GSTV

રૂપાણી સરકાર કોરોનાના કેસો ન વધે માટે કરી રહી છે પ્રયત્નો, હાઈકોર્ટે લઈ લીધો ઉધડો

એ.એમ.એ દ્વારા હાઇકોર્ટમાં કોરોના ટેસ્ટિંગ અંગે કરવામાં આવેલી અરજી મુદ્દે હાઇકોર્ટે સવાલ કર્યો છે કે કોરોના ટેસ્ટીંગના બાબતમાં ગુજરાત અન્ય રાજયો કરતા પાછળ કેમ. આ સાથે હાઇકોર્ટે સૂચન કર્યુ છે કે રાજ્ય સરકાર નિષ્ણાંતોની સલાહ પ્રમાણે ટેસ્ટીંગ વધારે. મહત્વપૂર્ણ છે કે એએમએ દ્વારા કરાયેલી અરજીમાં ગુજરાતમાં કોરોનાનું ટેસ્ટીંગ ઓછું થતું હોવાનો દાવો કરાયો હતો તો આ સાથે સુરત શહેરમાં હાલમાં જે રીતે કોરોનાની સ્થિતી વકરી છે તેને જોતા કોર્ટે સરકારનો ઉધડો પણ લીધો છે.

ઇન્જેક્શનના નામ પર પૈસા વસુલવામાં આવ્યા હોવાનો આક્ષેપ

સુરતમાં ટોસિલિઝૂમેબ ઇન્જેક્શનના નામ પર પૈસા વસુલવામાં વિવાદમાં દર્દીનું સારવાર દરમ્યાન મોત નિપજતા ભારે વિવાદ સર્જોય છે. દર્દીના સ્વજનોએ સિવિલ હોસ્પિટલ તંત્ર પર બેદરકારીનો આક્ષેપ કર્યો છે. મૃતક દર્દીને સૌપહેલા સિવિલ હોસ્પિટલમાં કોઇ પણ પ્રકારના રિપોર્ટ કરાવ્યા વગર 6 દિવસ સુધી ઓક્સિજન પર રાખવામાં આવ્યા. જે બાદ તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જ્યાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ખાનગી હોસ્પિટલ દ્વારા પણ ટોસિલિઝૂમેબ ઇન્જેક્શનના નામ પર પૈસા વસુલવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

મોદી, આનંદીબેન અને રૂપાણી ત્રણેયને છે ચાઈનીઝ પ્રેમ, જાસૂસી કરતી ચાઈનીઝ કંપનીઓ સાથે ગુજરાતમાં MOU

pratik shah

અગત્યનું/ પાલતુ જાનવર માટે હવે લેવું પડશે લાયસન્સ, આ કામ નહીં કરો તો થશે કાર્યવાહી

Bansari

અમદાવાદ/ શહેરની ફોરેન પોસ્ટ ઓફિસમાંથી એક વર્ષમાં ડ્રગ્સના અધધ 80 પાર્સલો જપ્ત, યુવાધનને કોણ દોરી રહ્યું છે ગેરમાર્ગે?

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!