાલ અતિવૃષ્ટિનો સામનો કરી રહ્યા છે. આ વખતે ભારે વરસાદથી દેશના જે રાજ્યમાં સૌથી વધુ વ્યક્તિના મૃત્યુ થયા હોય તેમાં ગુજરાત બીજા સ્થાને છે. આ ઉપરાંત ભારે વરસાદથી ગુજરાતમાં ૮૯૭ ગાય-ભેંસે પણ જીવ ગુમાવ્યો છે. હાલમાં રૂપાણી સરકાર અધિકારીઓના ભરોસે ચાલી રહી છે.

ચોમાસાની સિઝનમાં આ વખતે પશ્ચિમ બંગાળમાંથી સૌથી વધુ ૨૫૮ વ્યક્તિના મૃત્ય થયા છે જ્યારે ગુજરાત-મહારાષ્ટ્ર ૧૯૦ સાથે સંયુક્ત રીતે બીજા સ્થાને છે. સમગ્ર દેશમાં ચોમાસાની સિઝનમાં ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી ૧૫૦૩ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે. ગુજરાતમાં આ વખતે ભારે વરસાદથી ૧૯૦થી વધુ વ્યક્તિના મૃત્યુ થયા હોય તેવું સતત બીજા વર્ષે બન્યું છે. અગાઉ ગત વર્ષે ૧૯૫ વ્યક્તિના વરસાદથી મૃત્યુ થયા હતા. આમ, ગુજરાતમાંથી બે વર્ષમાં ૨૮૫ વ્યક્તિના ભારે વરસાદથી જીવ ગુમાવી ચૂક્યા છે.

ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં આ વખતે ૮૯૭ જ્યારે ગત વર્ષે ૮૪૭ ગાય-ભેંસના મૃત્યુ થયા હતા. આમ, ગત વર્ષની સરખામણીએ આ વખતે ગાય-ભેંસના મૃત્યના પ્રમાણમાં વધારો થયો છે.ચોમાસાની સિઝનમાં આ વખતે જે રાજ્યમાં સૌથી વધુ ગાય-ભેંસના મૃત્યુ થયા હોય તેમાં ગુજરાત ત્રીજા સ્થાને છે. મધ્ય પ્રદેશમાંથી સૌથી વધુ ૧૨૯૦, અરૃણાચલ પ્રદેશમાંથી ૧૧૫૮ના મૃત્યુ થયા છે.

ગુજરાતમાં ભારે વરસાદથી આ વખતે ૬૬૧૨ જ્યારે ગત વર્ષે ૫૩૧૮ ઘર-ઝુંપડપટ્ટીને નુકસાન થયું હતું. જોકે, ગુજરાતમાં આ વખતે પાકને કેટલું નુકસાન થયું છે તેના અંગેની વિગતો જાહેર કરવામાં આવી નથી. ગુજરાતમાં આ વખતે ચોમાસા દરમિયાન ૧૪ રેસ્ક્યુ ટીમ તૈનાત કરવામાં આવી હતી. તેમના દ્વારા ૨૯૮ વ્યક્તિને ઉગારવામાં આવ્યા હતા જ્યારે ૩૫ને સલામત સ્થળે ખસેડાયા હતા. કુલ ૩૬ પ્રાણીઓને બચવાયા હતા અને ૪૨ને તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી. ગુજરાતમાં ભારે વરસાદથી થતાં મૃત્યુઆંકમાં છેલ્લા બે વર્ષથી વધારો થઇ રહ્યો છે. અગાઉ ૨૦૧૬-૧૭માં ૮૫, ૨૦૧૮-૧૮માં ૨૨૯ વ્યક્તિના મૃત્યુ થયા હતા.

ચોમાસામાં આ વખતે ભારે વરસાદથી કયા રાજ્યમાં વધુ મૃત્યુ?

રાજ્ય – વ્યક્તિના મોત

  • પશ્ચિમ બંગાળ – ૨૫૮
  • ગુજરાત – ૧૯૦
  • મધ્ય પ્રદેશ – ૧૯૦
  • આસામ – ૧૪૧
  • કર્ણાટક – ૧૧૮
  • કેરળ – ૧૧૬
  • મહારાષ્ટ્ર – ૭૮
  • ઉત્તરાખંડ – ૬૨
  • છત્તીસગઢ – ૫૯
  • જમ્મુ કાશ્મીર – ૫૮
  • દેશમાં કુલ – ૧૫૦૩

Related posts

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!