એક અનોખા કેસમાં ગુજરાત હાઈકોર્ટે એક વ્યક્તિને 5000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. બનાસકાંઠા જિલ્લામાં રહેતી એક વ્યક્તિએ હાઈકોર્ટમાં અરજી કરીને પ્રેમિકાને તેના પતિ પાસેથી છોડાવીને તેની કસ્ટડીમાં સોંપવાની માંગ કરી હતી. હાઈકોર્ટની ડબલ બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી અને બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આ વિચિત્ર માંગણીના કેસમાં અરજદારને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકારવાનો આદેશ કર્યો હતો. હાઈકોર્ટના આદેશ બાદ પોતાની ગર્લફ્રેન્ડની કસ્ટડી માંગતા યુવકે હવે રાજ્ય કાનૂની સેવા સત્તામંડળને 5000 રૂપિયાનો દંડ ભરવો પડશે.
ગર્લફ્રેડની કસ્ટડી માટે હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી હતી
બનાસકાંઠાના રહેવાસી અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી હતી. જેમાં યુવકે તેની ગર્લફ્રેન્ડ સાથે રહેવાનો કરાર કરીને તેની ગર્લફ્રેન્ડ ગેરકાયદેસર રીતે અન્ય કોઈના કબજામાં હોવાની અરજી કોર્ટમાં કરી હતી. આવી સ્થિતિમાં તેની કસ્ટડી તેને સોંપવી જોઈએ તેવી માંગણી કર હતી. જેમાં તેણે કહ્યું હતું કે ગર્લફ્રેન્ડના લગ્ન તેની સંમતિ વિના થયા હતા. લગ્ન બાદ તે તેના પતિ સાથે રહેતી ન હતી અને સાસરું પણ છોડી દીધું હતું.
અરજદારે કહ્યું કે તેની પ્રેમિકા લિવઈન રિલેશનમાં પોતાની સાથે રહેતી હતી ત્યારે તેના પતિ અને સાસરિયાઓ દ્વારા ખોટી રીતે ઉપાડી લેવામાં આવી હતી. આવી સ્થિતિમાં તે મહિલાની કસ્ટડી મને પતિ તરફથી આપવામાં આવે. આ માટે અરજદારે કોર્ટમાં લિવ ઇન રિલેશનશિપ એગ્રીમેન્ટ રજૂ કર્યું છે. જેમાં મહિલાએ અરજદાર સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

અરજદારે લિવ ઇન રિલેશનશિપને આધાર બનાવ્યો હતો
અરજીમાં બનાસકાંઠાના રહેવાસીએ કોર્ટને પોલીસને કસ્ટડી મેળવવાનો નિર્દેશ આપવા વિનંતી કરી હતી. આ મામલાની સુનાવણી દરમિયાન, રાજ્ય સરકારના વકીલે આ માંગનો વિરોધ કર્યો અને કહ્યું કે તેમની પાસે આવી અરજી દાખલ કરવા માટે કોઈ સ્થાન નથી. એવું બિલકુલ કહી શકાય નહીં કે અરજદાર જેને તેની ગર્લફ્રેન્ડ કહી રહ્યો છે તે કોઈપણ પ્રકારની ગેરકાયદેસર કસ્ટડીમાં છે.
હાઇકોર્ટે ફટકાર્યો 5000નો દંડ
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જસ્ટિસ વીએમ પંચોલી અને જસ્ટિસ એમએમ પ્રાચકે કહ્યું કે મહિલાએ ન તો છૂટાછેડા લીધા છે કે ન તો બીજા લગ્ન કર્યા છે. આવી સ્થિતિમાં મહિલાના પતિ સાથે હોવાને ગેરકાયદેસર કસ્ટડી માની શકાય નહીં, તેથી લિવ ઇન રિલેશનશિપના નામે દાખલ કરવામાં આવેલી અરજી સ્વીકારી શકાય નહીં. કોર્ટે કસ્ટડીની માંગણી કરનાર વ્યક્તિને રાજ્ય કાનૂની સેવા સત્તામંડળમાં 5000 રૂપિયા જમા કરાવવાનો નિર્દેશ આપ્યો હતો.
READ ALSO
- મોટા સમાચાર / રાજ્યમાં બિન હથિયારધારી 242 PSIને PI તરીકે અપાઈ બઢતી, જુઓ કોને અપાયું પ્રમોશન
- બોડકદેવ વિસ્તારમાં વાછરડાને વિખુટું પડતા બચાવવામાં આવ્યું, ખાખીએ ફરી માનવતા મહેકાવી
- સુરતમાં ફૂડ વિભાગ એક્શન મોડમાં : શહેરમાંથી 17 જગ્યાએથી ઘીના નમુના લઈને તપાસ અર્થે મોકલાયા
- આને કહેવાય માનવતા / સુરતમાં ટ્રાફિકમાં ફસાયેલી 108 એમ્બ્યુલન્સને તડકામાં દોઢ કિલોમીટર દોડીને યુવકે રસ્તો કરી આપ્યો
- મજબૂત માંગને કારણે ઓટો સેક્ટર ટોપ ગિયરમાં છે, આ શેરો આઉટપરફોર્મ કરી શકે છે