GSTV

ધર્માંતરણ વિરોધી કાયદા હેઠળ દાખલ પ્રથમ કેસમાં તમામ આરોપીઓને મળી વચગાળાની રાહત, ગુજરાત હાઈકોર્ટે આપી જામીન

Last Updated on October 13, 2021 by Zainul Ansari

ગુજરાત ધર્મ સ્વાતંત્ર (સુધારા) અધિનિયમ, 2021 હેઠળ નોંધાયેલા પ્રથમ કેસમાં ગુજરાત હાઇકોર્ટે બુધવારે એ તમામ આરોપીઓને વચગાળાની જામીન આપી દીધી છે, જેઓ જેલની અંદર હતા. જો કે કેસમાં અ્ત્યારે પણ FIR રદ કરવાનું અંતિમ નિર્ણય બાકી છે.

હાઇકોર્ટ

FIR રદ કરવા માટે ફરિયાદી અને આરોપી દ્વારા સંયુક્ત રીતે દાખલ કરવામાં આવેલી અરજી પર ગુજરાત હાઇકોર્ટે સુનાવણી કરી. આ કેસમાં ત્રણ આરોપીઓને જામીન મળી ચૂક્યા છે જ્યારે ચાર જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. ફરિયાદી 21 વર્ષીય મહિલા અને તેના 25 વર્ષીય મુસ્લિમ પતિએ તેમની અરજીમાં પહેલેથી જ જણાવ્યું છે કે નોંધાયેલી FIRમાં આપેલી માહિતી ખોટી, જુઠ્ઠી અને અતિશયોક્તિપૂર્ણ આવૃત્તિ છે અને નાના ઘરેલુ વૈવાહિક વિવાદમાંથી ઉદ્ભવી હતી.

15 દિવસ સુધી એક સાથે રહ્યા બાદ FIR દાખલ કરવા અંગે થશે નિર્ણય

આ વ્યક્તિ અને તેના પરિવારના સભ્યોના FIRમાં આરોપી તરીકે નામ આપવામાં આવ્યા હતા. જો કે દંપતીએ FIR રદ કરવા માટેની તેમની અરજીમાં જણાવ્યું હતું કે આ મુદ્દો ઉકેલાઈ ગયો છે અને તેઓ તેમના વૈવાહિક સંબંધો ચાલુ રાખવા માંગે છે. કોર્ટે મંગળવારે 12 ઓક્ટોબરે જણાવ્યું કે તે પહેલા સ્પષ્ટ કરવા માંગે છે કે શું આંતરધર્મી દંપતી “સાથે રહેવા માંગે છે કે નહીં”. દંપતી 15 દિવસ સુધી સાથે રહી શકે છે, ત્યારબાદ કોર્ટ FIR રદ કરવા કે નહીં તે નક્કી કરશે.

કોર્ટ

વડોદરા સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી FIR

ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ, 2003માં સુધારાને 15 જૂનના રોજ અમલમાં આવ્યા પછીના બે દિવસ પછી વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. આરોપીઓ સામે IPCની જોગવાઈઓ, સંશોધિત ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપીઓમાં મહિલાના પતિ, સાસુ, ભાભી, પતિના કાકા, એક પિતરાઇ ભાઇ અને એક મૌલવીનો સમાવેશ થાય છે જેમણે દંપતીના લગ્ન કરાવ્યા હતા. જ્યારે સાસુ અને ભાભીને અગાઉ જામીન આપવામાં આવ્યા હતા, પતિ, તેના કાકા અને પિતરાઇ ભાઈ અને મૌલવી ધરપકડ બાદ લગભગ ચાર મહિના સુધી ન્યાયિક કસ્ટડીમાં રહ્યા હતા.

Read Also

Related posts

પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે આ રાશિની છોકરીઓ, બદલી નાંખે છે કિસ્મત

Bansari

જો વ્હોટ્સએપ ચેટ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે તો બોલિવુડ ચેટ તમામ સમયે લીક કેમ થતી રહે છે?

pratik shah

વિરોધ પ્રદર્શન/ પ્રશાસનથી કંટાળી આ મહિલાએ જમીનમાં ખાડો ખોદીને બેસી ગઈ, પોલીસ દોડતી થઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!