GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

ટેસ્ટિંગ માટે સરકારની પરવાનગી શા માટે ? કોરોના ટેસ્ટિંગ પોલિસી મુદ્દે હાઇકોર્ટની ICMRને નોટિસ

હાઈકોર્ટ

કોરોનાની મહામારી અંગે ગુજરાત હાઇકોર્ટે હાથ ધરેલી સુઓમોટો સુનાવણીમાં આજે ખાનગી લેબોરેટરી અને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના ટેસ્ટિંગ પરના રાજ્ય સરકારના નિયંત્રણો હટાવવાની રિટની સુનાવણી થઇ હતી. જેમાં હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી છે કે દર્દીઓની સારવાર કે સર્જરી પહેલાં તેમનો કોરોના ટેસ્ટ કરવા માટે સરકારની પરવાનગીની જરૂર નથી. જો કે આવા દર્દીઓની સારવાર કે સર્જરી પહેલાં ટેસ્ટ થાય ત્યારે સરકારને ઇ-મેઇલથી જાણ કરી દેવમાં આવે તે પૂરતું છે. ટેસ્ટિંગ પરના નિયંત્રણો સામે અમદાવાદ મેડિકલ એસોસિએશને કરેલી રિટમાં આઇ.સી.એમ.આર. (ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ)ને નોટિસ પાઠવી ટેસ્ટિંગ પોલિસી અંગે સ્પષ્ટતા કરવા આદેશ કર્યો છે.

કોરોના અંગેના સુઓમોટોની સુનાવણી આજે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠ સમક્ષ યોજાઇ હતી. કોરોનાના આર.ટી.-પી.સી.આર. ટેસ્ટિંસની પોલિસી સામે કરાયેલી રિટમાં અરજદારો તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે કોરોના ટેસ્ટ કરાવવો એ કોઇપણ વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે. કોઇ નિષ્ણાત કે યોગ્ય લાયકાત ધરાવનારા તબીબ કોઇ વ્યક્તિને કોરોના ટેસ્ટનું પ્રિસ્ક્રીપ્શન આપે તો તેના આધારે ટેસ્ટ થવામાં સરકાર તરફથી કોઇ નિયંત્રણ ન હોવા જોઇએ. જેની સામે રાજ્ય સરકારની રજૂઆત હતી કે ગુજરાતમાં કોરોનાનું ટેસ્ટિંગ આઇ.સી.એમ.આર.ની ગાઇડલાઇન્સ મુજબ થાય છે, જેથી ટેસ્ટિંગની નીતિમાં કોઇ પરિવર્તન કરી શકાય નહીં.

ટેસ્ટિંર પોલિસી સામેની રિટમાં રજૂઆત કરવામાં આવી છે કે અત્યારે અમદાવાદમાં નવ હજારથી પણ વધુ તબીબો કોરોનાની મહામારીમાં અગ્રેસર રહી કામગીરી કરી રહ્યા છે. તેઓ કોરોનાગ્રસ્ત તેમજ અન્ય બીમારીઓથી પીડાતા દર્દીઓનું નિદાન અને સારવાર કરી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પણ માને છે કે કોરોના સામે લડવા માટે ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને આઇસોલેશન એ ત્રણ મહત્વાના પરિબળો છે. કોઇપણ સર્જરી કે મોટી સારવાર પહેલાં દર્દીનો કોરના ટેસ્ટ થાય એ જરૂરી છે પરંતુ આ ટેસ્ટ કરાવાવ માટે રાજ્ય સરકાર પાસેથી પરવાનગી લેવી પડે છે. રાજ્ય સરકાર ત્રણ ચાર દિવસ રાહ જોવી પડે છે. જેના કારણે ઇમરજન્સી કેસોમાં સારવારમાં વિલંબ થઆય છે. આ ઉપરાંત ખાનગી લેબોરેટીરમાં કોઇ સ્વખર્ચે કોરોના ટેસ્ટ કરાવાવ માગતું હોય તો તેમાં કોઇ પ્રતિબંધ ન હોવા જોઇએ.

