GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

અસારવા સિવિલમાં આવતા કોરોનાગ્રસ્ત દર્દીઓ-પરિવાર સાથે સન્માનજનક વ્યવહાર કરવા હાઇકોર્ટની ટકોર

કોરોના

એશિયાની સૌથી મોટી હોસ્પિટલ અસારવા સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવારમાં થતી નિરંતર બેદરકારી મુદ્દે આજે હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટે ટકોર કરી હતી કે આ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા લોકો ગરીબ, જરૃરિયાતમંદ અને છેવાડાના લોકો હોય છે, તેમને માણસ સમજી તેમની સાથે સન્માનજનક વર્તન કરો. હાઇકોર્ટની નારાજગી અંગે રાજ્ય સરકારે ખાતરી આપી હતી કે એક અઠવાડિયમાં આ મુદ્દાનો ઉકેલ લાવી જવાબ રજૂ કરવામાંઆવશે

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ અંગે હાઇકોર્ટે હાથ ધરેલા સુઓમોટોની સુનાવણી આજે જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ ઇલેશ વોરાની ખંડપીઠ સમક્ષ હાથ ધરવામાં આવી હતી. જેમાં અરજદાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે અસારવા સિવિલ હોસ્પિટલની કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની હાલત દયનીય છે. દર્દીઓના પરિવારને ઘણીવાર જાણ પણ નથી હોતી કે દર્દી કઇ પરિસ્થિતિમાં છે. દર્દીના મૃત્યુના કેટલાંક કિસ્સાઓમાં પરિવારને ખૂબ મોડી જાણકારી અપાઇ હોવાના કિસ્સાઓ પણ બહાર આવ્યા છે. આ ઉપરાંત સિનિયર અને જુનિયર ડૉક્ટરો વચ્ચે તાલમેલનો અભાવ છે. ઘણાં સિનિયર ડૉક્ટરો દર્દીને તપાસવા જતા નથીી અને જુનિયરને મોકલી દે છે. અસારવા સિવિલની દયનીય પરિસ્થિતિ અને વિવિધ બેદરકારીઓ અંગે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે હાઇકોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલાને લખેલા પત્રનો ઉલ્લેખ પણ આજે સુનાવણી દરમિયાન કરવામાં આવ્યો હતો. પત્રની રજૂઆતો મામલે આવતીકાલે આદેશ જારી કરવામાં આવે તેવી શક્યતા છે.

આ રજૂઆતોને ધ્યાને લઇ હાઇકોર્ટે સરકારની ટીકા કરતા કહ્યું હતું કે સિવિલમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવતા દર્દીઓ ગરીબ, જરૃરિયાતમંદ અને છેવાડાના માણસો હોય છે, તેમને પણ સન્માનજનક રીતે સારવાર થવી જોઇએ અને તેમની સાથે માનવીય વ્યબવહાર થવો જોઇએ. આ દર્દીઓ હોસ્પિટલમાંથી રજા લે ત્યારે તેઓ સંતોષની લાગણી અનુભવવા જોઇએ. હાઇકોર્ટે આ અંગે ખાતરી આપી છે કે આ મુદ્દાઓનો એક અઠવાડિયામાં ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે.

ખાનગી હોસ્પિટલોનો ચાર્જ ઓછો કરવા માગણી

ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે રાજ્ય સરકારે નક્કી કરેલા ભાવ અંગે પણ આજની સુનાવણીમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે ખાનગી અને કોર્પોરેટ હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટેના ચાર્જ રાજ્ય સરકારે નક્કી કર્યા છે. જેમાં દર્દીઓ પાસેથી દસ હજાર રૃપિયાથી લઇ ત્રેવીસ હજાર રૃપિયા વસૂલવામાં આવે છે, પરંતુ આ ભાવ મધ્યમવર્ગ તેમજ મોટાભાગના લોકોને પરવડે એવા નથી. રાજ્ય સરકારે મંજૂરી આપેલી હોસ્પિટલોના ચાર્જમાં કઇ-કઇ વસ્તુઓ અને સુવિધાઓ સમાવિષ્ટ હશે તે અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ ઉપરાંત રાજ્ય સરકારે સ્પષ્ટતા કરવી જોઇએ કે આ ચાર્જ ઉપરાંત કોઇ છૂપા ચાર્જ લેવમાં નહીં આવે.

સરકારની ડિસ્ચાર્જ પોલિસીનો વિરોધ

કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવા માટેની ડિસ્ચાર્જ પોલિસીનો પણ કોર્ટ સમક્ષ વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં રજૂઆત કરવામાં આવી છે કે કોરોનાના દર્દીમાં હળવા કે સામાન્ય લક્ષણ હોય તો ૧૦ દિવસમાં તેમને ટેસ્ટ વગર ડિસ્ટાર્જ કરવાની પોલિસી અમલમાં છે. દરેક દર્દીને ટેસ્ટ બાદ જ રજા આપવી જોઇએ, જેથી સંક્રમણનો ભય ન રહે.

Read Also

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

એક એવી એપ્લિકેશન જે તમારા સ્માર્ટફોનમાંથી ચાઈનીઝ એપ્સનો કરશે સફાયો

Mansi Patel

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!