GSTV
Home » News » ગુજરાતમાં ભારે વરસાદના કારણે નવા નીરની આવક, નદી ડેમ છલોછલ થયા

ગુજરાતમાં ભારે વરસાદના કારણે નવા નીરની આવક, નદી ડેમ છલોછલ થયા

વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ શરૂ થયો. જિલ્લાના કપરાડા અને ધરમપુરમાં ભારે વરસાદથી વાતાવરણ એકદમ બદલાયું. સવારથીજ કપરાડા અને ધરમપુરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરતા સવારનાં 6 થી 8 વાગ્યા સુધી દરેક સ્થાન પર બે કલાકમાં પાણીજ પાણી થઇ ગયું. ધરમપુરમાં 3 ઇંચ અને કપરાડામાં પણ 4 ઇંચ વરસાદ ખાબક્યો. આ ઉપરાંત વઘઈમાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.

અંબિકા નદીમાં નવા નીરની આવક

દક્ષિણ ગુજરાતમાં વરસાદે વિરામ તો લીધો છે પરંતુ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે નવસારીની લોકમાતા અંબિકા નદીમાં નવા નીર આવ્યા છે. ગત રાતે પડેલા ભારે વરસાદથી નદીની સપાટીમાં 3 મીટરનો વધારો થયો છે. હાલની સપાટી 5.175 મીટર પર પહોંચી છે. ભારે વરસાદ અને નદીમા પાણી આવવાની સંભાવનાને પગલે કિનારાના ગામોને એલર્ટ કરાયા છે. જિલ્લા કલેકટરે ગ્રામીણોને કિનારાથી દુર રહેવા તેમજ ગામના તલાટીઓને પણ સતર્ક રહેવા આદેશ આપ્યા છે.

ગોળધા ડેમ ઓવરફ્લો

સુરત જિલ્લા માંડવી તાલુકાના ગોળધા ગામે આવેલો ગોળધા ડેમ ઓવરફ્લો થતા ડેમમાં પાણીની આવક થઇ છે. ડેમમાં પાણીની આવતા થતા સ્થાનિક ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. ઉનાળાના સમયે ડેમ સુકાઈ જતા ખેડૂતોને મુશ્કેલી થઈ હતી પરંતુ હવે ડેમમાં નવાનીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

ભાટ ડેમ છલોછલ

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે વોટર વર્કર્સનો ભાટ ડેમ ઓવરફ્લો થયો. આ ડેમમાં બે દિવસ પહેલા પાણી નહોતુ.. પરંતુ ઉપરવારમાં પડેલા વરસાદના કારણે ડેમમાં નવા નીર આવ્યા છે. ડેમમાં પાણી આવતાની સાથે વલસાડમાં પીવાના પાણીની સમસ્યાનું નિવારણ આવશે. તો આ તરફ કપરાડામાં પડેલા વરસાદના કારણે કરચોડ ગામ નજીકથી પસાર થતી તુલસી નદી પરના કોઝવે પર પાણી ફરી વળ્યા. જેથી કરચોડ કેતકી અને ઉમળી ગામ સંપર્ક વિહોણા બન્યા હતા.

ઉમરગામમાં નદી નાળા છલકાયા

ઉમરગામ સહિતના પંથકમાં ભારે વરસાદના કારણે નદી નાળા છલકાયા. ઉમરગામમાં વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. જેથી નદીમાં નવા નીરની આવક થઈ છે. ત્યારે વાવણી લાયક વરસાદના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.

READ ALSO

Related posts

હિમાદાસ અને મોહમ્મદ અનસે ચેક ગણરાજ્યમાં લહેરાવ્યો તિરંગો, જીત્યા ગોલ્ડ મેડલ

Path Shah

ચીનમાં પ્રદર્શન પર ઉતર્યા લોકતંત્ર સમર્થક પ્રદર્શનકારી, લાખો લોકોએ રેલી કાઢી કર્યો વિરોધ

Kaushik Bavishi

ડબ્લ્યુટીએ સિનસિનાટી માસ્ટર્સ ટેનિસ ટૂર્નામેન્ટમાં થયો અપસેટ, બાર્ટીને હરાવી કુઝનેત્સોવા ફાઈનલમાં પહોંચી

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!