GSTV
Gujarat Government Advertisement

કોરોનાનો કહેર / ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો અને જ્યુડિશીયલ ઓફિસર્સને કર્યો આ આદેશ

Last Updated on April 16, 2021 by Dhruv Brahmbhatt

રાજ્યમાં કોરોનાના કેસો સતત વધતા જઇ રહ્યાં છે. એવામાં કોરોનાની કહેર વચ્ચે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અને અન્ય જજીસની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વધતા જતા કોરોનાના કેસોને ધ્યાને રાખી આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં નીચે મુજબની સૂચનાઓ આપવામાં આવી છે.

  • તારીખ 19 એપ્રિલ 2021થી રાજ્યની તમામ નીચલી કોર્ટો લઘુતમ સ્ટાફ સાથે વર્ચ્યુઅલ મૂડમાં કામ કરશે.
  • જ્યુડિશીયલ ઓફિસર્સ પણ ઘરેથી જ કામ કરશે. સિવાય કે, અમુક તાલુકાઓ કે અંતરિયાળ વિસ્તારોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો ઇશ્યુ હોય અને ઘરેથી કામ કરી શકે તેવી સ્થિતિ ન હોય તો જ કોર્ટમાં આવવાનું રહેશે.
  • કોઇ પણ જ્યુડિશીયલ ઓફિસર્સ, એડવોકેટ, પક્ષકારો, સાક્ષીઓ કે આરોપીની ગેરહાજરીમાં પ્રતિકૂળ ઓર્ડર પાસ નહીં કરી શકાય.

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 8920 નવા કેસ

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં એક વાર ફરી કોરોના વાયરસે માથું ઉચક્યું છે. ત્યારે રાજ્યમાં રોજબરોજ સતત નવા કેસોના આંકડાઓમાં વધારો થઇ રહ્યો છે. એવામાં ગત રોજ કોરોનાના નવા આંકડાઓ 8000 ને પાર થઇ ગયા હતાં તો બીજી બાજુ કાળમુખા કોરોનાથી 5 હજારથી વધુ લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યાં છે. એવામાં રાજ્યમાં છેલ્લાં એક મહિનાથી કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે આજ રોજ ફરી રાજ્યમાં કોરોનાના નવા 8920 કેસો નોંધાયા છે. જ્યારે આજ રોજ વધુ 94 લોકોના મોત નિપજ્યાં છે.

રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિતના જિલ્લાઓમાં હવે સ્થિતિ અત્યંત ગંભીર થતી જોવા મળી રહી છે. એવામાં આજ રોજ અમદાવાદમાં વધુ નવા 2898, સુરતમાં 1920, રાજકોટમાં 759 અને વડોદરામાં 600 કેસો નોંધાયા છે.

હોસ્પિટલોના તબીબો પણ હવે લોકડાઉનની માંગ કરી રહ્યાં છે તો ક્યાંક ક્યાંક સ્વૈચ્છિક લોકડાઉન પણ લાદવાનું ચાલુ કરી દેવાયું છે. રાજ્યમાં પરિસ્થિતિ એટલી કથળી ગઇ છે કે, ક્યાંક હોસ્પિટલોના બેડ ફુલ થઇ રહ્યાં છે, તો ક્યાંક ઓક્સિજનની પણ અછત સર્જાઇ રહી છે તો ક્યાંક એમ્બ્યુલન્સની લાઇનો લાગી રહી છે.

કુલ 5170 દર્દીઓના મોત

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કુલ 94 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 25, સુરતમાં 24, રાજકોટમાં 8 અને વડોદરામાં 8 દર્દીઓના મોત થયા છે. તો રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 5170 દર્દીઓના મોત થઇ ચૂક્યાં છે.

રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 49 હજારએ પહોંચી

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 3387 દર્દીઓ સાજા થયા છે તો આજ દિન સુધીમાં કુલ 3 લાખ 29 હજાર 781 દર્દીઓ કોરોનામુક્ત બન્યા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 49 હજાર 737 એ પહોંચી છે. જ્યારે 283 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યાં છે. 49,454 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

બૂમરાણ/ સિવિલની 2000ની ડિમાન્ડ સામે મળ્યા માત્ર 275, કોરોના બાદ હવે ગુજરાતમાં નથી મળી રહ્યાં આ ઈન્જેક્શન

Damini Patel

ચિંતાનો વિષય/ અમદાવાદમાં ICU અને ઓક્સિજનના 8052 બેડ હજુ ભરાયેલા, જાણી લો કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી

Bansari

મિશાલ/ મૂક-બધિર કોરોના દર્દીઓની તકલીફ સમજવા આ નર્સે કર્યુ એવું અનોખુ કામ, જાણશો તો તમે પણ કરશો સલામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!