GSTV

વધુ એક ફિટકાર / રાજકીય નેતાઓને પણ માસ્ક ન પહેરવા બદલ પાસા કરો, હાઈકોર્ટે સરકારની ફરી ઝાટકણી કાઢી

Last Updated on July 30, 2021 by Dhruv Brahmbhatt

ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારને વધુ એક ફટકાર લગાવવામાં આવી છે. માસ્ક ન પહેરનારને પાસા કરતા ગુજરાત હાઇકોર્ટે સરકારનો ઉધડો લીધો છે. હાઇકોર્ટએ કહ્યું કે, ‘રાજકીય નેતાઓને પણ માસ્ક ન પહેરવા બદલ પાસા કરો. રાજકીય નેતાઓ ખુલ્લે મોઢે રાજકીય રેલીઓ કરે છે ત્યારે કેમ તેઓને પાસા નથી થતાં. વિચાર કરો કે આપણે કેવાં વાતાવરણ વચ્ચે હાલમાં જીવીએ છીએ. નિયમ બધાં માટે સરખાં જ હોવાં જોઈએ.’

mask fine

મેડિકલ સ્ટોરના એક વેપારી સામે પોલીસે પાસા કરતા મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેર સમયે મેડિકલ સ્ટોરના એક વેપારી સામે પોલીસે કાર્યવાહી કરી હતી. અસારવા મેડિકલ સ્ટોરના એક વેપારી સામે પોલીસે પાસા કરતા મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેથી આ મેડિકલ વેપારીએ પાસાનો હુકમ રદ્દ કરવા HC માં અરજી કરી હતી.

mask traffic police fine

નિયમો બનાવો છો તો તેનું પાલન પણ બધાં માટે હોય ને?

આ સાથે જ હાઈકોર્ટે એમ પણ કહ્યું કે, ‘આ બધું કયાં જઇને અટકશે? તમે પણ વિચાર કરો આપણે કેવાં વાતાવરણ વચ્ચે જીવી રહ્યાં છીએ? કોઇ યોગ્ય જવાબ છે તમારી પાસે? નિયમો બનાવો છો તો તેનું પાલન પણ બધાં માટે હોય ને? શું કામ કોઇ સીધા અને શાંતિથી કામ કરતા લોકોને પજવો છો? અને એમાંય પાસા? માસ્ક નહીં પહેરવા બદલ પાસા કેવી રીતે કરાય?’

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

Uttarakhand Cloud Burst / વાદળ ફાટતા ચમોલીમાં ભારે તબાહી, ભૂસ્ખલનથી ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે બંધ

Dhruv Brahmbhatt

Vodafone-Ideaના ધાંધિયા: આટલા કલાક બંધ રહેશે ઇન્ટરનેટ, લાખો યુઝર્સને આવી રહી છે આ સમસ્યા

Bansari

માઇભક્તો માટે સારા સમાચાર / સવારથી લઇને રાતના આટલાં વાગ્યા સુધી ખુલ્લું રહેશે અંબાજી મંદિર, ભક્તોનું કીડિયારું ઉભરાયું

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!