GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

સમાચાર એક ક્લિકે : જૂઓ ગુજરાતમાં આજે બનેલી નાની-મોટી ખબરો

વલસાડ

  • વલસાડ ખાતે રાજપૂત કરણી સેના દ્વારા વલસાડ જિલ્લા કરણી સેનાની  સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રસંગે રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.જેમાં  મોટી સંખ્યામાં રાજૂપત સમાજના લોકો જોડાયા હતા.આ રેલીમાં ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ સહીત સુરત, નવસારી, વાપી તથા અન્ય શહેરોમાંથી રાજપૂત સમાજના લોકો જોડાયા હતા.

પાટણ

  • સાંતલપુર તાલુકાના મઢુંત્રા ગામના તળાવમાં 7 બાળકો ડૂબ્યા હતા. સ્થાનિક તરવૈયા  દ્વારા શોધખોળ આદરવામાં આવી હતી. તમામ બાળકો મઢુંત્રા ગામના રહેવાસી છે. તરવૈયા દ્વારા શોધખોળ કરતા ત્રણ બાળકોની લાશ મળી હતી. જ્યારે અન્ય બાળકોની શોધખોળ જારી રાખવામાં આવી હતી.

અમદાવાદ

  • અમદાવાદના લાંભા ગામના તળાવમાં બે યુવાનો અને એક મહિલાનું માછલીઓ પકડવા જતા પાણીમાં ડૂબી જતા મોત નિપજ્યુ હતુ.ફાયર વિભાગે લાશોને બહાર કાઢી હતી.ઘટના બનતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે પહોંચ્યા હતા.

આણંદ

  • આણંદના ગામડી ગામે એક મોટી દુર્ઘટના સર્જાઇ છે.પીડબ્લયૂડીના ક્વાર્ટરમાં ખાર કૂવો ગાળવાની કામગીરી થઇ રહી હતી.જેમાં અચાનક ચાર કામદારો દટાઇ ગયા.તાત્કાલીક બચાવ કામગીરી હાથ ધરાઇ.પરંતુ આ કમનસીબ ઘટનામાં 1 કામદારનું મોત થઇ ગયું.જ્યારે અન્ય 3 કામદારોને ઇજા પહોંચતા તેમને હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરાઇ છે.

Related posts

અનલોક પાર્ટ-2 શરૂ થતા જ દારૂની ખેપ વધી, રાજસ્થાનથી ઓટો રિક્ષામાં દારૂ લાવતા બે વ્યક્તિની ધરપકડ

Nilesh Jethva

લોકડાઉનને કારણે અમદાવાદમાં કિચન ગાર્ડનના શોખીનોની સંખ્યામાં વધારો

Nilesh Jethva

લેસ્બિયન સંબંધને પરિવારે ના સ્વીકાર્યો, તરુણીને પામવા યુવતીએ ભર્યું આવુ પગલું

Bansari
Do NOT follow this link or you will be banned from the site!