GSTV
Gujarat Government Advertisement

પતંગરસિયાઓની ઉત્તરાયણ પડી ફિક્કી: ગુજરાત હાઇકોર્ટે લાગવ્યા કેટલાંક કડક પ્રતિબંધ

Last Updated on January 8, 2021 by pratik shah

અમદાવાદ સહિતના મહાનગરોના પતંગરસિયાઓ માટે ચાલુ વર્ષે ઉત્તરાયણની મજા થોડી ફિક્કી રહી શકે છે. ગુજરાત હાઇકોર્ટમાં ઉત્તરાયણ પર્વ પર પ્રતિબંધની માંગ સાથે થયેલી અરજી મુદ્દે સુનાવણી હાથ ધરાઇ. જે દરમ્યાન એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરતા જણાવ્યું કે રાજ્ય સરકાર કોરોનાનું સંક્રમણ અટકાવવા કામ કરી રહી છે.

ઉત્તરાયણ

ઉત્તરાયણને લઈને હાઇકોર્ટની ગાઇડલાઇન

સરકારે કોર્ટમાં માર્ગદર્શિકા રજૂ કરતા જણાવ્યું કે ઉત્તરાયણ દરમ્યાન મોટી સંખ્યામાં લોકો ધાબા અને મેદાનમાં એકત્ર નહીં થઇ શકે. તેમજ મ્યુઝિક સિસ્ટમ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પતંગ પર એવી કોઇ બાબત નહીં લખાય કે જેથી કોઇની લાગણીઓ દુભાય. સાથે જ ચાઇનીઝ દોરી પર પણ પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.

લગાવ્યા આ પ્રતિબંધો

રાયપુર અને ટંકશાલ જેવા વિસ્તારમાં પતંગ બજારમાં મોટા પાયે લોકો એકત્ર ન થાય તે જરૂરી છે. ડ્રોન અને સીસીટીવીના માધ્યમથી પોલીસ નજર રાખશે. કોઇ પણ વ્યક્તિ નિયમ ભંગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે. તેમજ પશ્ચિમ વિસ્તારના લોકો પૂર્વ વિસ્તારમાં નહીં જઇ શકે.

શું છે સમગ્ર મામલો

ગત 4 જાન્યુઆરીના રોજ ઉત્તરાયણની ઉજવણીનો મુદ્દો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યોહતો.જેમાં, કોરોના મહામારી વચ્ચે ઉત્તરાયણની ઉજવણી પર રોક લગાવવાની માગ સાથે હાઇકોર્ટમાં પિટિશન કરાઈ હતી. અરજીમાં કહેવામાં આવ્યુ હતું કે, કોરોના જેવી મહામારીમાં ઉત્તરાયણની ઉજવણી પર સંપૂર્ણ રોક લગાવવી જોઈએ. 

આ સાથે પતંગ દોરાની ખરીદી અને વેચાણ વખતે ભીડ ભેગી ન થાય તેવી અરજદારે અરજીમાં રજૂઆત કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યુ હતું કે,  બજાર કે ધાબા પર એક જગ્યાએ લોકો ભેગા ન થાય તે પ્રકારનો પ્રતિબંધ મૂકવાની જોઈએ. અને કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા માટે ભીડને અટકાવવી જરૂરી છે.

ત્યારે હાઈકોર્ટે રાજ્ય સરકારને વલણ સ્પષ્ટ કરવા હુકમ કર્યો હતું અને સરકારને શુક્રવાર સુધીમાં ખુલાસો કરવા જણાવવામાં આવ્યુ હતું. ત્યારે આ મામલે વધુ સુનાવણી આજે ૮ જાન્યુઆરીના રોજ હાથ ધરાઈ હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

ચાર વર્ષ પહેલાં માતાને ચોથા માળેથી નીચે ફેંકી દેનાર કેસમાં પુત્રને આજીવન કેદ, સેશન્સ કોર્ટનો ચુકાદો

Dhruv Brahmbhatt

વિદેશમાં નોકરી માટે જનારાઓએ પણ 28 દિવસે જ અપાશે કોરોના વેક્સિન, જાણો કેમ લેવાયો આ નિર્ણય

Dhruv Brahmbhatt

પ્રેરણાદાયક / મહામારીમાં પણ માનવતા મહેંકી ઉઠી, બ્રેઇનડેડ કલ્પનાબહેન પટેલના અંગદાનથી પાંચ વ્યક્તિને મળ્યું નવજીવન

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!