GSTV
Gujarat Government Advertisement

હાઈકોર્ટની સરકારને ફિટકારઃ સિટી સ્કેન કરાવવા લોકોને ઊભા રહેવું પડે છે લાઈનમાં, તમારા રિસોર્સ ખોટી દિશામાં જઈ રહ્યા

Last Updated on April 15, 2021 by Dhruv Brahmbhatt

કોરોના કાળમાં સીટી સ્કેન દ્વારા પણ લોકો ટેસ્ટ કરાવે છે. હાઈકોર્ટે નોંધ્યું કે સીટી સ્કેન સુવિધા અત્યારે ખૂબ જરૂરી છે. લોકો સીટી સ્કેન કરાવવા માટે મોટી મોટી લાઈનોમાં ઊભા રહેવું પડે છે. રાજ્યમાં સીટી સ્કેન કરાવવા માટે પણ લોકોને મુશ્કેલી પડી રહી છે. એ દિશામાં કંઈક વિચારો, તમારા રિસોર્સ ખોટી દિશામાં જઈ રહ્યા હોવાની પણ હાઈકોર્ટે ટકોર કરી છે. રાજ્ય સરકાર વતી હાજર કમલ ત્રિવેદીએ સ્વિકાર્યું કે દરેક જિલ્લામાં સીટી સ્કેનની વ્યવસ્થા નથી.

હાઈકોર્ટ

કોરોના સંક્રમણને લઈને હાઈકોર્ટે રાજ્ય સરકારની હાલની પરિસ્થિતિ વિશે માહિતી માગી હતી. કોવીડ સમયે હોસ્પિટલોની અંદર શું પરિસ્થતિ છે તેની આંકડાકીય માહિતી એકત્ર કરવાની કામગીરી એસોસિએશનને ન સોંપતા સરકાર પોતાના હસ્તગત આ કામગીરી લઇ લેવાનું પણ સૂચન કર્યું છે. રાજ્યમાં કેટલા કોવિડ દર્દીઓ છે. તેમને શું અને કેવા પ્રકારની સારવાર અપાય છે તે તમામ બાબતોની માહિતી સરકાર પોતે રાખે.

હોસ્પિટલોની ફરિયાદ છે કે ગયા વર્ષના રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવ્યા નથી તો આ બીજી લહેર છે કોરોનની તેમાં કેવી રીતે અમે કામ કરીએ.

નિર્દેશ અને સૂચનનો અમલ થયો નથી માટે કોરોનાની સૂનામી આવી- હાઈકોર્ટ

ગુજરાતમાં કોરોના સંક્રમણ થમવાનું નામ નથી લઇ રહ્યો. એવામાં દિવસેને દિવસે કોરોનાના કેસની સંખ્યા વધતી જ જઇ રહી છે. ટેસ્ટિંગ માટે લાંબી કતારોથી લઇને હોસ્પિટલોમાં ખૂટી રહેલા બેડ અને એમ્બ્યુલન્સની લાંબી લાઇનોના દ્રશ્યો જ તે સમજવા માટે પૂરતા છે કે રાજ્યમાં કોરોના કઇ હદે પ્રસર્યો છે. પરંતુ તેમ છતાં રૂપાણી સરકાર જાણે કે નિંદ્રાધીન હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં વધતા કોરોનાના સંક્રમણને લઇને હાઇકોર્ટ પણ રૂપાણી સરકારની ટકોર કરી ચુકી છે. તેવામાં હાઇકોર્ટે ફરી એકવાર સરકારનો ઉધડો લીધો છે. હાઇકોર્ટે સરકારને ફટકાર લગાવતા કહ્યું કે નિર્દેશ અને સૂચનનો અમલ થયો નથી માટે કોરોનાની સૂનામી આવી છે. 15 અને 16 માર્ચથી કેસો સતત વધી રહ્યાં છે.

હાઈકોર્ટ
 • Hc એ સરકારનો લીધો ઉધડો
 • Hcના નિર્દેશ અને સૂચનનો અમલ થયો નથી માટે કોરોનાની સૂનામી આવી છે
 • 15 અને 16 માર્ચથી કેસો સતત વધી રહ્યા છે-કોર્ટ
 • ટેસ્ટિંગની સંખ્યા કેમ ઘટાડી દીધી છે-કોર્ટ
 • 108 ની જે લાઈનો દેખ્યા છે તેને લઈને અમે એસઓપી જાહેર કરી છે-સરકાર
 • સેન્ટ્રલ ગવર્મેન્ટ કહેતી રહી કે ગાઈડ લાઈનનું કરો, પરંતુ રાજ્ય સરકાર માની જ નહીં-હાઇકોર્ટ
 • રેમડેસીવીર અમૃત બનાવી દીધી છે-હાઇકોર્ટ
 • હાઇકોર્ટે રેમડેસીવર આપવા અંગે સરકારનો ઉધડો લીધો
 • ડોક્ટર કેમ રેમડેસીવરનો ઓપ્શન આપતાં નથી
 • 900ના ઇન્જેક્શન 15000માં વેચાઈ રહ્યા છે તો કોણ આની જવાબદારી લેશે
 • ગુજરાત સરકાર કહે છે અમને પણ તકલીફ પડી રહી છે ઇન્જેક્શન લઈને, કંપનીએ ઇન્જેક્શનનું ઉત્પાદન જ ઓછું કરી નાખ્યું છે-સરકાર
 • કોરોના મુદ્દે ગુજરાત હાઈકોર્ટની પીટીશનની સુનાવણી શરૂ
 • એડવોકેટ જનરલ શ્રી કમલ ત્રિવેદીની રજૂઆત
 • GMDC ગ્રાઉન્ડ પર હોસ્પિટલ બાંધવાનું આયોજન
gujarat high court

હાઇકોર્ટે સરકારને લીધી આડેહાથ

ગુજરાત હાઇકોર્ટમાં કોરોનાની સ્થિતિ મુદ્દે સુઓ મોટો અરજી પર સુનાવણી હાથ ધરાઇ. આ દરમ્યાન હાઇકોર્ટે ફરી એક વખત રાજ્ય સરકારની આકરી ઝાટકણી કાઢી. હાઇકોર્ટે જણાવ્યું કે કોર્ટના નિર્દેશ અને સૂચનનો અમલ થયો ન હોવાથી કોરોનાની સુનામી આવી છે. 15 અને 16 માર્ચથી સતત કેસો વધી રહ્યા છે. સેન્ટ્રલ ગવર્નમેન્ટ કહેતી રહી કે ગાઇડલાઇનનું પાલન કરો પરંતુ રાજ્ય સરકાર માની જ નહીં. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની અલગ ગાઇડલાઇન છે. જ્યારે કે આઇસીએમઆરની ગાઇડલાઇન પણ અલગ છે આથી લોકો કન્ફ્યુઝ થાય છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પ્રિમોન્સૂન તૈયારી: રાજ્યમાં ચોમાસાની સ્થિતીને પહોંચી વળવા સતર્કતા, તમામ જિલ્લામાં કરાશે આ કામ

Pravin Makwana

ધારિયાથી પત્નિનું ગળુ કાપી જંગલમાં અલગ અલગ જગ્યાએ ટુકડા સંતાડ્યા, આડા સંબંધને લઈને પતિએ કરી નાખી હત્યા

Pravin Makwana

ગીર સોમનાથ: હરણાસા ગામના યુવાનોએ સેવાનું અનોખુ ઉદાહરણ પૂરુ પાડ્યું, ગૌશળામાં 14 બેડની આઈસોલેશન વ્યવસ્થા ઉભી કરી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!