GSTV

સૌરાષ્ટ્ર માટે ખુશખબર/ પ્લેનમાં બેસવા અમદાવાદ આવવાની નહીં જરૂર પડે, 1400 કરોડના ખર્ચે આ એરપોર્ટ આ વર્ષે બની જશે

એરપોર્ટ

Last Updated on June 19, 2021 by Bansari

રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર હીરાસર ગ્રીનફિલ્ડ ઈન્ટર નેશનલ એરપોર્ટ આકાર લઈ રહ્યું છે. રૂા.૧૪૦૦ કરોડના અંદાજિત ખર્ચવાળો આ પ્રોજેકટ જો બધું ઠીકઠાક ચાલતું રહ્યું તો માર્ચ-ર૦ર૩ સુધીમાં પુર્ણ થઈ જવાનું અનુમાન છે, અને આ એરપોર્ટ બની જાય પછી રાજકોટ-સૌરાષ્ટ્રના પેસેન્જરોને મુંબઈ-દિલ્હી-ચેન્નઈ કે અમદાવાદ પણ ગયા સિવાય સીધા રાજકોટથી જ કનેકટીંગ ઈન્ટર નેશનલ ફલાઈટસ ઉપલબ્ધ બની શકે છે.

આ પ્રોજેકટમાં પ્રથમ ફેઝનું કામ અંદાજે ૬૭૦ કરોડનુ છે, જે ઓગસ્ટ ર૦રર સુધીમાં પુર્ણ થશે ટર્મીનલ બિલ્ડીંગ સહિતનું કામ બીજા ફેઝમાં આવશે, જે ટૂંક સમયમાં શરૂ થશે અને ડીસે-ર૦રર સુધીમાં પૂર્ણ કરી માર્ચ-ર૦ર૩ સુધીમાં પ્રોજેકટ લોંચ કરી દેવાનો લક્ષ્યાંક પ્રોજેકટ પર દેખરેખ રાખી રહેલા જનરલ મેનેજર લોકનાથ પાધેરે જણાવ્યું કે ‘ઈ’ કેટેગરીના મોટાં એરક્રાફટને અનુરૂપ રન-વે પ્રત્યેક કલાકમાં ૧ર એરક્રાફટ લેન્ડ કરાવી શકનારો હશે, એરપોર્ટમાં એક સાથે ૧૪ વિમાન ઉભાં રાખી શકાય એવો વિશાળ એપ્રન એરિયા રાખવામાં આવશે. દર કલાકે ૧૮૦૦ મુસાફરોનું હેન્ડલિંગ કરી શકે એવું ગંજાવર ટર્મિનલ બિલ્ડિંગ બનાવાશે. હાલ ૩૦૪૦ મીટરના સિંગલ રન-વેની કામગીરી ૪૬ ટકા થઈ ગઈ છે.

એરપોર્ટ

આ પ્રોજેકટ લીધા સ્થાનિકોને રોજગારીમાં વધારો થઈ શકે છે. લોકોના પરીવહન-મુસાફરી સેવાઓની ગુણવતા પણ વધશે. એટલું જ નહીં, લાંબા ગાળે આ વિસ્તારનો વિકાસ થવાની સાથે લોકોને સીધો લાભ મળતો થશે. પ્રધાનમંત્રીશ્રીનું પણ વિઝન છે કે સામાન્ય લોકોને પોસાય તેવી ઉડાન સેવાઓ ઉપલબ્ધ થાય અને તે માટે સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

