GSTV
Gujarat Government Advertisement

ઝાટકણી/ રેમડેસિવીરના 900 રૂપિયાના ઇન્જેક્શન 15 હજારમાં શા કારણે વેચાઇ રહ્યા છે? હાઇકોર્ટની ફિટકારનો સરકારે આપ્યો આ જવાબ

રેમડેસિવીર

Last Updated on April 15, 2021 by Bansari

રાજ્યમાં રેમડેસિવીરની અછત અને કાળા બજાર મુદ્દે હાઇકોર્ટે સરકારને રીતસરની ખખડાવી નાંખી. હાઇકોર્ટે સરકારનો ઉધડો લેતા સવાલ કર્યો કે રેમડેસિવીરના 900 રૂપિયાના ઇન્જેક્શન 15-15 હજારમાં વેચાઇ રહ્યા છે ત્યારે આની જવાબદારી કોણ લેશે. કોર્ટે પૂછ્યું કે ડોક્ટરો કેમ રેમડેસિવીરનો ઓપ્શન આપતા નથી. હાઇકોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું કે રેમડેસિવીર લઇ લેશે એટલે અમૃત લીધું હોય તેમ લોકો બચી જશે તે પ્રકારની વાત ચાલતી હોય તો સરકારે ઇન્જેક્શન બાબતે ઓપન લેટર જાહેર કરવો જોઇએ. તેમજ રેમડેસિવીરથી શરીરમાં થતી આડઅસરો વિશે પણ જાણ કરવી જોઇએ. કોર્ટે પૂછ્યું કે રેમડેસિવીર ઇન્જેક્શન ક્યાં મળે છે અને કેવી રીતે મળે છે તેનો ઉલ્લેખ કેમ એફિડેવિટમાં નથી.

gujarat high court

રેમડેસિવીર મુદ્દે સરકારે હાઇકોર્ટને શું આપ્યો જવાબ

સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું કે ઇન્જેક્શન એવા જ દર્દીઓને આપવામાં આવી રહ્યા છે કે જેમની હાલત ગંભીર છે. સરકારે પહેલાથી જ જણાવ્યું છે કે ઇન્જેક્શન હોસ્પિટલમાં સરાકરની દેખરેખ હેઠળ જ આપવા. ત્યારે હાઇકોર્ટે ફરી જણાવ્યું કે સરકારની એક્સપર્ટ તબીબોની કમિટી જ ઇન્જેક્શનની સાઇડ ઇફેક્ટ અંગે જાણ કરે છે. હાઇકોર્ટે સરકારને સોશિયલ મીડિયા પર પણ ઇન્જેક્શન મુદ્દે જાગૃતતા લાવવા જણાવ્યું. હાઇકોર્ટે કમલ ત્રિવેદીને સવાલ કર્યો કે તમને ખબર છે ખરી કે ઇન્જેક્શનની ડિમાન્ડ અને જરૂરિયાત કેટલી છે.

રેમડેસિવિર

અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગરમાં ઇન્જેક્શન છે પરંતુ ભવિષ્યમાં શું પરિસ્થિતિ છે તેનો ખ્યાલ છે તેવો સવાલ પણ કોર્ટે કર્યો. હાઇકોર્ટે આકરો સવાલ કર્યો કે કોવિડ દર્દીને મેટાસિનની જેમ ઇન્જેક્શન કેમ લખી આપવામાં આવે છે. સરકાર કહે છે કે દરરોજના 7 હજાર કેસ આવે છે. જે પૈકી 5 હજાર દર્દીઓ એડમિટ થાય છે. તો જે લોકો ઘરે છે તેમને રેમેડિસીવીરની જરૂર નથી પડવાની. તો પછી શા માટે ઇન્જેક્શનની અછત પડી રહી છે. તમે ઇન્જેક્શનની અછત હોવાનું કહો છે તે વાત માનવામાં આવે તેમ નથી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સરકારે જ ખાતરના નામે ખેડૂતોના ઘરમાં ખાતર પાડ્યું: જ્યારે ચોકીદાર જ ચોરી કરે તો કોને ફરિયાદ કરવા જવી, સરકારે ખેડૂતો સાથે દગો કર્યો

Pravin Makwana

પ્રિમોન્સૂન તૈયારી: રાજ્યમાં ચોમાસાની સ્થિતીને પહોંચી વળવા સતર્કતા, તમામ જિલ્લામાં કરાશે આ કામ

Pravin Makwana

ધારિયાથી પત્નિનું ગળુ કાપી જંગલમાં અલગ અલગ જગ્યાએ ટુકડા સંતાડ્યા, આડા સંબંધને લઈને પતિએ કરી નાખી હત્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!