GSTV
Home » News » ગુજરાતમાં સૌથી વધારે વરસાદ આ જિલ્લામાં પડ્યો, આંકડો છે 122.51 ઈંચ

ગુજરાતમાં સૌથી વધારે વરસાદ આ જિલ્લામાં પડ્યો, આંકડો છે 122.51 ઈંચ

ચોમાસાની વર્તમાન સિઝનમાં આ વખતે વઘઇ, કપરાડા, ઉમરપાડામાં ૧૦૦ ઈંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જેમાં ડાંગ જિલ્લામાં આવેલા વઘઇમાં સરેરાશ ૧૨૨.૫૧ ઈંચ સાથે સૌથી વધુ વરસાદ પડયો છે. ગુજરાતમાં આ વખતે ૨૮.૩૯ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૮૮.૩૮% વરસાદ પડયો છે. જેની સરખામણીએ ગત વર્ષે ૧૮ ઓગસ્ટ સુધી માત્ર ૨૦.૨૯ ઈંચ સાથે ૬૨.૦૩% વરસાદ પડયો હતો. આ વખતે જિલ્લાની રીતે ડાંગમાં સૌથી વધુ ૯૦.૧૧ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૯૭.૮૪% વરસાદ નોંધાયો છે. આ સિવાય વલસાડમાં ૮૬.૭૩, નવસારીમાં ૬૩.૭૪ , સુરતમાં ૫૭.૫૫ ઈંચ વરસાદ પડયો છે.

કયા જિલ્લામાં વધારે વરસાદ ?

જિલ્લોવરસાદ(ઈંચ)સરેરાશ (ટકા)
ડાંગ૯૦.૧૧૯૭.૮૪
વલસાડ૮૬.૭૩૧૦૦.૦૫
નવસારી૬૩.૭૪૯૦.૭૭
સુરત૫૭.૫૫૧૦૭.૨૫
તાપી૫૨.૦૦૯૮.૫૭
છોટાઉદેપુર૪૭.૨૦૧૧૮.૨૯

ક્ષેત્ર પ્રમાણે જોવામાં આવે તો દક્ષિણ ગુજરાત, કચ્છમાં મોસમનો સરેરાશ ૧૦૦% કરતાં વધુ વરસાદ પડી ચૂક્યો છે. કચ્છમાં ગત વર્ષે૧૮ ઓગસ્ટ સુધી ૨.૬૭ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૧૬.૨૪ ઈંચ વરસાદ પડયો હતો. આમ, કચ્છમાં આ વખતે ગત વર્ષની સરખામણીએ ૨૦ ગણો વરસાદ પડયો છે તેમ કહી શકાય.

ક્ષેત્રમાં વરસાદ ?

ક્ષેત્રવરસાદ(ઈંચ)સરેરાશ (ટકા)
કચ્છ૪૬.૫૭૧૦૨.૨૪
ઉત્તર ગુજરાત૧૮.૭૭૫૭.૨૭
પૂર્વ-મધ્ય ગુજરાત૨૬.૮૧૮૩.૮૫
સૌરાષ્ટ્ર૨૦.૧૫૭૭.૨૮
દક્ષિણ ગુજરાત૫૮.૨૨૧૦૭.૨૬
સરેરાશ વરસાદ૨૮.૩૯૮૮.૩૮

READ ALSO

Related posts

ટ્રાફિકના નવા નિયમોને પાછા ખેંચવા માંટેની માંગ સાથે અમદાવાદ જનઆંદોલનની શરૂઆત

Kaushik Bavishi

પાટણ : ખાળકુવામાં પડી જતા પાંચ મજૂરોના મોત, પાડોશી મહિલાને આઘાત લાગતા તેમનું પણ મોત

Nilesh Jethva

માંદા અર્થતંત્રને સાજુ કરવા મોદી સરકારે કમર કસી, વધુ એક ‘બુસ્ટર ડોઝ’ આપવાની તૈયારી

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!