GSTV

સુનાવણી / માછીમારોને પડતી મુશ્કેલીઓને લઇ હાઇકોર્ટ નારાજ, વહેલામાં વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવો

Last Updated on November 26, 2021 by Dhruv Brahmbhatt

કચ્છના મુન્દ્રાના દરિયા કિનારે માછીમારોને પડતી મુશ્કેલીને લઈને ગુજરાત હાઈકોર્ટને નારાજગી વ્યક્ત કરી છે અને માછીમારી કરીને ગુજરાન ચલાવતા પરિવારોને વૈકલ્પિક વ્યવસ્થા મળવી જોઈએ તેમ હાઈકોર્ટ કહ્યું છે. એટલું જ નહીં પરંતુ હાઈકોર્ટએ ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટીના અધિકારીને પણ આવતી સુનાવણીએ કોર્ટ સમક્ષ હાજર રહેવા આદેશ કર્યો છે.

fisherman

છેલ્લાં ત્રણ વર્ષથી માછીમારો ભારે હાલાંકી વેઠી રહ્યાં છે

મુન્દ્રાના દરિયા કિનારાના વંડી, તુણા તેમજ આસપાસના ગામના માછીમારોના આ પ્રશ્નને લઇને હાઇકોર્ટે વ્યક્ત કરતા વહેલાં વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેમ પણ હાઈકોર્ટે કહ્યું. છેલ્લાં ત્રણ વર્ષથી માછીમારો હાલાંકી વેઠી રહ્યાં છે. વંડી ગામના માછીમારો ગામથી દરિયા કિનારો માત્ર ત્રણ કિલોમીટર દૂર હતો અને તેઓ આસાનીથી દરિયા સુધી માછીમારી કરવા પહોંચી શકતા હતાં.

માછીમારોને દરિયાકિનારે જવા માટે સાત કિલોમીટરનું અંતર કાપવું પડે છે

અદાણી પોર્ટ ટ્રસ્ટ દ્વારા એ સ્થળે બ્રિજ તેમજ રેલવે લાઇન તેમજ અન્ય ડેવલપમેન્ટ કરવાને કારણે માછીમારોને દરિયાકિનારે જવા માટે સાત કિલોમીટરનું અંતર કાપવું પડે છે. અદાણીના મુન્દ્રા પોર્ટ તરફથી વકીલે પણ રજૂઆત કરી જેમાં અરજદાર દ્વારા કરવામાં આવેલી રજૂઆત પાયાવિહોણી હોવાનો દાવો કરાયો છે. સમગ્ર કેસની વધુ સુનાવણી 17 ડિસેમ્બરે હાથ ધરાશે.

READ ALSO :

Related posts

કોરોના કાળમાં બાળકોમાં ડર અને માનસિક તંગદિલી વધી, આવેલા આ પરિવર્તનને લઇ સઘન અભ્યાસ કરાશે

Damini Patel

અમદાવાદીઓ એલર્ટ : શહેરમાં ઉમેરાયા વધુ નવા 27 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન, કોરોનાનાં કેસ 8 હજારને પાર ને 5નાં મોત

Dhruv Brahmbhatt

કોરોના/ ‘બીએ.2’ નામનો સબ વેરિઅન્ટ 40 દેશોમાં પ્રસરી ચૂક્યો, અહીં હજારો નવા કેસ નોંધાયા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!