GSTV
Home » News » ગુજરાત પર અચાનક આકાશી આફત, મહેસાણાના કડીમાં વાવાઝોડાથી ત્રણના મોત

ગુજરાત પર અચાનક આકાશી આફત, મહેસાણાના કડીમાં વાવાઝોડાથી ત્રણના મોત

મહેસાણાના કડી તાલુકામાં વાવાઝોડાને કારણે ત્રણ વ્યક્તિઓના મોત થયા છે. કડીના ચાદરડામાં ઝાડ પડવાથી ભલાજી ઠાકોર નામના યુવાનનું જ્યારે કે ડરણ પાસે આવેલા મારૂતિ નંદન જીનમાં પતરુ ઉપર પડતા પરપ્રાંતીય યુવકનું મોત થયું છે. તો મહેસાણા વિજાપુર તાલુકામાં માલોસણ ગામમાં વીજળી પડતા એક યુવાનનું મોત થયું છે.

બનાસકાંઠા પ્રધાનમંત્રી આવાસ યોજનાના નવા મકાન વાવાઝોડામાં ધરાશાયી

બનાસકાંઠા જિલ્લાના દાંતા ગામમાં વાવાઝોડાથી નુકસાન થયું. ડેરીચાડા ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના નવા મકાન વાવાઝોડામાં ધરાશાયી થયા. મકાનના છાપરા ઉડી ગયા. તો દીવાલો પણ તૂટી ગઈ. વાવાઝોડાથી આ ગામડા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોને ભારે નુકશાન થયું છે. મકાન પડતાં સ્થાનિકો બચાવ અને રાહત કામગીરીમાં લાગ્યા. પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોને નુકસાન થતાં તેની કામગીરી અને ગુણવત્તા સામે પણ સવાલ ઉઠ્યા છે.

વિરમગામ તાલુકાના વાંસવા ગામે વીજળી પડતા મહિલાનું મોત

વિરમગામ તાલુકાના વાંસવા ગામે વીજળી પડતા મહિલાનું મોત થયું છે. વાંસવા ગામમાં વાવાઝોડાને કારણે વીજળીનો તાર પડતા એક મહિલાનું મોત થયું છે. મહિલાનું મોત થતા તેની લાશને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. વિરમગામ રુલર પોલીસે વધુ હાથ ધરી છે. જ્યારે કે વાવાઝોડાના અન્ય એક બનાવમાં માથામાં લોખંડનું પતરું વાગતા એકને ઈજા થઈ હતી. વિરમગામ પોપટ ચોકડી પાસે વાવાઝોડાને કારણે કન્ટેનર પલટી ખાઇ ગયું હતું.

વિરમગામ પંથકમાં વાતાવરણમાં પલટો આવતા કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. અને ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા તો કેટલીક બાઈકો વૃક્ષો નીચે દબાઈ ગઈ હતી. જેથી લોકોમાં નાસભાગ મચી હતી. ભરબપોરે ધૂળની ડમરી સાથે વાવાઝોડાને કારણે હાઇવે વિસ્તારમા ઠેર ઠેર ટ્રાફિક જામ પણ થયો હતો. તો વિરમગામ પોપટ ચોકડી પાસે વાવાઝોડાને કારણે કન્ટેનર પલટી ખાઇ ગયું હતું. વિરમગામ તાલુકાના વાંસવા ગામે વીજળી પડતા મહિલાનું મોત થયું છે. વાંસવા ગામમાં વાવાઝોડાને કારણે વીજળીનો તાર પડતા આ મહિલાનું મોત થયું છે. જ્યારે કે વાવાઝોડાના અન્ય એક બનાવમાં માથામાં લોખંડનું પતરું વાગતા એકને ઈજા થઈ હતી.

વિરમગામ પંથકમાં વાતાવરણમાં પલટો આવતા કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. અને ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા તો કેટલીક બાઈકો વૃક્ષો નીચે દબાઈ ગઈ હતી. જેથી લોકોમાં નાસભાગ મચી હતી.

