GSTV

ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો ગરીબ વર્ગના આશરા માટે ઓછા અને પૈસા કમાવાનું સાધન વધારે બની ગયા

ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ઈડબલ્યુએસ અને એલઆઈજીના મકાનો ફાળવવામાં આવે છે. પરંતુ હવે આ મકાનો ગરીબ વર્ગના આશરા માટે ઓછા અને પૈસા કમાવાનું સાધન બની ગયા હોય તેવું લાગી રહ્યું છે.

શહેરના ચેનપુર વિસ્તારમાં આવેલ સરદાર પટેલ આવાસ યોજનામાં આવેલા 472 મકાનોમાંથી 180થી વધારે મકાનો ભાડે આપવામાં આવ્યા છે. જેને લઇને ફ્લેટના રહીશો વિરોધ નોંધાવી રહ્યાં છે. જે મૂળ મકાન માલિક પોતે આ મકાનનો ઉપયોગ નથી કરતા. પરંતુ પૈસા કમાવવા ભાડે આપે છે. જેને લઈને ન્યુસન્સ ફેલાતું હોવાનો ફલેટના રહીશો કરી રહ્યાં છે. જે અંગે પોલીસ સ્ટેશનથી લઈને અનેક જગ્યાએ રજુઆત કરવા છતાં આ પ્રશ્નોનો કોઈ ઉકેલ હજુ સુધી આવ્યો નથી.

READ ALSO

Related posts

દેશનું યુવાધન નશાના રવાડે: 1.48 કરોડ બાળકો-કિશોરો હોમાઈ રહ્યા છે નશાના ખપ્પરમાં

pratik shah

રાજસ્થાનમાં ચાલી રહેલા આંદોલનને પગલે અરવલ્લી જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

Nilesh Jethva

કોરોનાકાળમાં ઘણા લોકો છોડી રહ્યા છે કશ મારવાનું, જાણો શું છે કારણ!

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!