GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

ગુજરાત હાઈકોર્ટ આવતીકાલથી ત્રણ દિવસ રહેશે બંધ, આવું છે કારણ

PSI

રાજ્યમાં કોરોનાનું સંકટ રોજબરોજ વધી રહ્યું છે, અને છેલ્લાં ચાર દિવસથી રાજ્યમાં કોરોનાના 700થી વધુ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ગુજરાત હાઈકોર્ટમાં કોરોનાનો પગપેસારો થતા કામકાજ બંધ રાખવાની ફરજ પડી છે. નોંધનિયા છે કે ગુજરાત હાઇકોર્ટ ના 6 કર્મચારી 1 પોલીસ કોન્સ્ટેબલ સહિત 7 કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ
આવ્યા હતા જેના કારણે કોર્ટને ત્રણ દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં 8,9, અને 10 જુલાઈના ત્રણ દિવસ તમામ કામકાજ બંધ રાખવામાં આવશે. ગુજરાત હાઇકોર્ટની બિલ્ડીંગ, હોલ સહિત આખા કેમ્પસને સેનિટાઈઝ કરાશે
.

રાજ્યમાં રોજબરોજ કોરોનાના રેકોર્ડબ્રેક આંકડાઓ આવી રહ્યાં છે, ત્યારે છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 778 નવા દર્દીઓ ઉમેરાયા છે. જ્યારે છેલ્લાં 24 કલાકમાં 17 લોકોના મોત નિપજ્યા છે. કોરોનાના દર્દીઓની જિલ્લાસ્તરે વાત કરીએ તો સુરત જિલ્લામાં 249, અમદાવાદ જિલ્લામાં 187, વડોદરા જિલ્લામાં 68, રાજકોટ જિલ્લામાં 40, વલસાડમાં 21, મહેસાણા અને ભરૂચમાં 15, કચ્છમાં 13 જ્યારે ગાંધીનગર અને નવસારીમાં 13-13 કેસ નવા આવ્યા છે. તો છેલ્લાં 24 કલાકમાં અમદાવાદ જિલ્લામાં 5 દર્દી મોતને ભેટ્યા છે. જ્યારે સુરત જિલ્લામાં 3, જામનગરમાં 2, દેવભૂમિ દ્વારકા, બનાસકાંઠા, મોરબી, પાટણ, ખેડા, રાજકોટ અને ગાંધીનગરમાં એક – એક દર્દીના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1,979એ પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 61 લોકો વેન્ટીલેટર પર છે. જ્યારે 421 દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે.

READ ALSO

.

Related posts

BIG NEWS: અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, આઠ દર્દીના નિપજ્યા કરૂણ મોત

pratik shah

અમદાવાદથી સુરત જતી બસ હમણા ચાલુ નહીં થાય, વધુ 7 દિવસ માટે બંધ રહેશે એસ.ટી. સેવા

Pravin Makwana

ખેડૂતો આનંદો: ગુજરાત સરકારનો સૌથી મોટો કૃષિ લક્ષી નિર્ણય, હવે સિંચાઈ માટે મળશે 10 કલાક સુધી વીજળી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!