GSTV

BU અને ફાયર સેફટી પર હાઇકોર્ટની કડકાઈ, કહ્યું: જરૂર પડે તો તે ઇમારતો તોડી પાડો, NOC વગરની ઇમારતો સીલ કરો

Last Updated on November 29, 2021 by Pritesh Mehta

ગુજરાત હાઇકોર્ટ ખાતે ફાયર NOC અને BU પરમિશનને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ચીફ જસ્ટિસ અરવિંદકુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીએ ફાયર સેફ્ટી, NOCની અમલવારી અને BU (બિલ્ડીંગ યુઝ પરમિશન) વિનાના બાંધકામોને લઈ તંત્રની કાર્યવાહી પર અસંતોષ વ્યક્ત કર્યો હતો. સાથે જ, સૂચનો આપ્યા છે કે જે હાઈરાઈઝ ઇમારતો નિયમોનું પાલન નથી કરતી તેવી બિલ્ડીંગોને તોડી પાડવામાં આવે. આમ કરીને એક દાખલો બેસાડી શકાય.

fire NOC

NOCને લઈને દાખલો બેસાડી શકાય તેમ કામ કરો

સુનાવણી દરમિયાન સરકાર અને કોર્પોરેશને લાંબા અને ટૂંકા ગાળાના આયોજન અને ફાયર સેફ્ટીના અમલીકરણ બાબતે ટાઈમલાઈન અંગેની વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે નિર્દેશ કર્યો કે BU પરમિશન ન ધરાવતી ઇમારતોને તોડી પડી દાખલો બેસાડવામાં આવે. કોર્ટે આદેશ કર્યો છે કે જે હાઈરાઈઝ બિલ્ડીંગ માં બીયુ પરમિશન અને ફાયર સેફ્ટિ NOCનો અમલ નથી થતો તેવી બિલ્ડીંગોને સીલ કરો. કોર્ટે ઉલ્લેખ કર્યો કે તેમનો ઉદ્દેશ લોકોને હેરાનગતિ થાય એવો નથી, પણ લોકોના જીવ બચાવવો મહત્વનો છે.

GUJART-HIGH-COURT

આગની ઘટનાનો ધ્યાને લીધી

સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ભૂતકાળમાં હોસ્પિટલોમાં બનેલી આગની ઘટનાઓ અને તેમાં જીવ ગુમાવનારા અને ગઈકાલે 28 નવેમ્બરના રોજ અમદાવાદના સોલામાં આવેલા ગણેશ મેરેડિયનમા લાગેલી આગની ઘટનાની પણ નોંધ લીધી હતી. તેની સાથે સાથે કોર્ટે એ પણ નોંધ્યું છે કે આગની ઘટનાઓમાં કોઈ જીવ ન ગુમાવે તે બાબતની તકેદારી રાખવાની જરૂર છે.

કોર્ટને આપવામાં આવે આ માહિતી

આ ઉપરાંત કોર્ટે હજુ સખત કાર્યવાહી કરી મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં આવેલી ગેરકાયદેસર બિલ્ડીંગોની જાણકારી કોર્ટ સમક્ષ રજુ કરવા માટે પણ આદેશ કર્યો છે. ગત સપ્ટેમ્બર(2021)માં પણ જસ્ટિસ એન.વી. અંજારીયાની ખંડપીઠે મહત્વપૂર્ણ અવલોકન કરતાં કહ્યું હતું કે, ફાયર સેફ્ટી વગરની અને BU પરમિશન વિનાની તમામ ઇમારતોને સીલ કરવી જોઈએ. સાથે સાથે કોર્ટે એ પણ નોંધ કરી કે, કાયદાના શાસનમાં લાગણીઓને અને ભાવનાઓને અવકાશ નથી. એટલે કે, કાયદાની અમલવારી જરૂરી છે. લાગણીઓ અને ભાવનાઓને ફરજ પાલનમાં ન લાવવી જોઈએ.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

ગોલમાલ / DEO અને સરકારે જાહેર કરેલા આંકડામાં મોટો તફાવત, AMCના અધિકારીઓ મુંઝવણમાં મુકાયા

GSTV Web Desk

ગાંધીનગર IBમાં ફરજ બજાવતા જવાનના આપઘાત કેસમાં આવ્યો નવો વળાંક, સુસાઇડ નોટમાં સાથી કર્મચારીઓ પર લગાવ્યા ગંભીર આરોપ

GSTV Web Desk

ગુનાનું પગેરું / અમદાવાદ પોલીસ તંત્ર બન્યું હાઈટેક, ગુનેગારોની માહિતી મળશે હવે આંગળીના ટેરવે

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!