GSTV
Home » News » વડોદરા નહીં પણ સૌથી વધુ વરસાદ આ જિલ્લાના તાલુકામાં નોંધાયો

વડોદરા નહીં પણ સૌથી વધુ વરસાદ આ જિલ્લાના તાલુકામાં નોંધાયો

રાજ્યમાં છેલ્લાં કેટલાંક દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વર્ષી રહ્યાં છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં પડેલાં સરેરાશ વરસાદની વાત કરીએ તો, 33 જિલ્લાના 174 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સુરતના માંગરોળમાં 10 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ઓગસ્ટ માસના ત્રણ દિવસમાં સરેરાશ 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં સીઝનનો અત્યારસુધીનો કુલ વરસાદ 51.49 ટકા નોંધાયો છે. સીઝનમાં 0થી 50 મિમી વરસાદ વરસ્યો હોય તેવો 1 તાલુકા, 51થી 100 મિમી વરસાદ વરસ્યો હોય તેવા 15 તાલુકા, 126-250 મિમી વરસાદ વરસ્યો હોય તેવા 69 તાલુકા, 251-500 મિમી વરસાદ વરસ્યો હોય તેવા 108 તાલુકા જ્યારે 500થી 1000 મિમી વરસાદ વરસ્યાં હોય તેવા 42 તાલુકા, 1000 મિમી કરતાં વધુ વરસાદ વરસ્યો હોય તેવા 16 તાલુકાઓ છે.

દક્ષિણ ગુજરાત પર ભારે મેઘમહેર

હવામાન ખાતાની આગાહી મુજબ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વર્ષી રહ્યાં છે. ત્યારે આજે દક્ષિણ ગુજરાતનો વારો લીધો હોય તેમ વરસાદ સુરત, વલસાડ, ડાંગ, નવસારી, તાપી સહિતના વિસ્તારોને ધમરોળી રહ્યો છે. વલસાડ જિલ્લાના ઉમરગામ પાલિકા વિસ્તારના રોહિત વાસમાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યાં છે. નીચાણવાળો વિસ્તાર હોવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

READ ALSO

Related posts

પીએમ મોદી હ્યુસ્ટન પહોંચ્યા, કાલે હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લેશે

Nilesh Jethva

યુએન હોય કે યુરોપિયન યુનિયન આ છોકરીનો વિશ્વમા છે દબદબો, મેળવશે દુનિયાનો સૌથી મોટો પુરસ્કાર

Riyaz Parmar

રાજકોટના ક્રિષ્ના વોટર પાર્કમાં દારૂની મહેફિલ મામલે વધુ પાંચ લોકોની અટકાયત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!