૧૨ થી ૧૪ મીટરની ઊંચી-નીચી જમીનનું માંડમાંડ લેવલિંગ

આ જગ્યા ઉપરની જમીન ખૂબ જ ખાડા ટેકરા વાળી હોવાથી આ ઉબડખાબડ જમીનનું લેવલીંગ કરવાનું કાર્ય પડકારજનક હતું. કોઈક સ્થળે ૧ર થી ૧૪ મીટર જમીન ઊંચી-નીચી હોવાથી મોટા પાયે મશીનરી, મેનપાવર મૂકીને તેના લેવલીંગની કામગીરી કરવામાં આવી રહી છે. એપ્રન એરિયાનો પથારો ૩૫૪-૧૫૨ મીટર રહેશે. પેરેલલ ટેકસી ટ્રેક ત્રણ લિન્કથી જોડાયેલ છે. જેનું કામ પણ ૯૦ ટકા પૂર્ણ થયેલ છે. જયારે ગ્રેડિંગ વર્ધ પ૦ ટકા થઈ ગયું છે. ર૭ કિ.મી., બાઉન્ડ્રી વોલ પૈકી સાત કિ.મી.નું કામ પૂર્ણ થઈ ગયું છે. એ પહેલા ઓપરેશન વોલ પણ અંદાજે ૧૧ થી ૧૪ કિ.મી.ની રહેશે. જયાં સમાંતર ડામર રોડ અને વોચ ટાવરો પણ ઉભા કરાશે. મોટું ફાયર સ્ટેશન પણ બનાવવામાં આવી રહ્યું છે. ટ્રેકને ટ્રાફિક મુકત કરવા માટે આઈસોલેટેડ ઝોન પણ બનાવવામાં આવી રહ્યો છે. અમદાવાદ નેશનલ હાઈવે ટચ એપ્રોચ રોડ અને ત્યાંથી અંદાજે ત્રણ કિ.મી. બન્ને સાઈડ એન્ટ્રી માર્ગ પર પ્લાન્ટેશન અને વિશાળ પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

એરપોર્ટ

બોકસ કલરવર્ટની ડિઝાઈન હજુ ન મળતાં રન-વેનું કામ ધીમું

હીરાસર એરપોર્ટના રન-વે હેઠળથી પાણીનો પ્રવાહ પસા થતો રહેવા દેવા બોકસ કલવર્ટ પધ્ધતિ અપનાવવામાં આવી રહી છે પરંતુ તેની ડીઝાઈન હજુ એરપોર્ટ ઓર્થોરીટીને નહીં મળી હોવાથી રન-વેનું કામ હાલ ગો-સ્લો મોશનમાં છે.

એરપોર્ટ એટ એ ગ્લાન્સ

  • ૬૭૦ કરોડનું ફેઝ-૧ નું કામ ૭૩૫ કરોડ બીજા તબક્કાનો ખર્ચ ૧૪૦૫ કરોડ પ્રોજેકટ કોસ્ટ
  • ૩૦૪૦ મીટરનો રન-વે
  • ૪૫ મીટર રન-વેની પહોળાઈ
  • ર૭ કિ.મી.લાંબી બાઉન્ડ્રી વોલ
  • ૧૧ કિ.મી.અગાઉની ઓપરેશન વોલ રપ૦ ઈજનેરો કામ ઉપર
  • ૧૩૦૦ શ્રમિકો-કામદારોની ફૌજ
  • ૧૦૦ ડમ્પર સાઈટ પર કાર્યરત

સાઈટ પરનો ચેકડેમ એરપોર્ટ ઓર્થોરીટી માટે સમસ્યારૂપ બન્યો હતો. પાણી કયા લેવલે પહોંચીને બહાર નીકળશે, ફલો કેટલો હોઈ શકે, કેટલાં પાણીનો નિકાલ થતો રહેશે, અંદર આવનારો જળ જથ્થો કેટલો હશે, કલવર્ટ બોકસનું ઓપનિંગ કયાં આગળ, સાઈઝ શું વગેરે વિશે દેખીતી રીતે જ સ્થાનિક તંત્ર પાસે જ ડેટા હોય અને એરપોર્ટ ઓર્થોરીટીને જળ પ્રવાહની કશી ખબર ન હોય એ સ્વાભાવિક છે. બોકસ કલવર્ટ મુજબની ડિઝાઈન સ્ટેટ એવિએશન ડિપાર્ટમેન્ટ અને સ્થાનિક તંત્રના ફીડબેક આધારિત હશે, જે હજુ સુધી તૈયાર થઈને મળી નથી એમ જાણવા મળે છે.

Read Also

Related posts

પાર્ટી ઓન? સુરતના ઉમરા વિસ્તારમાં ડીજે ના તાલમાં મગ્ન યુવા ધન ભૂલ્યા માસ્ક, કોરોના પણ ડાન્સમાં મસ્ત!

pratik shah

મેકઓવર: યોગી કેબિનેટનું આજે વિસ્તરણ, જિતિન પ્રસાદની જગ્યા ફિક્સ, આનંદીબેન પટેલ સાંજે લેવડાવશે શપથ

Pravin Makwana

મુખ્યપ્રધાન બન્યા બાદ ભૂપેન્દ્ર પટલે પ્રથમ વખત વિધાનસભા સત્રની કાર્યવાહીમાં આપશે હાજરી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!