GSTV

ગુજરાત હાઇકોર્ટના એડવોકેટને ચાલુ કોર્ટ પ્રોસિડિંગમાં ધુમ્રપાન કરવું પડ્યું મોંઘુ

Last Updated on September 24, 2020 by

ગુજરાત હાઇકોર્ટના એક એડવોકેટને ચાલુ કોર્ટ પ્રોસિડિંગમાં ધુમ્રપાન કરવું મોંઘુ પડયું છે. વીડિયો કોન્ફરન્સથી થયેલી સુનાવણીમાં એક વકીલે ગાડીમાં બેઠા બેઠા કેસ ચલાવવાની સાથે ધૂમ્રપાન કરતા કોર્ટે ભારોભાર નારાજગી વ્યક્ત કરી છે. વકીલને દસ હજાર રૂપિયાના દંડ કરવાની સાથે કોર્ટે તપાસના આદેશ આપ્યા છે. વકીલો વીડિયો કોન્ફરન્સિંગથી કોર્ટમાં કેસ ચલાવે એ વખતે કોર્ટની ગરિમા જળવાય તે પ્રકારનું વર્તન રાખવું જરૂરી હોવાનું કોર્ટે ટાંક્યું છે.

આ અંગે હાઈકોર્ટે કહ્યું કે વકીલોના ગેર જવાબદાર વર્તનથી કોર્ટની ગરિમાને ઠેસ પહોંચે તે ચલાવી નહીં લેવાય. વકીલોના આવા વર્તન બાબતે હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન અને બાર કાઉન્સિલ યોગ્ય પગલાં લે એવું પણ કોર્ટે નિર્દેશ કર્યો છે. વીડિયો કોન્ફરન્સથી ચાલતા કેસ ચલાવવા વકીલ પોતાના ઘર કે ઓફિસથી કેસ ચલાવે તેવો કોર્ટનો આદેશ કર્યો છે. ગાડીમાં બેઠા બેઠા કે ખુલ્લા મેદાનમાં ઊભા રહી અને વિડીયો કોન્ફરન્સથી કેસ ચલાવવા જોઈએ નહીં તેવો કોર્ટનો નિર્દેશ કર્યો છે. (પ્રતિકાત્મક તસવીર)

READ ALSO

Related posts

જ્યોતિષશાસ્ત્ર/ કામ-ધંધા કઈ પણ હોય, જો નથી મળી રહી સફળતા તો તમારો બેડોપાર કરી શકે છે આ રુદ્રાક્ષ

Damini Patel

હવે હોસ્પિટલના ધક્કા નહીં ખાવા પડે, ઘરે બેઠાં જ 79 લાખ પરિવારના સભ્યોને આયુષ્યમાન કાર્ડનો લાભ મળશે

Dhruv Brahmbhatt

આજથી નિયમો બદલાયા: આપના જીવન સાથે જોડાયેલા આ મહત્વના નિયમો બદલાયા, ખિસ્સા થશે થોડા વધારે ઢીલા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!