રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આજે પ્રેસ કોન્ફરન્સમાં કોરોના સંક્રમણ સંબંધિત રાજ્ય સરકારે કરેલા કામોની યાદી આપી હતી. આ સાથે લોકોમાં કોરોના સંક્રમણ વચ્ચે લગ્ન તેમજ મરણ પ્રસંગને લઈને ખોટી ગેરસમજ ના ફેલાય તે માટેની ગાઈડલાઈન ફરીથી દોહરાવી હતી. તો રાજકોટની ઘટનામાં તપાસના આદેશ સાથે અમદાવાદની ઘટનામાં તપાસ સમયમર્યાદા વધારાઈ હોવાનું જણાવ્યું હતું. હાઈકોર્ટમાં રજૂ કરેલા જવાબો વિશે પણ જણાવ્યું હતું.

સોશ્યલ પ્રસંગોમાં સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કનું પાલન અનિવાર્ય
લોકોમાં સોશ્યલ ડિસ્ટન્સ સહિતની સૂચનાઓ આપવામાં આવી છે. કોઈ બંધ સ્થળે લગ્ન કે અન્ય કાર્યક્રમોનું આયોજન થાય તો તેમાં તે હોલની સંખ્યાના 50 ટકા પરંતુ 200 વ્યક્તિથી વધારે નહીં એ નિયમોનું પાલન કરવું પડશે. આ પ્રમાણે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ છૂટછાટ આપી છે. જો ખુલ્લામાં કાર્યક્રમ હોય તો સોશ્યલ ડિસ્ટન્સ જળવાય, મંચ ઉપર પણ સોશ્યલ ડિસ્ટન્ટ અને માસ્કનું ફરજિયાત પાલન હોવું જરૂરી છે.


રાજકોટની દુખદ ઘટનાઓમાં તપાસ કમિશન
રાજ્યમાં રાજકોટમાં દુખદ ઘટના ઉદય શિવાનંદ આશ્રમ હોસ્પિટલમાં મોડી રાત્રે ઘટનાની ખબર પડતાં તાત્કાલિક કલેક્ટર કમિશ્નર સાથે દેખરેખ હેઠળ મુખ્યમંત્રીએ તાત્કાલિક તપાસ કરાવી હતી. ઘટનાનો રિપોર્ટ અને પોલિસ તપાસ માટે સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન માટે ધરપકડ કરી છે. અમદાવાદમાં પણ શ્રેય કમિશનની તપાસ માટેની મુદતમાં વધારો કરાયો છે. રાજકોટની હોસ્પિટલમાં પણ આ ઘટના કેમ બની તેની તપાસ કરાશે.
નામદાર હાઈકોર્ટની સૂચનાઓનું રાજ્ય સરકારે તાત્કાલિક પાલન કર્યું
નામદાર હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટ દ્વારા જુદી જુદી પિટીશનો હેઠળ સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ અટકે તે માટે કરેલા કાર્યોનો રિપોર્ટ આપવામાં આવે છે. નામદાર હાઈકોર્ટ દ્વારા કરાયેલા સજેસનોનું તાત્કાલિક ધોરણે અમલી કરણ કર્યું છે. સીસીટીવી કેમેરા કોવિડ સેન્ટરમાં લગાવાયું, તમામ હોસ્પિટલોને માર્ગદર્શન આપવા 11 તજજ્ઞો અને નિષ્ણાતોની ટીમ બનાવી, જિલ્લા કક્ષાએ 8ની ટીમ બનાવી. 45 સરકારી અને 38 ખાનગી લેબોને માન્યતા આપી.
રાજ્ય સરકારે કોરોના સંક્રમણ અટકાવવા તમામ જરૂરી સુવિધાઓ કરી
વોકિંગ ટેસ્ટિંગ માટે 5.3 લાખ યાત્રીઓનું ટેસ્ટિંગ કારયું, ટ્રેનમાં 50 હજારથી વધુનું ટેસ્ટિંગ, 10 હજાર કોમર્શિયલ બિલ્ડિંગોમાં ટેસ્ટિંગ કરાયું. દિવાળી શોપિંગ દરમિયાન 10 હજારથી વધુ સુપર સ્પ્રેડરના ટેસ્ટિંગ કરાયા. રાજ્ય સરકાર જ્યાં જ્યાં જરૂર હોય તમામ સુવિધાઓ કરી છે. માસ્ક નહીં પહેરનારા લોકોના સંદર્ભમાં કોવિડ કેર સેન્ટરમાં સેવા આપવાનો જે દિશા નિર્દેશ કર્યો છે તેમાં હાઈપાવર કમિટિમાં અમલીકરણ અંગે નક્કી કરવામાં આવશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- હવે તમારી રસોઈના સ્વાદને વઘારવા અપનાવો ઢાબા સ્ટાઈલ તડકાની રીત, મળશે અલગ સ્વાદ અને સુગંધ
- ફ્રેંકલિન ટેમ્પલટન મ્યૂચ્યુઅલ ફંડની બંધ 6 યોજનાઓમાંથી 13,789 કરોડ રૂપિયા મળ્યા
- કાળા નાણાં વિરૂદ્ધ સરકારનો એક્શન પ્લાન, હવે આપ પણ આ રીતે કરી શકશો ફરિયાદ
- AMC ચૂંટણીની ચાર દિવસમાં થઈ શકે છે જાહેરાત, જાહેરનામું બહાર પડતાં જ મેયરપદ અનામત છે કે નહીં તે સ્પષ્ટ થશે
- બર્ડ ફલૂને લઈને તંત્ર એલર્ટ, એલ જી હોસ્પિટલ ખાતે બર્ડ ફલૂ વોર્ડ બનાવવામાં આવ્યો