GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

ગુજરાતના ગૃહમંત્રીને ગંભીર બિમારી : હોસ્પિટલમાં ICUમાં દાખલ, કરાયું ઓપરેશન

રૂપાણી સરકારમાં ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાને કેન્સર છે અને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ગઈકાલે તેમનું ઓપરેશન થયુ છે. પ્રદિપસિંહ જાડેજાને ગળાનું કેન્સર છે. તેઓ હાલ એચસીજી હોસ્પિટલમાં જ છે અને તબિયત સુધારા પર છે. તેમનું મેડિકલ બુલેટિન થોડા સમય બાદ બહાર પડે તેવી સંભાવના છે. 3 દિવસ સુધી તેમને icuમાં રખાશે તેમ તબિબોએ જણાવ્યું છે. સોમવારે ખાનગી હોસ્પિટલમાં કરાયું છે અોપરેશન. જે અોપરેશન લગભગ 7 કલાક સુધી ચાલ્યું છે.

હોસ્પિટલના મેડિકલ બુલેટિન મુજબ ડોકટર કૌસ્તુભ પટેલ અને તેમની ટીમે ગઈકાલે સફળતા પૂર્વક સર્જરી પૂર્ણ કરી છે. આગામી 48થી 72 કલાક સુધી હોસ્પિટલના આઈસીયુમાં જાડેજાને સઘન દેખરેખમાં રખાયા છે. દેખરેખ બાદ હોસ્પિટલ રજા આપશે કે નહીં તે જાહેર કરશે. અમદાવાદની વટવા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે. તેમણે બીએસસી (કેમેસ્ટ્રી)નો અભ્યાસ કર્યો છે. 1962માં જન્મેલા જાડેજા કેમિકલ કન્સલ્ટન્સીનો બિઝનેસ કરે છે.

પ્રદિપસિંહને ભાજપના અમિત શાહ અને વિજયભાઈ રૂપાણી સાથે ઘનિષ્ઠ સંબંધો છે. ગુજરાત ભાજપના પ્રદિપસિંહ જાડેજા સંકટમોચક છે. હાલ HCG હોસ્પિટલના રૂમ નમ્બર – 8માં દાખલ કરાયા છે. સોમવારે સાંજે ગૃહ રાજયમંત્રીનું કેન્સરનું ઓપરેશન કરવામાં આવ્યું હતુ. ઓપરેશન બાદ હાલ તબિયત સારી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાના ટેલિફોનિક ખબર અંતર પૂછ્યા છે. ગાંધીનગરનાં મહાત્મા ગાંધીની 150મી જન્મ જયતિ સમારોહ બાદ મળવા આવે તેવી શક્યતા છે. પ્રદીપ સિંહ જાડેજાની ખબર અંતર પૂછવા  અાજે સવારે એડમીન ડીજીપી ટી.એસ.બિસ્ટ HCG હોસ્પિટલ પહોંચ્યા હતા.

Related posts

ગાંધીનગર ખાતે જાહેરમાં રાજ્ય સરકારનું બેસણું યોજતા દિનેશ બાંભણીયા સહિત અન્ય યુવકોની ધરપકડ

Nilesh Jethva

રાજ્યમાં આ બે ઈન્જેક્શનોની અછત: 20 હજાર ઈન્જેક્શનનો ઓર્ડર આપ્યો હોવાનો સરકારનો દાવો

Nilesh Jethva

રાજ્યમાં અનલોક 2 ના પ્રથમ સપ્તાહમાં સતત નવા રેકોર્ડ સાથે 5000 પોઝીટીવ સામે 3000 દર્દીઓ થયા સાજા

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!