એન્જિયરની લાયકાત ધરાવતા વ્યકિતને કામદાર(વર્કમેન) ગણી શકાય નહી એમ ગુજરાત હાઇકોર્ટે એક ચુકાદામાં ઠરાવ્યું છે. આ સાથે જ હાઇકોર્ટે ભરૂચ લેબર કોર્ટના આ અંગેના હુકમને રદબાતલ ઠરાવ્યો હતો. હાઇકોર્ટે એમ પણ જણાવ્યું હતું કે, લેબર કમિશનર આ વિવાદને લેબર કોર્ટ અથવા ઔદ્યોગિક કાયદા હેઠળ ચલાવવા માટે રિફર કરી શકે નહી.

કંપનીમાં શીફ્ટ એન્જિનીયર અને સુપરવાઇઝર તરીકેની ફરજ બજાવતાં એક કર્મચારીને ભરૂચ લેબર કોર્ટે ૨૦૦૭માં વર્કમેન તરીકે વ્યાખ્યાન્વિત કરી તેને પાછલી તારીખથી નોકરીમાં પુન:સ્થાપિત કરી જરુરી લાભો આપવા અંગેના હુકમ કર્યો હતો. જેનાથી નારાજ કંપની દ્વારા લેબર કોર્ટના આ હુકમને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. કંપની તરફથી રજૂઆત કરાઇ હતી કે, વર્કમેન તરીકે દાવો કરનાર વ્યકિત એન્જિનીયરની લાયકાત ધરાવે છે અને તગડો પગાર મેળવે છે, જેથી તેને ઔદ્યોગિક કાયદાની જોગવઇ હેઠળ વર્કમેન ગણી શકાય નહી. લેબર કોર્ટનો હુકમ અયોગ્ય અને ભૂલભરેલો છે.
અગાઉ આ કર્મચારીને ૧૯૯૧માં નોકરીમાંથી હાંકી કઢાતાં સમગ્ર મામલો લેબર કોર્ટ સુધી પહોંચ્યો હતો. હાઇકોર્ટે કંપનીની અરજી મંજૂર કરી દાવો કરનાર કર્મચારી તેની ફરજનો પ્રકાર અન પગાર જોતાં વર્કમેનની વ્યાખ્યામાં આવતો નથી તેવુ સ્પષ્ટ ઠરાવ્યું હતું.
Read Also
- મર્ડરનો Live વીડિયો/ ભરબજારમાં ખેલાયો ખૂની ખેલ: છરીના અનેક ઘા મારીને યુવકની કરી હત્યા, આ વીડિયો જોઇને હલી જશો
- Viral Video : પિતા બાળકને પટ્ટા પર બાંધી રહ્યા હતા, વીડિયો જોઈને લોકોએ કહ્યું- માણસનું બાળક છે કૂતરાનું નથી
- Viral Video : સરકારી સ્કૂલોમાં શિક્ષકોને આ માટે અપાય છે તોતિંગ પગાર, જુઓ સાહેબ આવ્યા અને કપડાં કાઢીને સૂઈ ગયા
- વિવાદ/ પઠાણ ફિલ્મના વિરોધમા ટ્વિટ કરનાર કચ્છના હિન્દુ સંતને મળી સર કલમ કરવાની ધમકી
- ‘બસ 2 સેકન્ડની ભૂલથી નિષ્ફળ રહ્યુ SSLV રોકેટ’, જાણો ISRO ચીફે શું કહ્યુ?