GSTV
Gujarat Government Advertisement

ગુજરાત પોલીસને લાગશે ઝટકો, હાઈકોર્ટે પાસા મામલે લીધો સૌથી મોટો નિર્ણય, આ આધાર પર ન કરી શકાય પાસા

પોલીસ

Last Updated on October 27, 2020 by Bansari

કોઇ આરોપીના કારણે લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઇ હોવાનો આધાર આપી વ્યક્તિને પાસા(પ્રિવેન્શન ઓફ એન્ટિ સોશિયલ એક્ટિવિટિઝ) કાયદા હેઠળ અટકાયતમાં મોકલી ન શકાય તેવું અવલોકન કરતો એક ચુકાદો ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલા દ્વારા આપવામાં આવ્યો છે. આ અવલોકન નોંધી કોર્ટે અટકાયત કરાયેલી વ્યક્તિને છોડવાનો આદેશ આપ્યો છે.

અરજદારે ડિવિઝન બેન્ચમાં સિંગલ જજના આદેશને પડકાર્યો

પાસા હેઠળ અટકાયતમાં મોકલવામાં આવેલા અરજદાર અમજદઅલી રાજપૂતે ડિવીઝન બેન્ચમાં સિંગલ જજના આદેશને પડકાર્યો હતો. તેની રજૂઆત હતી કે સિંગલ જજે એવું કારણ દર્શાવી તેની અરજી ફગાવી હતી કે તેની પાસે પાસા બોર્ડ સમક્ષ રજૂઆત કરવાનો વિકલ્પ છે. આ ઉપરાંત સહઆરોપીના નિવેદનનો આધારે તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ સિવાય પોલીસ પાસે તેની સામે કોઇ નક્કર આધાર કે પુરાવો નથી. તેની સામે નોંધાયેલા પ્રથમ કેસમાં સેશન્સ કોર્ટે મે-2019માં આગોતરા જામીન આપ્યા હતા.

જ્યારે બીજો કેસ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. જેમાં પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધાયો હતો. આ કેસમાં પણ ફેબ્રૂરઆરીમાં-2020માં હાઇકોર્ટે તેને આગોતરા જામીન આપ્યા હતા. ત્યારબાદ 14 જુલાઇ, 2020ના રોજ સરકારે પાસા હેઠળ તેને ક્રૂર વ્યક્તિ જાહેર કરી તેને જેલમાં મોકલવાનો આદેશ કર્યો છે.

આરોપીને ગત ફેબુ્આરીમાં હાઇકોર્ટે આગોતરા જામીન આપ્યા હતા

પોલીસ

બન્ને પક્ષોની રજૂઆત સાંભળી હાઇકોર્ટે નોંધ્યું છે કે આરોપીને ગત ફેબુ્આરીમાં હાઇકોર્ટે આગોતરા જામીન આપ્યા હતા. જો સરકાર આ વ્યક્તિની પ્રવૃત્તિ વિશે એટલી જ ચિંતાતુર હતી તો પાસા હેઠળનો આદેશ જારી કરવામાં પાંચ મહિનાનો સમય શા માટે લેવામાં આવ્યો. આ વિલંબ કોઇ અર્થમાં સમજી શકાય તેમ નથી.

આ ઉપરાંત આ વ્યક્તિના કારણે લોકોની ધાર્મિક લાગણી દુભાઇ છે તેઓ આધાર આપી કોઇ વ્યક્તિ પર પાસા લાગુ કરી શકાય નહીં. લોકોની લાગણીઓ પાસે કાનૂની બળ નથી. વ્યક્તિ પાસાના કાયદા મુજબ ક્રૂર કે દુષ્ટ વ્યક્તિની વ્યાખ્યામાં આવતો હોય તો જ તેને પાસામાં મોકલી શકાય છે. તેથી પાસાનો આદેશ રદ કરી અરજદારને મુક્ત કરવાનો આદેશ આપવામાં આવે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સુરત/ તૌકતે વાવાઝોડાની અસર બપોર પછી દેખાવાની શરૂ થઈ, ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં પડ્યો વરસાદ

pratik shah

આતંકવાદ મુદ્દે પાકિસ્તાનના પાડોશી દેશે જ તેને દેખાડ્યો અરીસો, સંભળાવી ખરીખોટી

Pritesh Mehta

ડ્રેગનનો નવો પેંતરો / કોરોનાકાળમાં પણ ચીનની અવળચંડાઇ યથાવત, પેંગોંગ નજીક એકઠાં કર્યા અનેક હથિયારો

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!