સુનાવણીનું રોસ્ટર બદલાતા વિવાદ થયો હતો

ચીફ જસ્ટિસ વિક્રમ નાથે માર્ચ મહિનાની શરૂઆતમાં કોરોના મુદ્દે સુઓમોટો દાખલ કર્યો હતો. 18મી માર્ચથી હાઇકોર્ટે લોકડાઉન અન્વયે અરજન્ટ કેસો માટે અમુક બેન્ચો જ કાર્યરત રાખી હતી. લોકડાઉન દરમિયાન 18 માર્ચ બાદ ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ એ.જે. શાસ્ત્રીની ખંડપીઠે સાત વાર સુઓમોટોની સુનાવણી હાથ ધરી હતી. ત્યારબાદ રોસ્ટર બદલાતા જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ ઇલેશ વોરાની ખંડપીઠ સમક્ષ આ સુનાવણી આવી હતી. જસ્ટિસ પારડીવાલાની ખંડપીઠે 22 મેના રોજ તેમની ખંડપીઠે આરોગ્ય પ્રધાન, આરોગ્ય સચિવ તેમજ સરકારની આકરી ટીકા કરી હતી અને આ કેસની ચર્ચાએ જોર પકડયું હતું. જો કે નવા રોસ્ટર મુજબ 29મીથી સુઓમોટોની સુનાવણી ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠ કરશે તેવું જારી કરાયું કરાયું હતું. નવા રોસ્ટરનાનોટિફિકેશનના કારણે કેટલાંક વિવાદો સર્જાયા હતા અને અફવાઓ પણ ફેલાઇ હતી. ગુજરાતના કેટલાંક પ્રોફેસરો અને એક્વિવિસ્ટોએ જૂની પ્રણાલી પ્રમાણે અને જૂના રોસ્ટર મુજબ જસ્ટીસ પારડીવાળા અને જસ્ટીસ વોરાની ખંડપીઠ સમક્ષ જ સુનાવણી યોજાય તેવી માંગણી કરતાં વિવાદ સર્જાયો હતો.

ચાર્જમાં બહુ ઘટાડો શક્ય નથી: ખાનગી હોસ્પિટલો

હાઇકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે કેટલીક ભાવમર્યાદા નક્કી કરી છે અને તેમાં પણ થોડો ઘટાડો કરવાની કાર્યવાહી ચાલી રહી છે. રાજ્ય સરકારના આદેશ પર ફેરવિચારણા કરવા માટે અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશને પણ સુઓમોટોમાં અરજી કરી છે. તેમની રજૂઆત છે કે ખાનગી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સારવાર માટે જે ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે તેમાં 30 ટકા સુધીનો ઘડાટો કરવાની વાટાઘાટો અત્યારે ચાલી રહી છે. જો ચાર્જમાં 30 ટકા સુધીનો ઘટાડો થશે તો ખાનગી હોસ્પિટલો બંધ કરવાનો વારો આવશે. એસોસિએશન જનરલ વોર્ડમાં દસ ટકા અને આઇ.સી.યુ.માં પાંચ ટકાનો ઘટાડો કરવા તૈયાર છે, પરંતુ ડિપોઝીટની રકમ મુદ્દે કોઇ બાંધછોડ નહીં થાય. ઉપરાંત સ્પેશિયલ રૂમ અને સેમી સ્પેશિયલ રૂમના ચાર્જમાં પણ કોઇ ધટાડો નહીં થાય. ખાનગી હોસ્પિટલની આ રજૂઆત સામે સુઓમોટોના એમિકસ ક્યુરી બ્રિજેશ ત્રિવેદી સહિતના વકીલો તરફથી આ અંગે વિરોધ કરી રજૂઆત કરવામાં આવી હતી કે ખાનગી હોસ્પિટલો ચાર્જ ઓછા કરે તો તેને બંધ કરવાનો વારો આવે એમ હોય તો આવી હોસ્પિટલો સરકારે હસ્તગત કરવી જોઇએ અને આવી હોસ્પિટલોની નફાખોરી સહન ન કરવી જોઇએ. આ રજૂઆતો અન્યવે હાઇકોર્ટે ખાનગી હોસ્પિટલોને અપીલ કરી હતી કે તેઓ મહામારીના સમયે નફાખોરી ન કરે અને ગરીબ દર્દીઓની સહાય માટે આગળ આવે.

Read Also

Related posts

અમદાવાદના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં થશે ચાઇનીઝ પ્રોડક્ટનો ઉપયોગ, ચીની કંપની સાથે થયો છે અધધ કરોડનો કોન્ટ્રાક્ટ

Bansari

અનલોક-2 વચ્ચે આ રાજ્યોએ વધાર્યું 31 જુલાઈ સુધી લોકડાઉન, જાણો ક્યાં શહેરોમાં છે સંપૂર્ણપણે લોકડાઉન

Mansi Patel

લદાખ બાદ મિઝોરમમાં ધરતી ભૂકંપથી ધ્રૂજી, 4.6ની તીવ્રતાનો આવ્યો આંચકો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!