GSTV

મોટા સમાચાર/ હાઇકોર્ટનો રાજ્ય સરકારને હુકમ, સ્કૂલ ફી ઘટાડવા મુદ્દે રાજ્ય સરકાર સ્વતંત્ર નિર્ણય લે

ગુજરાતમાં ખાનગી શાળાઓની ફી મામલે હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, આ મામલે સરકાર પાસે વિશાળ સત્તાઓ છે. જેથી ફીનો મામલો સરકાર ઉકેલે એમ સ્પષ્ટ સંદેશો આપ્યો છે. ના ના કરતા સંચાલકો પણ ફી ઘટાડવા માટે તૈયાર થયા છે પણ કેટલા ટકા ફી ઘટવી જોઈએ એ મામલે હાલમાં ચર્ચાઓ ચાલી રહી છે.

ખાનગી શાળાઓની ફીમાં 25 ટકાની ફી માફીના પ્રસ્તાવની તરફેણમાં વાલીઓએ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન ફાઇલ કરી છે. વાલીઓની રજૂઆત છે કે મહામારી અને લોકડાઉનના કારણે વાલીઓની આર્થિક સ્થિતિ કફોડી બની છે, તેથી તેમને ફીમાં 25 ટકાની રાહત મળવી જોઇએ. હાઇકોર્ટ સમક્ષ ફી અંગે આજે યોજાનારી સુનાનણી ટળી હતી અને આગામી સુનાવણી 18મી સપ્ટેમ્બરના રોજ નિયત કરવામાં આવી છે. સરકારે આ મામલે હાઈકોર્ટ નક્કી કરશે એ પ્રમાણે ફી નક્કી થશે એમ જણાવી હાથ ખંખેરી લીધા હતા. સરકાર દ્વારા 25 ટકાની ફી માફી કરવાની કરાયેલી રજૂઆતને સંચાલકોએ ફગાવી દીધી હતી. જેઓએ આ મામલે કોર્ટના દ્રાર પણ ખખડાવ્યા હતા. ગુજરાતમાં ફી નો મામલો વકર્યો છે.

સંચાલકો કોઈ પણ સંજોગોમાં ભણાવ્યા વિના પણ ફી છોડવા રાજી નથી. ઓનલાઈન ક્લાસ ચલાવનારા પણ પૂરી ફી માગી રહ્યાં છે. વાલીઓનો આ મામલે મરો થયો છે. બાળક અભ્યાસ માટે એક દિવસ સ્કૂલ ન ગયું હોવા છતાં સંચાલકોની મનમાનીને કારણે પૂરી ફી ભરવાનો વારો આવ્યો છે. આ મામલો હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે.

સરકારની અરજીમાં વાલીઓ પણ પક્ષકાર તરીકે જોડાયા છે. મહામારી અને લોકડાઉનના કારણે મોટાભાગના વાલીઓ આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે. અત્યારે શાળાઓ સામાન્ય દિવસો કરતા ઓછા ખર્ચમાં તેમનો નિભાવ કરી રહી છે, તેથી તેમણે ફીમાં પણ ઘટાડો કરવો જોઇએ. આ કેસમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ મહત્વના હિતધારકો છે અને કેસનો જે પણ નિર્ણય હશે તેનાથી સૌથી વધુ અસર તેમના પર થવાની છે. જેથી વાલીઓને પણ તેમનો પક્ષ રજૂ કરવાનો મોકો મળવો જોઇએ. આ મામલે વધુ સ્પષ્ટતા થોડીવારમાં થઈ જશે.

READ ALSO

Related posts

જૂનાગઢ : પ્રથમ દિવસે જ રોપ વેની ટિકિટના ભાવ શાંભળી ઠંડી ચઢી ગઈ, મુસાફરોએ કહ્યું- કમાણીનું સાધન છે રોપ વે

Nilesh Jethva

ભાગવત બોલ્યા: CAAથી કોઈને ખતરો નથી, ઓવૈસીએ આપ્યો આ મજબૂત જવાબ

pratik shah

અરવલ્લી : પેટ્રોલ પંપના સંચાલક પર અસામાજિક તત્વોએ કર્યો હુમલો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!