GSTV
Gujarat Government Advertisement

ગુજરાત હાઈકોર્ટે એવો કર્યો આદેશ કે રૂપાણી સરકાર હવે ફફડી જશે, સરકાર સાચી ઠરી તો લાખોમાં હશે કોરોનાના કેસ

Last Updated on May 28, 2020 by Karan

કોરોનાનો વધુ ટેસ્ટ કરાવીશું તો કુલ વસતીના ૭૦ ટકા લોકો પોઝિટિવ આવી શકે છે તેવી રાજ્ય સરકારે હાઇકોર્ટમાં રજૂઆત હતી. તેને લઈને હાઇકોર્ટે કરેલી સુઓમોટો જાહેર હિતની અરજીમાં હાઇકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે દરેક લોકોને કોરોનાનો ટેસ્ટ કરાવવા માટેની મંજૂરી આપો. હાઇકોર્ટમાં રાજ્ય સરકારની રજૂઆત હતી કે વધુને વધુ ટેસ્ટ કરવામાં આવશે તો કુલ વસ્તીના ૭૦ ટકા જેટલા લોકો કરોના પોઝિટિવ નીકળશે. જેના લીધે લોકોમાં એક પ્રકારના માનસિક ડરનો માહોલ ફેલાઈ જશે. આ અંગે હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી છે કે આ પ્રકારની આશંકાના પગલે કોરોનાના ટેસ્ટીંગ રોકવાનું પગલું હિતાવહ નથી. એક તો રાજ્યમાં રોજેરોજ કેટલા નવા કેસ આવે છે તે અંગે આરોગ્ય વિભાગની પ્રેસ કોન્ફરન્સ બંધ થઈ. ઉપરથી જે આંકડાઓ અને વિગતો અપાયો છે તેમાં કોઈને કોઈ ભૂલ, છબરડા કે અસમંજસતા સર્જાય છે. 26 તારીખની અખબાર યાદીમાં એમ જણાવાયું કે છેલ્લા 6 દિવસમાં ભરૂચ, ભાવનગર, છોટા ઉદેપુર, ડાંગ અને દેવભૂમિ દ્વારકામાં એક પણ નવો કેસ નથી નોંધાયો. પરંતુ 24 મેની પ્રેસ નોટમાં ભાવનગરમાં એક નવો કેસ નોંધાયાનો ઉલ્લેખ કરાયો છે.

શું જિલ્લાસ્તર પરથી માહિતીમાં સંકલનનો અભાવ છે?

આ પ્રથમ વખત નથી કે સરકાર તરફથી અપાયેલી માહિતીમાં અસમંજતા સર્જાઈ હોય. ઘણી વખત જિલ્લા સ્તર પર જાહેર થયેલા કેસના આંકડા અને આરોગ્ય વિભાગ તરફથી અપાયેલા આંકડાઓમાં પણ તફાવત સામે આવી ચૂક્યો છે. ફરીથી આ પ્રકારે આંકડાઓમાં તફાવત સર્જાતા સવાલો ઉઠ્યા છે કે શું જિલ્લાસ્તર પરથી માહિતીમાં સંકલનનો અભાવ છે? કે પછી જ્યાં સુધી છબરડાં અંગે મીડિયા ધ્યાન ન દોરે ત્યાં સુધી  આટલા ગંભીર મુદ્દે લોટ, પાણી અને લાકડાની કહેવતની જેમ કામગીરી થતી રહેશે.

રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં કરાયેલા ટેસ્ટ પર નજર કરીએ તો…