મોદીની સભા માટે તૈયાર ગ્રાઉન્ડમાં ભારે પવનથી ખુરશીઓ ઉંધી

સાબરકાંઠામાં પણ ભારે પવન સાથે ધૂળની ડમરી ઉડી હતી. હિંમતનગરમાં ભારે પવન ફૂંકાતા પીએમ નરેન્દ્ર મોદીની જનસભા માટે તૈયાર કરાયેલા ગ્રાઉન્ડમાં સભાનો મંડપ ઉડ્યો હતો. ભારે પવનને કારણે મંડપમાં ગોઠવાયેલી હજારો ખુરશીઓ ઉંધી પડી ગઈ હતી.

જ્યારે કે મંડપના સળિયા હવામાં ઝૂલવા લાગ્યા હતા. જે રીતે મંડપને નુકસાન થયું છે તેનાથી મોટી નુકસાનીની આશંકા સેવાઈ રહી છે. અહીં આવતીકાલે પીએમ મોદી જનસભા સંબોધવાના છે. પ્રાંતિજ પંથકમાં ધૂળની ડમરી ઉડી હતી. ભારે પવન ફૂંકાતા પતરાના શેડ પવનમાં ઉડયા હતા.

બનાસકાંઠામાં ચૈત્ર માસમાં અષાઢી માહોલ

બનાસકાંઠાના ભાભર પંથકમાં વાતાવરણમાં પલટો આવતા ચૈત્ર માસમાં અષાઢી માહોલ છવાઈ ગયો હતો. સરહદી ભાભર વિસ્તારમાં પણ છુટાછવાયો વરસાદ વરસ્યો હતો. અહીં ગાજવીજ સાથે વરસાદ અને કરાં પડયા હતા. ભરઉનાળે ખરા બપોરે કરાનો વરસાદ થતાં લોકોમાં કુતુહલ જોવા મળ્યું હતુ.

છેલ્લા બે દિવસથી પલટાયેલા વાતાવરણને કારણે માવઠાની શકયતા સેવાઇ રહી હતી. આકાશમાંથી વરસતા કરાને બાળકો અને શહેરીજનોએ વીણીને ભેગા કર્યા હતા. તો દિયોદર, કાંકરેજ, ભાભરમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. જોકે આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. વરસાદ પડવાથી બાજરી, ઘઉં, વરિયાળી અને તમાકુના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

રાજકોટમાં ભારે પવન સાથે વરસાદનું સામ્રાજ્ય

રાજકોટ જીલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. રાજકોટ, પડધરી, વાંકાનેર સહિત વિસ્તારો પ્રભાવિત થયા છે. ભારે પવન સાથે વરસાદનું સામ્રાજ્ય છવાયુ છે. સણોસરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વાવાજોડા સાથે વરસાદ વરસ્યો છે. વાંકાનેરમાં કરા સાથે વરસાદ વરસ્યો છે તો પડધરીમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. ખાખડાબેલા ગામે પવન સાથે ભારે વરસાદ અને કરા વરસતા એક વૃદ્ધ મહિલાનું મોત થયુ છે.

અબોલ પશુઓને હાલાકી વેઠવી પડી હતી. અચાનક વરસાદ અને કરા વરસતા પશુઓએ દુકાનોની છત નીચે આશર મેળવ્યો હતો. કમોસમી વરસાદથી ઘઉં, જીરું, સહિતના શિયાળુ પાકને નુકશાન ની ભિતી સેવાઇ છે. ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

Read Also

Related posts

બે વિષયમાં નાપાસ વિદ્યાર્થિનીએ કર્યો આપધાતનો પ્રયાસ, અગાસી પરથી કુદકો લગાવ્યો

Arohi

ધોરણ 10 બોર્ડના પરિણામમાં શાશ્વત ઉપાધ્યાય રાજ્યમાં પ્રથમ ક્રમે, પરિવારમાં પણ બધા છે ટોપર

Arohi

રાજ્યભરમાં ઉઠેલા પાણીના પોકાર વચ્ચે ગુજરાત માટે ખુશખબર, સરદાર સરોવર ડેમની જળસપાટીમાં થયો આટલો વધારો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!