GSTV

અતિ કામનું/ હવે ગુજરાતમાં બનશે એરક્રાફ્ટ-હેલિકોપ્ટર, સિવિલ એવિયેશનના ખાનગી કંપની સાથે થયા એમઓયુ

Last Updated on July 31, 2021 by Karan

દેશનું ગ્રોથ એન્જિન ગણાતા ગુજરાતમાં હવે એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરનું પણ નિર્માણ થશે. ભારતમાં પ્રથમ વખત ગુજરાતમાં અમરેલી નજીક નાના એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે. રાજ્યના સિવિલ એવિયેશન વિભાગે ખાનગી કંપની એરોફ્રેયર ઇન્ક સાથે 150 કરોડના એમઓયુ કર્યા છે. જેના પગલે કંપનીએ અમરેલી એર સ્ટ્રિપ પાસે મેન્યુફેક્ચરિંગ યુનિટની શરૂ કરવાની કાગમીરી શરૂ કરી દીધી છે અને ઓક્ટોબર સુધીમાં પ્લાન્ટની કામગીરી પૂર્ણ થાય એવી શક્યતા છે.

ત્યાર બાદ કંપની દ્વારા પ્રોડક્શન શરૂ કરવામાં આવશે અને વર્ષ 2021ના અંત સુધીમાં પ્રથમ એરક્રાફ્ટ માર્કેટમાં મૂકવામાં આવશે. કંપની દ્વારા પ્રથમ તબક્કામાં 150 કરોડ રૂપિયા અને ત્યાર બાદ 500 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.

એરક્રાફ્ટ

કંપની દ્વારા 2 સીટર, 4 સીટર, એર એમ્બ્યુલન્સ, હેલિકોપ્ટર અને ફિક્સ વિંગ ગ્લાઈડરનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે. આ તમામ એરક્રાફ્ટના ઉત્પાદન માટે કંપની દ્વારા સર્બિયા, ઈટાલી, જર્મની, સ્લોવેનિયા અને અમેરિકન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

શરમજનક / વેબ સિરીઝ ‘આશ્રમ 3’ની શૂટિંગ દરમિયાન બજરંદ દળનો હોબાળો, વાહનોમાં કરવામાં આવી તોડફોડ

Zainul Ansari

ઘઉંની આ બે નવી જાત છે શાનદાર, ઓછા પાણીમાં પણ થાય છે બંપર ઉત્પાદન: ગુજરાત સહિતના આ રાજ્યોમાં થશે ખેતી

Zainul Ansari

ચોંકાવનારુ: ગુનાઈત પ્રવૃતિઓ માટે કુખ્યાત પ.બંગાળના માલદા જિલ્લામાં ટીએમસી નેતાના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!