GSTV
Gujarat Polls 2017 World ટોપ સ્ટોરી

ગુજરાત-હિમાચલ પ્રદેશના ચૂંટણી પરિણામો પર વિદેશી મીડિયાએ શું કહ્યું?

ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં પીએમ મોદી અને ભાજપની જીતની દુનિયાભરમાં ચર્ચા છે. વિદેશી મીડિયાએ પણ તેમની હેડલાઈનમાં સ્થાન આપ્યું છે. જેમાં પાકિસ્તાન મીડિયા પણ છે.

ભાજપની જીત પર પાકિસ્તાન મીડિયા ધી ડોનમાં શિર્ષક આપ્યુ કે, મોદીના પાકિસ્તાનમાં કાવતરાના નામે ભાજપ ગુજરાત અને હિમાચલ પ્રદેશ જીત્યું. આ આર્ટિકલમાં શરૂઆત ગોધરાકાંડના ઉલ્લેખ સાથે કરાઈ છે. તેમાં લખ્યું કે 2002માં ગોધરામાં ટ્રેન સળગાવવાની ઘટના પર નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન પર દોષ ઢોળ્યો હતો. અને વિધાનસભા ચૂંટણી જીતી ગયા હતા.

આ વખતે પણ પ્રચારમાં તેમના દ્વારા પાકિસ્તાનના નામનો ઉલ્લેખ કરવો આંશિક રૂપે મદદરૂપ રહ્યો. તો ચીની મીડિયાએ હેડિંગ આપ્યુ કે, મોદીના સત્તાધારી ભાજપે બે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી જીતી. અમેરિકાના એસએફગેટે હેડિંગ આપ્યું કે ભારતના સત્તાધારી પક્ષે બેઠકો ગુમાવી. તેમ છતાં ગુજરાત જીત્યું. તો બ્રિટિશ મીડિયા અને વેબસાઈટે એવું હેડિંગ આપ્યું કે ભારત ગુજરાત મોદીની ભાજપ આગળ કોંગ્રેસે સ્વીકારી હાર. આમ વિદેશી મીડિયાની નજર પણ ગુજરાત ચૂંટણીના પરિણામ પર રહીં હતી.

Related posts

માઇક્રોસ્કોપ વિના નરી આંખે જોઇ શકાય તેવો બેકટેરિયા શોધાયો, સામાન્ય બેકટેરિયા કરતા 1 હજાર ગણો છે મોટો

GSTV Web Desk

કોરોના અપડેટ / ગુજરાતમાં આજે કોરોનાના કેસોમાં નજીવો ઘટાડો, 380 કેસો નોંધાયા

Hardik Hingu

રાજકીય ઘમાસાણ / શિવસેનાએ આવતીકાલે બપોરે બોલાવી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક, ઠાકરે-પવારની બેઠક સમાપ્ત

Hardik Hingu
GSTV