GSTV
Gujarat Government Advertisement

એપ્રિલમાં કોરોનાનું બુલડોઝર/ ગુજરાતમાં છેલ્લાં 15 દિવસમાં 68 હજાર લોકોને સ્પર્શી ગયો કોરોના, બુલેટ ગતિ એક્ટિવ કેસ વધીને 44 હજારને પાર

Last Updated on April 15, 2021 by Dhruv Brahmbhatt

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. કોરોના સંક્રમણના કેસો જે ઝડપે વધે છે સાજા થનારાની સંખ્યા સાવ નામ માત્ર છે. રાજ્યમાં 8 હજારથી વધુ સંક્રમિતોની સામે સાજા થનારાઓની સંખ્યા 3 હજાર છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં જ એક્ટિવ કેસની સંખ્યામાં 5 હજારથી વધુ દર્દીઓનો વધારો થયો છે. રાજ્યમાં બુલેટ ગતિએ બુલડોઝર ફેરવતા કોરોના સામે તંત્ર સહિત બધા જ લાચાર બની ગયા છે. એપ્રિલમાં કોરોનાની ગતિ તિવ્ર બની છે.

એક્ટિવ કેસની ગતિમાં પણ તીવ્ર ઉછાળો

રાજ્યમાં 31 માર્ચના 12610 જેટલા એક્ટિવ કેસ હતા જે આજે એપ્રિલના 15 દિવસમાં ગુજરાતની પત્તર ફાડવા બેઠો હોય તેમ 44298 લોકો હજુ પણ સંક્રમિત છે. હોસ્પિટલો અને સ્મશાનોમાં વેઈટિંગ છે. મોતનો કાળ પંજો ફેલાવી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 1 વર્ષમાં નહોતો ડર અને ભય તેટલો ભય ફક્ત 1 મહિનામાં કોરોનાએ ફેલાવ્યો છે.

corona-patient

ગુજરાતનો રિકવરી રેટ ઘટીને 86.86 ટકાએ પહોંચી ગયો

રાજ્ય સરકાર જે વાતનો હરખ લે છે કે રિકવરી રેટ વધ્યો પરંતુ ગુજરાતનો રિકવરી રેટ ઘટીને 86.86 ટકાએ પહોંચી ગયો છે. જે અગાઉ 95 ટકાથી પણ વધારે હતો. ગુજરાતમાં કોરોનાના સંક્રમણની સાથે સાથે મોતની સંખ્યા પણ વધી રહી છે. હાલમાં જે સ્થિતિમાં સ્મશાનોમાં છે તે જોતાં મોતનો આંક મામલે લોકોને વિશ્વાસ આવતો નથી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં જ 81 થી વધારે લોકોના મોત નોંધાયા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ધારિયાથી પત્નિનું ગળુ કાપી જંગલમાં અલગ અલગ જગ્યાએ ટુકડા સંતાડ્યા, આડા સંબંધને લઈને પતિએ કરી નાખી હત્યા

Pravin Makwana

ગીર સોમનાથ: હરણાસા ગામના યુવાનોએ સેવાનું અનોખુ ઉદાહરણ પૂરુ પાડ્યું, ગૌશળામાં 14 બેડની આઈસોલેશન વ્યવસ્થા ઉભી કરી

Pravin Makwana

અમરેલી: કડવા પાટીદાર સમાજે ગામમાં બનાવ્યુ 50 બેડનું કોવિડ કેર સેન્ટર, વિના મૂલ્યે અપાશે તમામને સારવાર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!