GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

વડોદરાના ૩૦૦થી વધુ ઉદ્યોગોની ક્લોઝર નોટિસ પર હાઇકોર્ટે સ્ટે ના આપતા થશે બંધ

વડોદરા, પાદરા અને નંદેસરીમાં આવેલા મોટા અને મધ્યમ કદના ૩૦૦થી વધુ ઉદ્યોગોમાંથી નીકળતા અત્યંત ખતરનાક અને ઝેરી કેમિકલ યુક્ત પાણીને નિમય મુજબ શુધ્ધ કર્યા વગર જ મહિસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું હોવાના ગંભીર આક્ષેપો બાદ ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે (જીપીસીબી) દ્વારા પાણીને શુધ્ધ કરવાની જવાબદારી જેમના પર છે તે વડોદરા એન્વાયરો ચેનલ લિમિટેડ (વીઇસીએલ)ને આપેલી ક્લોઝર નોટિસ સામે શુક્રવારે હાઇકોર્ટે સ્ટે આપવાની મનાઇ કરી દેતા વડોદરાના ઉદ્યોગ પર કટોકટીની સ્થિતિ ઉભી થઇ છે અને આ ૩૦૦ ઉદ્યોગોને બંધ કરી દેવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે.

તા.૧૧ જાન્યુઆરીએ હાઇકોર્ટમાં આ મામલે સુનવણી હતી અને વડોદરા એન્વાયરો ચેનલ લિમિટેડ દ્વારા જીપીસીબીની ક્લોઝર નોટિસ સામે સ્ટે માગવામાં આવ્યો હતો. આ સમયે જ કોર્ટમાં હાજર પર્યાવરણ સુરક્ષા સમિતિના રોહિત પ્રજાપતી દ્વારા ઉદ્યોગોના પાણીને શુધ્ધ કરીને જળાશયોમાં છોડવા અંગેના સુપ્રિમકોર્ટના નિર્ણય અંગે ધ્યાન દોર્યુ હતું જે બાદ જીપીસીબીના એડવોકેટ દ્વારા પણ ક્લોઝર નોટિસનો કડક પણે અમલ કરવાની કોર્ટ સમક્ષ માગ કરવામાં આવી હતી જે બાદ હાઇકોર્ટે વડોદરા એન્વાયરો ચેનલ લિમિટેડને જીપીસીબીની ક્લોઝર સામે સ્ટે આપવાનો ઇન્કાર કરી દીધો હતો. 

ઉલ્લેખનિય છે કે જીપીસીબી દ્વારા તા.૧૩ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ વડોદરા એન્વાયરો ચેનલ લિમિટેડને ૩૦ દિવસની ક્લોઝર નોટિસ આપી હતી. તેની મુદ્દત કાલે રવિવાર તા.૧૩ જાન્યુઆરીએ પુરી થાય છે. બીજી તરફ હાઇકોર્ટ સ્ટે નહી આપતા હવે એન્ફ્લુઅન્ટ ચેનલ બંધ કરી દેવી પડશે અને જો ચેનલ બંધ થાય તો ઉદ્યોગોને પણ શટ ડાઉન કર્યા સિવાય કોઇ વિકલ્પ નથી.

વડોદરા એન્વાયરો ચેનલ લિમિટેડ દ્વારા છોડાતા પાણીમાં ૨૫૦૦ સીઓડી

૩૫ વર્ષથી નિયમનો ખુલ્લેઆમ ભંગ થઇ રહ્યો છે જેના કારણે પર્યાવરણને ભારે નુકસાન છતાં તંત્ર ચૂપ છે

પર્યાવરણ સુરક્ષા સમિતિના રોહિત પ્રજાપતિનું કહેવું છે કે વડોદરા અને આસપાસના વિસ્તારના ૩૦૦થી વધુ ઉદ્યોગોમાંથી નીકળતા કેમિકલ યુક્ત ઝેરી પાણીને શુધ્ધ કરવા માટે ૧૯૮૩માં અફ્લુએન્ટ ચેનલ પ્રોજેક્ટ લિમિટેડ (અગાઉ આ કંપની અફ્લુએન્ટ ચેનલ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમીટેડ તરીકે ઓળખાતી હતી)ની સ્થાપના કરવામાં આવી છે. પરંતુ જ્યારથી આ પ્રોજેક્ટની સ્થાપના થઇ છે ત્યારથી આજ સુધી ક્યારેય નિયમ પ્રમાણે પાણીને શુધ્ધ કરાયુ નથી જેના કારણે છેલ્લા ૩૫ વર્ષ દરમિયાન પર્યાવરણને ક્યારેય ભરપાઇ ન થઇ શકે તેવુ નુકશાન થયુ છે.

નિયમ એવો છે કે અફ્લુએન્ટ ચેનલમાં ટ્રીટ થઇને બહાર નીકળતા પાણીમાં પ્રતિ લિટર ૨૫૦ સીઓડી (કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ)થી વધુ સીઓડી ના હોવુ જોઇએ તેના બદલે વડોદરા એન્વાયરો ચેનલ લિમિટેડ દ્વારા મહિસાગર નદીમાં છોડવામાં આવતા પાણીમાં સરેરાશ ૨૫૦૦ સીઓડીવાળુ પાણી હોય છે. નિયત માત્રા કરતા ૧૦ ગણુ વધારે સીઓડી છોડવામાં આવી રહ્યું છે અને તંત્ર છેલ્લા ૩૫ વર્ષથી ચૂપ બેઠું છે.

વીજ કંપનીને વડોદરા એન્વાયરો ચેનલ લિમિટેડનું કનેક્શન બંધ કરવા આદેશ

ક્લોઝર નોટિસને ૩૦ દિવસ પુરા થઇ જતાં વડોદરા અને આસપાસના ઉદ્યોગો માટે કોટકટી જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે કેમ કે ક્લોઝર નોટિસ મુજબ ૩૦ દિવસમાં જો આ મામલે કોઇ નિકાલ ના આવે તો વીજ કંપની દ્વારા વડોદરા એન્વાયરો ચેનલ લિમિટેડનું વીજ  કેનનેક્શન બંધ કરી દેવાનુો હૂકમ છે. આમ થાય તો અફ્લુએન્ટ ટ્રિટમેન્ટની કામગીરી બંધ થઇ જાય જેના કારણે ઉદ્યોગોમાંથી નીકળતા પ્રદુષીત પાણીનો નીકલ બંધ થતાં ઉદ્યોગો બંધ કરવા પડે

Related posts

લદ્દાખના ચુશૂલમાં કાલે ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરિય વાતચીત, લેફ્ટિનેંટ જનરલ સ્તરની બેઠક

Pravin Makwana

દમણમાં ભારત પ્લાસ્ટિક નામની કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઈટર ઘટના સ્થળે

Nilesh Jethva

ખાદ્યપદાર્થો મોંઘા થતાં જૂન મહિનામાં છૂટક ફુગાવો વધ્યો, સરકારે જાહેર કર્યા આ આંકડાઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!