GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

ગુજરાત હાઈકોર્ટના જજને સુનાવણી પહેલાં ધારાસભ્યના નામે ફોન અને મેસેજ આવ્યા કે બેલ થઈ જવા જોઈએ, તપાસના આદેશ

પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલના નામે હાઇકોર્ટના જસ્ટિસ બેલાબહેન ત્રિવેદીને આગોતરા જામીન અરજીની ભલામણ માટે ફોન આવતા હાઇકોર્ટ દ્વારા આ બનાવમાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આણંદના જિલ્લા પોલીસ વડાને ધારાસભ્યનું નિવેદન લેવાનો નિર્દેશ આપી વધુ સુનાવણી 24મી જૂનના રોજ નિયત કરવામાં આવી છે. સોમવારે 22મી જૂનના રોજ સવારે 8:55 કલાલે હાઇકોર્ટના જસ્ટિસ બેલાબહેન ત્રિવેદીને તેમના ફોન પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. નંબર રિસીવ કરતા સામેની વ્યક્તિએ એમ કહ્યું હતું કે તે પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલ છે. જેથી જસ્ટિસ બેલાબહેન પૃચ્છા કરી હતી કે તેમણે ફોન શા માટે કર્યો છે.

ફોન નંબર પર મેસેજ આવ્યો

ત્યારે સામેથી જવાબ મળ્યો હતો કે આજે વિજય શાહ નામની વ્યક્તિની જામીન આતોતરા અરજીની સુનાવણી છે. આ વાત થતા જસ્ટિસ બેલાબહેને વાત અટકાવી કહ્યું હતું કે તમે આવી રીતે ફોન ન કરી શકો, આમ કહી ફોન કાપી નાંખ્યો હતો. થોડી વાર બાદ આ ફોન નંબર પર મેસેજ આવ્યો, જેમાં કેસના નંબર સાથે એવું લખવામાં આવ્યું હતું કે આ કેસમાં આગોતરા જામીન મળવા જોઇએ. થોડા સમય બાદ ઓનલાઇન સુનાવણીમં વિજય શાહની જામીન અરજી આવતા તેના વકીલને આ અંગે માહિતી આપવામાં આવી હતી અને 30 મિનીટ પછી ફરી સુનાવણી હાથ ધરવાનું કહેવામાં આવ્યું હતું.

ધારાસભ્ય નિરંજન પટેલ સાથે કોઇ સંબંધ નથી

30 મિનીટ પછી અરજદાર વિજય શાહના વકીલે એવી રજૂઆત કરી હતી કે તેમને ધારાસભ્ય નિરંજન પટેલ સાથે કોઇ સંબંધ નથી, પરંતુ અરજદારની ધરપકડ થાય તે માટે નિરંજન પટેલ ખૂબ રસ લઇ રહ્યા છે. ધરપકડ માટે તેમણે ડી.વાય.એસ.પી.નો સંપર્ક પણ કર્યો હતો. આ રજૂઆતના અંતે હાઇકોર્ટ રજિસ્ટ્રાયર(આઇ.ટી.)ને આ અંગે વધુ તપાસ હાથ ધરવા આદેશ આપ્યો હતો.

મેસેજ કરવામાં આવ્યા ત્યારે ફોન કોની પાસે હતો

ત્યારબાદ આજે હાથ ધરાયેલી સુનાવણીમાં બહાર આવ્યું હતું કે જસ્ટિસ બેલાબહેનને જે નંબર પરથી ફોન આવ્યો હતો તે નંબર આણંદમાં 100 ફૂટ રોડ પર આવેલા બગદાદ નગરમાં રહેતા તોફીક સલીમભાઇ વોરાનો છે. હાઇકોર્ટે નોંધ્યું છે કે કોઇ પ્રથમદર્શી અભિપ્રાય બાંધતા પહેલાં એ નિશ્ચિત કરવું જરૂરી છે કે જ્યારે ફોન અને મેસેજ કરવામાં આવ્યા ત્યારે ફોન કોની પાસે હતો. આણંદના જિલ્લા પોલીસ વડાને આદેશ કરવામાં આવ્યો છે કે ધારાસભ્ય નિરંજન પટેલ અને તોફીક વોરાના નિવેદન નોંધવામાં આવે. જો આ બન્ને વ્યક્તિએ તેમના નિવેદનમાં સાચી માહિતી ન આપે તો કડકાઇથી કામગીરીનું સૂચન પણ જિલ્લા પોલીસ વડાને અપાયું છે

વિજય શાહ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

કેસની વધુ સુનાવણી 24મી જૂનના રોજ નિયત કરવામાં આવી છે. લોકડાઉન દરમિયાન પહેલી મેના રોજ આણંદ જિલ્લાન પેટલાદમાં પોલીસ પર હુમલો કરવાના તેમજ કામગીરીમાં અવરોધરૂપ બનવાના આરોપસર વિજય શાહ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જેમાં ધરપકડથી બચવા હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી છે.

READ ALSO

Related posts

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda

અમદાવાદ / AMCએ વડાપાઉંના સ્ટોલને 44 હજારનો દંડફટકારી કરી દીધું સીલ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

બેટ દ્વારકા /  મેગા ડિમોલેશનમાં ડ્રગ ડીલર રમજાનનું મકાન કરાયું જમીનદોસ્ત

Hemal Vegda
GSTV