ગુજરાત સરકારે આંકડાની માયાજાળથી ઓછા કેસ દર્શાવવાનો ભ્રમ કેવી સર્જવો તેની રણનીતિ ચોક્કસ ઘડી કાઢી છે. કોરોના (Corona)ના ટેસ્ટ મુદ્દે હાઇકોર્ટની ફટકારને પણ ગુજરાત સરકારે ગણકારી નથી તેમ જણાય છે. આ અંગેનો વધુ એક દાખલો એટલે છેલ્લા ૨૪ કલાકમાં કરાયેલા ટેસ્ટિંગના આંકડા. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૯૫૨ ટેસ્ટ કરાયા છે અને તે છેલ્લા ૧૦ દિવસમાં સૌથી ઓછા હોવાની ચર્ચા છે. અધૂરામાં પૂરું કોરોના ટેસ્ટ મુદ્દે ‘ચક્રવ્યૂહ’ જેવા એક પછી એક એવા અભેદ કોઠા રાખવામાં આવ્યા છે કે જેને વિંધતા-વિંધતા જ સામાન્ય વ્યક્તિ પરેશાનીના દલદલમાં ખૂંપી જ જાય. રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં કરાયેલા ટેસ્ટ પર નજર કરીએ તો…

ગુજારાતમાં છેલ્લા ૧૦ દિવસમાં કારાયેલા ટેસ્ટ-કેસ

તા­રીખ ટેસ્ટ    કેસ
૧૭ મે  ૫,૧૯૩૩૯૧
૧૮ મે  ૫,૨૨૪૩૬૬
૧૯ મે  ૫,૮૫૧૩૯૫
૨૦ મે  ૬,૦૯૮૩૯૮
૨૧ મે  ૫,૩૮૧૩૭૧
૨૨ મે  ૬,૪૧૦૩૬૩
૨૩ મે  ૫,૫૦૫૩૯૬
૨૪ મે  ૪,૮૦૧૩૯૪
૨૫ મે  ૩,૪૯૨૪૦૫
૨૬ મે  ૨,૯૫૨૩૬૧
કુલ     ૫૦,૯૦૭3940

આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં અત્યારસુધી ૧,૮૯,૩૧૩ ટેસ્ટ કરાયા છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૯ પ્રમાણે ૬.૭૯ કરોડની વસતી છે. આમ, પ્રતિ ૧૦ લાખની વસતીએ ૨૭૦૦ વ્યક્તિના ટેસ્ટ કરવામાં આવેલા છે. બીજી તરફ મહારાષ્ટ્ર, તામિલનાડુમાં પણ કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યા હોવા છતાં ટેસ્ટમાં ઘટાડો કર્યો નથી.

કયા ­રાજ્યોમાં સૌથી વધુ ટેસ્ટ?

રાજ્ય   કુલ ટેસ્ટ       પ્રતિ ૧૦ લાખની વસતીએ      કુલ કેસ       
તામિલનાડુ     ૪,૨૧,૪૫૦    ૫,૫૬૮૧૭,૭૨૮
મહારાષ્ટ્ર       ૩,૯૦,૭૫૭    ૩,૧૯૯૫૪,૭૫૮
­રાજસ્થાન       ૩,૩૭,૧૫૯    ૪,૩૬૪૭,૫૩૬
આંધ્ર પ્રદેશ     ૩,૨૨, ૭૧૪    ૬,૧૮૦૨,૯૮૩
ઉત્ત­ પ્રદેશ     ૨,૩૫,૬૨૨     ૧,૦૪૭૬,૭૨૪
ગુજારાત        ૧,૮૯,૩૧૩     ૨,૭૪૩૧૪,૮૨૯
દિલ્હી  ૧,૭૮,૫૭૯૯,૦૧૩૧૪,૪૬૫
પિશ્ચમ બંગાળ  ૧,૫૭,૨૭૭     ૧,૬૨૩૭,૦૨૪
મધ્ય પ્રદેશ     ૧,૩૮,૫૮૪     ૧,૬૮૫૭,૦૨૪

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

#AskSRK શું તમે પણ અમારી જેમ બેરોજગાર થઇ ગયા? ફેનના સવાલ પર કિંગ ખાને આપ્યો મજેદાર જવાબ

Pritesh Mehta

ટીવીની ફેમસ એક્ટ્રેસના આવ્યાં આવા દિવસો! આ કારણે નથી મળી રહ્યું કામ, રૂપિયાના પણ પડી ગયા ફાંફા

Bansari

Deposit Interest Certificate કેવી રીતે કરશો ડાઉનલોડ? શું છે રીત, જાણો સમગ્ર પ્રક્રિયા!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!