GSTV
Banaskantha Diu Junagadh Kutch Mehsana Morabi Porbandar Rajkot Surat Surendranagar ગુજરાત ટોપ સ્ટોરી

ગુજરાતમાં શરૂ થશે ચોમાસાનો નવો રાઉન્ડ : આગામી 5 દિવસ જામશે વરસાદી માહોલ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

વરસાદ

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યાં રાજ્યમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થયો છે. ગુજરાતમાં શ્રાવણ માસમાં શ્રીકાર થાય તેવા વરતારા હવામાન વિભાગે કર્યા છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હાલ રાજ્યમાં 3 વરસાદી સિસ્ટમ છે સક્રિય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ,વરસાદી ટર્ફ અને લો પ્રેશરની અસર ગુજરાતમાં જોવા મળશે. જેના કારણે હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે. આગામી 3 દિવસ રાજ્યભરમાં વધારે વરસાદી માહોલ જામશે. જેમાંથી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં તેની અસર જોવા મળશે.

વરસાદ

કયા જિલ્લામાં કેવો વરસાદ રહેશે

હવામાન વિભાગે જણાવ્યા અનુસાર ઉતર મધ્યપ્રદેશમાં સિસ્ટમને કારણે વરસાદી માહોલ જામશે. જેથી રાજ્યમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે. ઉત્તર ગુજરાત,દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સાબરકાંઠા,બનાસકાંઠા,અરવલ્લી,પાટણ,ડીસામાં અત્યંત ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર ,મોરબી અને રાજકોટમાં ભારે વરસાદની આગાહી છે. ત્યારે સુરત,વલસાડ,નવસારી,તાપી અને દમણ-દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ ખાબકશે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ માટે પણ આગામી દિવસો ભારે રહેવાના છે. શહેરમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે પાટનગર ગાંધીનગરમાં સામાન્ય વરસાદ રહેશે.

વરસાદ

જાણો તમારા જિલ્લાની આગાહી

  • અગામી 5 દિવસ વરસાદ રહશે
  • અગામી 3 દિવસ વધારે વરસાદ રહેશે
  • 2 દિવસ ભારે વરસાદ રહશે
  • વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ રહેશે
  • નવસારી તાપી સૂરતમાં અતિ ભારે વરસાદ
  • સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર મોરબીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
  • અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
  • માછીમારીને દરિયો ના ખેડવા સૂચના
  • ઉતર મધ્યપ્રદેશમાં સિસ્ટમને કારણે વરસાદ
  • રાજ્યમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી
  • આગામી 3 દિવસ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની સંભાવના
  • 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી
  • ઉત્તર ગુજરાત,દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદની આગાહી
  • સાબરકાંઠા,બનાસકાંઠા,અરવલ્લી,પાટણ,ડીસામાં અત્યંત ભારે વરસાદની આગાહી
  • સુરત,વલસાડ,નવસારી,તાપી અને દમણ-દાદરાનગર હવેલીમાં આગાહી
  • જૂનાગઢ,પોરબંદર,સુરેન્દ્રનગર,મોરબી અને રાજકોટમાં ભારે વરસાદની આગાહી
  • અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની આગાહી
  • માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના
  • હાલ રાજ્યમાં 3 વરસાદી સિસ્ટમ છે સક્રિય
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ,વરસાદી ટર્ફ અને લો પ્રેશરની અસર ગુજરાતમાં

ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં મેઘો થયો ગાંડોતૂર

ઉત્તર ગુજરાતમા બરાબરનો વરસાદ પડી રહ્યો છે. ત્યારે પાટણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં 70 ટકા વરસાદ નોંધાય ચુક્યો છે. સારા વરસાદના કરાણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળે છે. તો ક્યાંક વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હારીજ શહેરમાં આવેલા સસ્તા અનાજની દુકાન પાસે વરસાદી પાણી ભરાયેલા દ્રશ્યો સામે આવ્યા હતા.

  • પાટણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
  • અત્યાર સુધીમાં ૭૦ ટકા વરસાદ નોંધાયો
  • કેટલીક જગ્યાએ પાણી ભરાતા હાલાકી

સાબરકાંઠા જિલ્લામાં વરસાદ પડ્યો છે. હિંમતનગર સહિત ઇડર, વડાલી, વિજયનગર અને ખેડબ્રહ્મામાં ધોધમાર વરસાદ પડ્યો.. તો કેટલાક વિસ્તારમાં વરસાદી પાણી પણ ભરાયા હતા. ત્યારે હિંમતનગરમાં સારા વરસાદના કારણે હાથમતી નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી. ઉપરવાસમાં સારા વરસાદના કારણે જાંબુડી પાસેના બ્રિજ પાસે વરસાદી પાણી ભરાયા હતા. જેના કારણે ગાંભોઈને જોડતો રોડ બંધ થતાં સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાનું આગમન થયુ છે. જિલ્લાના પાલનપુર, ડીસા, દાંતીવાડા,વડગામ અને ધાનેરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. તો બીજી તરફ પાલનપુર અને ધાનેરામાં વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા..બનાસકાંઠાના સરહદી પંથકમાં ગાઢ ધૂમસ સાથે વરસાદનું આગમન થયુ છે. જિલ્લાના થરાદ, વાવ અને સુઇગામ પંથકમાં વહેલી સવારથીજ વરસાદ પડ્યો છે. સતત વરસી રહેલા વરસાદના કારણે પાકને નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે. તાપી જિલ્લામાં પડેલા વરસાદના કારણે અનેક રસ્તાઓ બંધ થયા છે. ત્યારે વ્યારાથી ચીખલી વચ્ચે મીંઢોળા નદી પર આવેલો રસ્તો પાણીમાં ગરકાવ થયો. જેથી 10 ગામ સંપર્કવિહોણા બન્યા હતા.

દક્ષિણ ગુજરાતના બારડોલી તાલુકામાં ધોધમાર વરસાદને કારણે બારડોલી મોતા રોડ પર વરસાદી પાણી ભરાયા હતા. બારડોલીના નાગેશ્વર મંદિર નજીકના ગરનાળા પાસે પાણી ફરી વળ્યા હતા. જેના કારણે વાહન ચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ફરીવાર મેઘરાજાએ પધરામણી કરી છે. તો બીજી તરફ વરસાદના કારણે પડેલા ખાડાઓ જોખમી બન્યા છે. ઉમરગામમાં પડેલા વરસાદના કારણે સામાન્ય જનજીવન ઉપર અસર જોવા મળી છે. અરવલ્લીના ભિલોડામાં ધોધમાર વરસાદ પડ્યો. ભિલોડાના લીલછા,ખલવાડ,માકરોડા અને નવા ભવનાથમાં વરસાદ થયો છે. તો બીજી તરફ લીલછામાં વરસાદના કારણે રસ્તા નદીઓ બન્યા. ભિલોડાના સ્ટેટબેંક વિસ્તારમાં પાણી ભરાતા લોકોની હાલાકીમાં વધારો થયો.

Read Also

Related posts

ગુજરાત / ‘આપ’એ બોગસ ડિગ્રીનું કૌભાંડ પાડ્યું બહાર, 300 કરતાં વધુ વિદ્યાર્થીઓને ‘બોગસ’ ડિગ્રી અપાઈ

Rajat Sultan

સુરત/ સંબંધોને શર્મસાર કરતો કિસ્સો, સગા દિયરે ભાભીનો બીભત્સ વીડિયો તેના ભાઈને મોકલી કર્યો વાયરલ

Pankaj Ramani

અમદાવાદ / નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહનો આપઘાત, અંબાજી પ્રસાદ કેસમાં હતો આરોપી

Rajat Sultan
GSTV