ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકારનું ગૃહવિભાગ ટૂંક સમયમાં નવો વટ હુકમ લાવી શકે છે. આ વટ હુકમથી ગુજરાત ATSના કર્મચારીઓની લાંબા સમયથી પડતર રહેલી માંગનો ઉકેલ આવી શકે છે. સરકાર રિસ્ક એલાઉન્સની પણ ટૂંક સમયમાં જાહેરાત કરી શકે છે. જેમાં કર્મચારીઓને પાંચમા પગાર પંચ પ્રમાણે સામાન્ય(બેઝિક) પગારના 45 ટકા જેટલું આપે તેવી શક્યતાઓ આંકવામાં આવી છે.
બેઝિક પગારના 45 ટકા રિસ્ક એલાઉન્સ આપવા ગૃહ વિભાગની કવાયત

- રાજ્ય સરકારનું ગૃહ વિભાગ આગામી દિવસોમાં લાવી શકે છે એક નવો વટ હુકમ
- ATS કર્મચારીઓ ઘણા લાંબા સમયથી પડતર માંગનો આવી શકે છે નિવેડો
- સરકાર આગામી સમયમાં રિસ્ક એલાઉન્સ કરી શકે છે જાહેર
- ATS ના કર્મચારીઓ માટે થઈ શકે છે રિસ્ક એલાઉન્સની જાહેરાત
- પાંચમા પગાર પચ પ્રમાણે બેઝિક પગારના 45 ટકા રિસ્ક એલાઉન્સ આપવા ગૃહ વિભાગની કવાયત
- હાલ ગુજરાતના મુખ્યમંત્રીની સુરક્ષામાં રોકાયેલા ચેતક કમાન્ડોને આપવામાં આવે છે રિસ્ક એલાઉન્સ
- સરકાર વટ હુકમ બહાર લાવીને હવે ATSને કર્મચારીઓ અને અધિકારીઓ માટે રિસ્ક એલાઉન્સ આપશે
રિપોર્ટસ અનુસાર આ રિસ્ક એલાઉન્સ હાલમાં મુખ્યમંત્રીની સુરક્ષામાં ફરજ બજાવનાર ચેતક કમાન્ડોને આપવામાં આવે છે. તો બીજી તરફ ગુજરાત ATSના જાંબાઝ જવાનો ઘણા સમયથી ડ્રગ્સ માફિયાઓ સાથે બાથ ભીડીને સમગ્ર નેટવર્ક તોડવામાં સફળ રહ્યા છે, સાથે સાથે રાજ્યની સુરક્ષા અંતર્ગત પણ મોટા ઓપરેશનો પણ પાર પાડ્યા છે. આ કારણે ATSના અધિકારીઓ, કર્મચારીઓ અને જવાનો પર અને તેમના પરિવાર પર પણ જોખમમાં વધારો થયો છે.
ગુજરાતના મુખ્યમંત્રીની સુરક્ષામાં રોકાયેલા ચેતક કમાન્ડોને આપવામાં આવે છે રિસ્ક એલાઉન્સ
ગુજરાત પોલીસમાં સાતમા પગારપંચનો અમલ કરવામાં આવી રહ્યો છે, પરંતુ રિસ્ક એલાઉન્સની વાત કરીએ તો તે પાંચમા પગાર પંચ પ્રમાણે મળશે. રિસ્ક એલાઉન્સ પ્રમાણે જો ગણવામાં આવે તો તે કર્મચારીના બેઝીક પગાર પર ગણવામાં આવશે, બેઝીક પગાર જો 24 હજાર હોય તો 45 ટકા પ્રમાણે 10હજાર 800 થાય. ઉલ્લેખનીય છે કે ગૃહ વિભાગ દ્વારા રિસ્ક એલાઉન્સ ટૂંક સમયમાં લાગું પડશે.
READ ALSO
- BHAVNAGAR / પત્નીના ત્રાસથી કંટાળી પતિએ શરીર પર પેટ્રોલ છાંટી પોલીસ સ્ટેશનમાં જ કર્યો આત્મદાહનો પ્રયાસ
- વડોદરા : ઓરસંગ નદીમાં આધેડને મગર ખેંચી જતા ભારે શોધખોળના અંતે ફાયર ફાઈટરને મૃતદેહ મળ્યો
- RAJKOT / મોટામવા વિસ્તારમાં પાણીના ટાંકામાં પડી જતા ચોકીદારની 3 વર્ષની બાળકીનું કરૂણ મોત
- મહારાષ્ટ્રમાં અમિત શાહના રાહુલ પર પ્રહાર: ‘રાહુલ બાબા દેશને બદનામ કરવામાં વ્યસ્ત, ભારતમાં બહુ ઓછા લોકો તેમની વાત સાંભળે છે’
- નસીરુદ્દીન શાહે માંગવી પડી પાકિસ્તાનીઓની માફી, જાણો શું છે મામલો